Home /News /explained /

લાલ ગ્રહ મંગળ ઉપર વાદળી રંગના ટેકરાનું રહસ્ય શું? એક ક્લિકમાં જાણો માહિતી

લાલ ગ્રહ મંગળ ઉપર વાદળી રંગના ટેકરાનું રહસ્ય શું? એક ક્લિકમાં જાણો માહિતી

Image credit: NASA

મંગળ (Mars) પર માનવીય વસાહત કેવી રીતે રહી શકે તે અંગે તપાસ દરમિયાન મંગળનો એક નવો જ ચહેરો સામે આવ્યો છે. મંગળને લાલ ગ્રહ કહેવામાં આવે છે, જેની તસવીરો તાજેતરમાં નાસા દ્વારા જાહેર કરવામાં આવી હતી.

નવી દિલ્હી: આકાશ ગંગાના પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવનની શક્યતાઓ તપાસવા માટે વિશ્વ પરની એજન્સીઓએ પ્રયાસો કરી રહી છે. મંગળ પર પણ જીવન માટે અનુકૂળ વાતાવરણ અંગે સંશોધન ચાલુ જ છે. નાસા (NASA) દ્વારા સતત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. મંગળ (Mars) પર માનવીય વસાહત કેવી રીતે રહી શકે તે અંગે તપાસ દરમિયાન મંગળનો એક નવો જ ચહેરો સામે આવ્યો છે. મંગળને લાલ ગ્રહ કહેવામાં આવે છે, જેની તસવીરો તાજેતરમાં નાસા દ્વારા જાહેર કરવામાં આવી હતી. તેના ઉપર લખ્યું હતું કે બ્લૂ ડ્યુન્સ ઑફ ધી ધ રેટ પ્લેનેટ (Dunes on the Red Planet). આ તસવીરમાં વાદળી રંગના ટેકરા દેખાઈ રહ્યા છે. અલબત આ ટેકરા શેના છે તે જાણવું જરૂરી છે.

ટેકરાનો મતલબ શું?

આ ફોટોનું ખૂબ ચીવટથી અધ્યયન કરવું પડે. નાસાનું કહેવુ છે કે, આ ફોટો મંગળના ઉત્તર ધ્રુવ પરથી લેવામાં આવ્યો છે. આ ટેકરાઓ પૃથ્વીમાં જોવા મળતા ટેકરા જેવડા જ છે. જે મંગળ ગ્રહ પર ફૂંકાતા પવનાના કારણે બન્યા છે. આ વાદળી ટેકરા લગભગ 30 કિ.મી.ની ત્રિજ્યામાં દેખાય છે.

ઓડિસી ઓર્બિટરનો ઉપયોગ કરાયો

આ તસવીર ખેંચવી લોઢાના ચણા ચાવવા બરાબર હતી. આ ફોટો ખેંચવા માટે નાસાએ માર્સ ઓડિસી ઓર્બિટરનો ઉપયોગ કર્યો હતો. જેના ઇન્ફ્રારેડ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધરી પર સ્થિત આ કેમેરાને થર્મલ એમિશન ઇમેજિંગ સિસ્ટમ(થેમિસ) પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

ઉલ્લેખનીય છે કે, એ ફક્ત ફોટા લેવાનું જ કામ નથી કરતું. એ ચોવીસ કલાક આસપાસ મંગળનું તાપમાન માપે છે. જેથી ગ્રહ પર કઇ પ્રકારની વસ્તુઓ હોય છે અને તેમના તાપમાનમાં શું ફેરફાર થાય છે તે સંશોધકોને ખબર પડી શકે.

આ તસવીરો વર્ષો પહેલાની

નોંધનીય બાબત એ છે કે, અત્યારે જે તસવીરો જાહેર થઈ છે તે વર્ષો જૂની છે. આ ફોટામાં વાદળી ટેકરા જોવા મળે છે. મંગળ ઓડિસી ઓર્બિટરના 20 વર્ષ પૂર્ણ થયા પછી નાસાએ આ ફોટા જાહેર કર્યા છે. આ ઓર્બિટર મંગળ પર સૌથી લાંબી કાર્યરત વાહન બની ગયું છે. આ ઓર્બિટર કુલ 2 દાયકા મંગળ પર રહ્યું છે.

લાલ ગ્રહ પર વાદળી ટેકરા કેમ? ચાલો સમજીએ

આ ઘટનાને વૈજ્ઞાનિકો રેગ્યુલર સેન્ડ્સ ડ્યુન્સ કહે છે. મંગળ પર સતત તીવ્ર પવનને કારણે તે રચાય છે. નાના ટેકરાઓનો કોઈ ખાસ રંગ હોતો નથી, જ્યારે વિશાળ ટેકરા વાદળી હોય તેવું લાગે છે. જોકે, તે વાદળી નથી, વાદળી દેખાય છે. ઇનવર્સ વેબસાઇટે પ્લેનેટરી ઇમેજ રિસર્ચ લેબોરેટરીના ભૂસ્તરશાસ્ત્રી મેક એવનને ટાંક્યું છે કે ટેકરા ખરેખર ભુરો રંગ જેવા હોય છે, પરંતુ દૂરથી તે વાદળી દેખાય છે.

આ પણ વાંચો: શું તમને ગરમીમાં સૂકી ખાંસી થઈ છે? આ રહ્યા છૂટકારો મેળવવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય

કેટલાક ફોટા જોઈ ચોંકી જશો

મંગળ ગ્રહના ફોટા ભૂરા અને અસ્પષ્ટ દેખાય છે, તેથી પ્રોસેસ દરમિયાન તેને એડિટ કરવામાં આવે છે. જેથી તે વાદળી દેખાય છે. લાલ ગ્રહ પર વાદળી ટેકરા ખરેખર ઇમેજ પ્રોસેસિંગ દરમિયાનનું એક ઇલ્યુઝન ભ્રાંતિ છે તેવું યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે.

જેનેટિક એન્જિનિયરિંગની મદદથી મંગળ તરફ જવાનો માર્ગ

માનવ વસાહતો ચંદ્રની જેમ મંગળ પર સ્થાપિત થઈ શકે તેવી વાતો વેગ પકડી રહી છે. જેમાં જેનેટિક એન્જિનિયરિંગની પણ સહાય લેવામાં આવશે. આ ગ્રહ પર ઊંચા તાપમાન અને કિરણોત્સર્ગના કારણે આ ગ્રહ પર મનુષ્ય માટે થોડી ક્ષણો માટે પણ રહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જો મનુષ્યએ ત્યાં રહેવું હોય, તો તેણે પોતાની જાતમાં પરિવર્તન લાવવું પડશે. જેનેટિક એન્જિનિયરિંગ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત

ટાર્ડિગ્રેડ મદદ કરશે

અવકાશમાં રહી શકે તેવા માનવ કોષોમાં ટારડીગ્રેડ નામના જીવનું જીન્સ મૂકવામાં સફળ થયા છે. ટારડીગ્રેડ એટલા મજબૂત છે કે ત્યાંના જીવલેણ કિરણોત્સર્ગ પણ તેમના પર બિનઅસરકારક છે. તેઓ 300 ડિગ્રીથી ઉપરના તાપમાને જીવવા માટે સક્ષમ છે.

મહત્તમ તાપમાનમાં પણ બચી જાય

આ જીવ મનુષ્ય પછી પણ પૃથ્વી પર જીવંત રહેશે. તેઓ પૃથ્વી પર જોવા મળતા છેલ્લા જીવંત લોકો હોઈ શકે છે. ઉકાળેલા પાણીમાં નાખો, બરફમાં સ્ટોર કરો, અથવા દબાણ લાવો તો પણ તે નાશ પામતા નથી. આ જીવ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ટારડીગ્રેડની આવી લાક્ષણિકતાઓને કારણે અવકાશયાત્રીઓ મંગળની બહાર જવા માટે સક્ષમ થઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Nasa, અંતરિક્ષ, અભ્યાસ, આકાશ, મંગળ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन