મંગળની માટીના નમૂના મેળવવાના પહેલા પ્રયત્નમાં નિષ્ફળ રહ્યું નાસાનું રોવર, જાણો સરળ ભાષામાં તેનું કારણ

ત્યાં ધૂળ તો હતી પરંતુ તે અમુક ચુંબકીય ગુણો ધરાવતી હતી, જેની વૈજ્ઞાનિકોએ પણ કલ્પના કરી ન હતી

ત્યાં ધૂળ તો હતી પરંતુ તે અમુક ચુંબકીય ગુણો ધરાવતી હતી, જેની વૈજ્ઞાનિકોએ પણ કલ્પના કરી ન હતી

 • Share this:
  અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ એક વર્ષ પહેલા મંગળ ગ્રહ (Mars) પર પોતાનું ખાસ રોવર પ્રક્ષેપિત કર્યુ હતું. પર્સિવિયરેન્સ રોવર (Perseverance Rover)ના આ અભૂતપૂર્વ અભિયાનને ઘણા એવા પ્રયોગો માટે તૈયાર કરવામાં આવ્યું હતું જેનાથી મંગળ પર માનવીઓ માટે લાંબા સમય સુધી રહેવાની અનુકૂળ પરિસ્થિતીઓ તૈયાર કરવામાં મદદ મળી શકે. પરંતુ આ સિવાય આ અભિયાનનો અન્ય એક મુખ્ય ઉદ્દેશ્ય હતો. તેમાં પર્સિવિયરેન્સને મંગળ ગ્રહની માટીના નમૂનાઓ ભેગા કરવાના હતા. જેને પૃથ્વી પર લાવવાના અભિયાન પર પ્રયત્નો ચાલુ છે. પર્સિવિયરેન્સનો નમૂના લેવાનો પહેલો પ્રયાસ અસફળ રહ્યો છે. તેનું કારણ પણ કંઇક અનોખું જ નીકળ્યું છે.

  પહેલો પ્રયત્ન

  પર્સિવિયરેન્સે હાલમાં જ મંગળની સપાટી પર ખોદકામ શરૂ કર્યુ હતું. પરંતુ તે મંગળની માટી અને પથ્થરોના નમૂનાઓ એકત્રિત કરવામાં પોતાના પહેલા પ્રયાસમાં નિષ્ફળ રહ્યું છે. આ નમૂનાઓ પૃથ્વી પર વૈજ્ઞાનિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જેનું સંશોધન કરી મંગળ ગ્રહ વિશે ઘણી સચોટ જાણકારીઓ મળી શકશે.

  આ પણ વાંચો: પૃથ્વી પર રહીને કટાંળી ગયા છો? નાસા આપી રહ્યું છે મંગળ જેવા ગ્રહ પર રહેવાનો અવસર

  નળીમાં ન પહોંચી શક્યા પદાર્થ

  આ જ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં મંગળના જજીરો ક્રેટર પર ઉતરેલ પર્સિવિયરેન્સના આ પ્રયાસમાં યોજના અનુસાર સફળતા મળી શકી નહીં. નાસાએ શુક્રવારે જ પહેલા નમૂનાઓ મેળવવા માટે ખોદકામ શરૂ કર્યુ હતું, પરંતુ પર્સિવિયરેન્સ દ્વારા આવેલા સંકેતોથી જાણવા મળ્યું કે નમૂના વાળી નળીમાં કોઇ પણ પ્રકારની ધૂળ કે પથ્થર પહોંચી શક્યા નથી.

  પર્સિવિયરેન્સે હાલમાં જ મંગળની સપાટી પર ખોદકામ શરૂ કર્યુ હતું


  નાસાની તસવીર

  નાસાએ શુક્રવારે જ છીદ્રોવાળા નાના ટેકરાની તસવીર જાહેર કરી છે. જે રોવરની પાસે છે. આ લાલ ગ્રહ પર રોબોટ દ્વારા ખોદવામાં આવેલ પહેલો ખાડો છે. નાસાના સાયન્સ મિશન ડાયરેક્ટરના એસોસિએટ પ્રશાસક થોમસ જુર્બુકેને જણાવ્યું કે, તેમની ટીમને તે છીદ્રની શોધ ન હતી અને નવી જમીનમાં ખોદકામ હંમેશા જોખમ ભર્યુ સાબિત થાય છે.

  આ આશા છે

  જુર્બુકેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નાસાની પાસે આ કામ માટે યોગ્ય ટીમ છે અને તેઓ આ સમસ્યાને ઉકેલવા સતત પ્રયાસો કરશે. નમૂના ભેગા કરવાની પ્રક્રિયા માટે ખોદકામ કરવું પહેલું પગલું છે. તેમાં લગભગ 11 દિવસનો સમય લાગે છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય મંગળ ગ્રહ પર પ્રાચીન સૂક્ષ્મજીવનના સંકેતો વિશે જાણવાનો છે જૂના તળાવોના નિક્ષેપોમાં સંરક્ષિત થઇ ગયા હશે.

  આ પણ વાંચો: Study Abroad Tips: વિદેશમાં ભણવા જતા પહેલા કરી લો આ તૈયારીઓ

  ઓછામાં ઓછી 20 ટ્યૂબ ભરવામાં આવશે

  વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ક્રેટરમાં 3.5 અબજ વર્ષો જૂના તળાવની અવશેષો રહેલા છે. જ્યાં તે સમયે પૃથ્વીની બહારના જીવનને અનૂકુળ સ્થિતિઓ હોવાની આશા છે. પર્સિવિયરેન્સની સાથે 43 નમૂના માટેની નળીઓ મોકલાઈ છે અને આ અભિયાનમાં ઓછામાં ઓછી 20 નળીઓ ભરવાની આશા સેવવામાં આવી રહી છે. મંગળની સપાટી પર ખોદકામ કરનાર હાથ લગભગ 2.1 મીટર લાંબો છે.

  માટીની વર્તણૂક પહેલા પણ રહી છે અસામાન્ય

  મંગળ ગ્રહની સપાટીની ટેકરીઓ અને જમીન અસામાન્ય વર્તણુક દેખાડી રહી છે. આ પહેલા પણ ક્યૂરિયોસિટી રોવરને મંગળની સપાટી પર ખોદકામ કરવામાં સમસ્યાઓ આવી રહી હતી. તો સાથે જ નાસાનું ઇનસાઇડ લેન્ડર પણ પોતાના પ્લાન અનુસાર ખોદકામ કરી શક્યું ન હતું. ત્યાં ધૂળ તો હતી પરંતુ તે અમુક ચુંબકીય ગુણો ધરાવતી હતી, જેની વૈજ્ઞાનિકોએ પણ કલ્પના કરી ન હતી. આ અનુભવોને ધ્યાનમાં રાખી નાસાના વૈજ્ઞાનિક પર્સિવિયરેન્સના અનુભવ પર આશ્ચર્ય પામ્યા નહીં.

  નાસાનો ઉદ્દેશ્ય મંગળ પરથી લગભગ 30 નમૂનાઓ પૃથ્વી પર વર્ષ 2030 સુધીમાં લાવવાનો છે. આ નમુનાઓનો કેટલાય એવા ઉપકરણો દ્વારા અભ્યાસ કરાશે જે તેને લાવનાર ઉપકરણથી ઘણું સમૃદ્ધ હશે. નાસાની યોજના આગામી દાયકામાં માણસોને મંગળ પર મોકલવાની છે.
  First published: