Home /News /explained /બ્લેક હોલ હોઇ શકે છે અંતરિક્ષમાં સુનામીનાં સ્ત્રોત, જાણો કઇ રીતે

બ્લેક હોલ હોઇ શકે છે અંતરિક્ષમાં સુનામીનાં સ્ત્રોત, જાણો કઇ રીતે

શું આ પ્રકારની ઘટનાઓ અંતરિક્ષમાં પણ થાય છે. આપણું બ્રહ્માંડ ઘણા એવા આશ્ચર્ચજનક દ્રશ્યો અને ઘટનાઓથી ભરેલું છે.

શું આ પ્રકારની ઘટનાઓ અંતરિક્ષમાં પણ થાય છે. આપણું બ્રહ્માંડ ઘણા એવા આશ્ચર્ચજનક દ્રશ્યો અને ઘટનાઓથી ભરેલું છે.

  પૃથ્વી પર વાવાઝોડા, જ્વાળામુખી જેવી અનેક વિનાશકારી ઘટનાઓ અવારનવાર બને છે. તેમાં ભૂકંપના કારણે મહાસાગરોમાં આવતી સુનામી પણ ખૂબ પ્રલયકારી માનવામા આવે છે. પરંતુ શું આ પ્રકારની ઘટનાઓ અંતરિક્ષમાં પણ થાય છે. આપણું બ્રહ્માંડ ઘણા એવા આશ્ચર્ચજનક દ્રશ્યો અને ઘટનાઓથી ભરેલું છે, જે જોતા ધરતી પર થતી ઘટનાઓ જેવી પણ લાગી શકે છે. આપણા વૈજ્ઞાનિકોએ હાલમાં જ એવી ઘટના થવાની સંભાવના વ્યક્ત કરી છે, જે સુપરમેસિવ બ્લેક હોલથી પેદા થઇ શકે છે. તેની તસવીરો નાસાએ શેર કરી છે. આ તસવીરના કારણે વિવાદ જાગ્યો છે કે શું આમ થઇ શકે છે.

  નાસાના ખગોળભૌતિકવિદોએ કમ્પ્યૂટર સિમ્યૂલેશન દ્વારા તે દર્શાવ્યું છે કે, અંતરિક્ષમાં મોટા પ્રમાણમાં સુનામી જેવી સંરચનાઓ બની શકે છે. તેવા સંરચના સુપરમેસિવ બ્લેક હોલના ગુરૂત્વાકર્ષણના આકર્ષણથી બચી શકે તેવા ગેસથી બની શકે છે. હકીકતમાં સુપરમેસિવ બ્લેકહોલના વાતાવરણમાં બ્રહ્માંડની વિશાળ સુનામી સંરચના પેદા થઇ શકે છે. નાસા દ્વારા કરાયેલો આ અભ્યાસ એસ્ટ્રોફિજીકલ જર્નલમાં પ્રકાશિત થયો છે.

  નેવેદામાં લાસ વેગાસ યૂનિવર્સિટીના ખગોળભૌતિકશાસ્ત્રી ડિનિયલ પ્રોગાનું કહેવું છે કે, ધરતી પર થતી ઘટનાઓને સંચાલિત કરતા નિયમ ભૌતિક નિયમો છે જે બહારના અંતરિક્ષથી લઇને બ્લેક હોલ સુધીની વ્યાખ્યા કરી શકે છે. બ્લેક હોલ પોતાનામાં જ ખૂબ રહસ્યમયી પિંડ હોય છે. પરંતુ પ્રોગા જેવા સૈદ્ધાંતિક ખગોળભૌતિકશાસ્ત્રી માટે તેનાથી પણ મુશ્કેલ પહેલી તે ગાણિતીક સમીકરણ ઉકેલવું છે જે ઘણા પ્રકાશવર્ષ દૂર સ્થિત બ્લેક હોલના વાતાવરણને સંચાલિત કરે છે.

  Explained: શું ફલૂની રસી બાળકોને કોરોના સામે સુરક્ષિત કરે છે? અહીં જાણો શું કહે છે નિષ્ણાંતો

  જ્યારે ગેલેક્સીના કેન્દ્રમાં આજુબાજુની ડિસ્કમાંથી પદાર્થોને ખેંચીને લાખો સૂર્યના ભાર સમાન બ્લેક હોલ પોતાનો ખોરાક મેળવે છે, આ સિસ્ટમને એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિયસ કહે છે. જેમાં તેના ધ્રુવોથી જેટ નીકળી શકે છે. કેન્દ્રીય હલચલ આજુબાજુના પદાર્થોના કારણે દેખાતી નથી. બ્લેક હોલની બહાર પદાર્થો ખૂબ જ ચમકદાર એક્સ-રે ઉત્સર્જન કરે છે. આ વિકિરણના કારણે કેન્દ્રીય ક્ષેત્રમાં ખૂબ ઝડપથી હવા ફૂંકાય છે. તેને આઉટફ્લો કહે છે. સંશોધકો આ ગેસ અને એક્સ રેની વચ્ચેની આંતરક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કેન્દ્રીય એક્સ રે વિકિરણની અસર ઘણા પ્રકાશવર્ષ દૂર સુધી જાય છે.

  એક્સ રે વિકિરણ આ આઉટફ્લોમાં ખૂબ ઘટ્ટ વાદળોની હાજરીની વ્યાખ્યા આપી શકે છે. સંશોધકોનું કહેવું છે કે આ વાદળ સૂર્યની સપાટી કરતા 10 ગણા વધુ ગરમ છે અને સૌર પવનોની ગતિથી ચાલે છે. સંશોધકોએ પહેલી વખત આઉટ ફ્લોના આ વાદળોની જટિલતાઓ જણાવી છે. તેમના સિમ્યૂલેશન જણાવે છે કે, જ્યાં બ્લેક હોલનો પ્રભાવ ખતમ થાય છે. ત્યાં તુલનાત્મક રીતે ઠંડું વાતાવરણ હોય છે, જ્યાં ફરતી ડિસ્ક તરંગો પેદા કરે છે, જેમ કે મહાસાગરની સપાટી પર થાય છે. આ તરંગો 10 પ્રકાશવર્ષ સુધીનો ઘેરો બનાવી શકે છે અને જ્યાં સુધી તે સુનામીના આકારના વાદળો બને છે બ્લેક હોલના ગુરૂત્વનો પ્રભાવ ખતમ થઇ જાય છે.

  Explained: જીનોમ સિક્વન્સીંગ લેબોરેટરી એટલે શું? કોરોના સાથે તેનો શું છે સંબંધ?

  સિમ્યૂલેશન દર્શાવે છે કે કઇ રીતે એક્સ રેનો પ્રકાશ બ્લેક હોલની પાસેના પ્લાઝ્માથી આવીને પહેલા ગરમ ગેસને એક્રિશન ડિસ્કમાં ફુલાવે છે. આ ગરમ પ્લાઝ્મા ફુગ્ગાની જેમ ફેલાય છે અને આજુબાજુની ઠંડી ગેસને પ્રભાવિત કરી શકે છે. આ ગેસના ફુગ્ગા એક્રિશન ડિસ્કમાં જ્વાળામુખીની જેમ કામ કરે છે અને સુનામીની જેમ અડચણ ઉભી કરે છે. આ સુનામી જેમ વિશાળ સંરચના એક્રિશન ડિસ્કના પવનને રોકે છે અને ઘેરાવ બનવવાનું શરૂ કરી દે છે. દરેક ઘેરાવ એક પ્રકાશવર્ષના આકારનો હોય છે.
  " isDesktop="true" id="1112676" >

  પોતાના સિમ્યૂલેશનના પરીણામોથી સંશોધકો આશા કરી રહ્યા છે કે, તે ખગોળશાસ્ત્રીઓના અવલોકનો સાથે સમન્વિત થશે. હાલ કોઇ પણ સેટેલાઇટ અવલોકનથી તેની પુષ્ટિ થઇ શકી નથી. પરંતુ નાસાની ચંદ્રા એક્સ રે વેધશાળા અને યૂરોપીયન સ્પેસ એજન્સીની એક્સએમએસ ન્યૂટને એક્ટિવ ગેલેક્ટિક ન્યૂક્લિયસની પાસે પ્લાઝ્માની હાજરી મેળવી હતી. જેના તાપમાન અને ગતિ સિમ્યૂલેશન સાથે મળતી હતી. સંશોધકોને આશા છેકે ભવિષ્યના અભિયાનથી મજબૂત પ્રમાણ મળી શકશે.
  First published:

  Tags: Black holes, Nasa, Research

  विज्ञापन