Home /News /explained /Mother’s Day 2022: મધર્સ ડે મનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો આ દિવસનો ઇતિહાસ
Mother’s Day 2022: મધર્સ ડે મનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો આ દિવસનો ઇતિહાસ
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ‘મધર્સ ડે’ ઉજવવામાં આવે છે. (Image- shutterstock)
Mother’s Day 2022: દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ‘મધર્સ ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાની માતાને વિવિધ ભેટ આપે છે, તેમને ખાસ મહેસૂસ કરાવવા માટે પ્રેમભર્યા સંદેશ, કોટ્સ અને શાયરી પણ મોકલે છે. આવો જાણીએ આ દિવસનો ઇતિહાસ શું છે.
Mother’s Day 2022: માતા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી અનમોલ હોય છે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ એ ઉક્તિ બાળક જેમ-જેમ મોટું થાય તેમ-તેમ તેને વધારે સમજાય છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય, પણ મા નો પ્રેમ નિસ્વાર્થ અને અકબંધ રહે છે. મા ની મમતા અને પ્રેમ બાળક માટે બહુ જરૂરી હોય છે. આમ તો માતા બાળક પર પોતાનું સમગ્ર જીવન કુરબાન કરી નાખે છે, બાળકોની ખુશીમાં તે ખુશી અને તકલીફોમાં દુઃખ વહેંચે છે. મા વગર જીવનની કલ્પના જ અશક્ય છે. એવામાં બાળકો પોતાની માતા માટે કંઈક સ્પેશિયલ કરવા માગે છે. મા ની આ જ મમતાને સન્માન આપવા માટે ‘મધર્સ ડે’ ઉજવવામાં આવે છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે 8 મે એ મધર્સ ડે (Mother’s Day 2022) ઉજવાઈ રહ્યો છે.
‘માતૃ દિવસ’ પર લોકો પોતાની માતાને વિવિધ ભેટ આપે છે, તેમને ખાસ મહેસૂસ કરાવવા માટે પ્રેમભર્યા સંદેશ, કોટ્સ અને શાયરી પણ મોકલે છે. આમ તો વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી અલગ-અલગ તારીખે થાય છે, પણ ભારત સહિતના ઘણાં દેશોમાં આ દિવસ મે ના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આજે આપણે ‘મધર્સ ડે’ ના ઇતિહાસ (Mother’s Day History) અને મહત્વ વિશે જાણીએ.
આ દિવસને મનાવવાની શરૂઆત ઔપચારિક રીતે 1914માં એના જાર્વિસ નામની એક અમેરિકન મહિલાએ કરી હતી. એના પોતાની મા ને આદર્શ માનતી હતી અને તેને બહુ જ પ્રેમ કરતી હતી. જ્યારે એનાની માનું નિધન થયું તો તેણે ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લઇને પોતાનું જીવન માતાને સમર્પિત કરી નાખ્યું. તેમણે માતાને સન્માન આપવા માટે મધર્સ ડે મનાવવાની શરૂઆત કરી. એ દિવસોમાં યુરોપમાં આ ખાસ દિવસને મધરિંગ સંડે કહેવામાં આવતો હતો.
9 મે 1914 ના રોજ કાયદો પસાર થયો
એનાના આ પગલાં બાદ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને ઔપચારિક રીતે 9 મે 1914 ના રોજ મધર્સ ડે મનાવવાની શરૂઆત કરી. આ ખાસ દિવસ માટે અમેરિકી સંસદમાં કાનૂન પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેને અમેરિકા સહિત યુરોપ, ભારત અને અન્ય દેશોમાં પણ સ્વીકૃતિ મળી.
‘મધર્સ ડે’ મનાવવા પાછળનો ઉદ્દેશ (Mother’s Day Significance)
પોતાની માતાને ખાસ મહેસૂસ કરાવવા, તેમના માતૃત્વ અને પ્રેમને સન્માનિત કરવાના ઉદ્દેશથી બાળકો ‘મધર્સ ડે’ ઉજવે છે. છેલ્લા કેટલાક દાયકામાં મા ને સમર્પિત આ દિવસને ખાસ રીતે મનાવવામાં આવે છે. આ વાસ્તવમાં એ માતાઓ માટે એક વિશેષ દિન છે જે મોટાભાગે પુરુષ પ્રધાન સમાજમાં છે. આ દિવસે લોકો પોતાની માતા સાથે સમય પસાર કરે છે. તેમના માટે ગિફ્ટ અથવા સરપ્રાઇઝ પ્લાન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર