Home /News /explained /શું છે Molnupiravir; કોરોના સામેની લડાઈમાં કેટલી અસરકારક?

શું છે Molnupiravir; કોરોના સામેની લડાઈમાં કેટલી અસરકારક?

કોરોના મહામારીના (Corona epidemic) કારણે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે,

What is Molnupiravir, corona medicine: યુરોપિયન દેશોમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. રસીકરણ અભિયાન(vaccination) હોવા છતાં હજી સુધી નિયંત્રિત થયુ નથી. દરમિયાન કોવિડ-19 (coronavirus) ના દર્દીઓની સારવાર માટે ગોળી શરૂ કરવામાં આવી છે. આ ગોળીનું નામ Molnupiravir છે. ઈંગ્લેન્ડ સરકારે દર્દીઓ પર આ ગોળીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી:  વિશ્વમાં કોરોના મહામારીના (Corona epidemic) કારણે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ હજુ પણ આ મહામારીનો અંત નથી આવી રહ્યો. અત્યાર સુધી કોરોનાને અટકાવવાનો સૌથી અસરકારક માર્ગ રસીકરણને (Vaccination) માનવામાં આવે છે. પરંતુ કોઈ દાવો કરી શકતું નથી કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સના (Variants) આગમન સાથે 100 ટકા તે અસરકારક રહેશે. રસીકરણ હોવા છતાં લોકોને કોરોના થઈ શકે છે. એ હકીકત છે. દરમિયાન, ગોળી આવવાથી આ જંગને વધુ તીવ્રતા મળવાની સંભાવના છે. દર્દીને પાંચ દિવસ સુધી સવાર-સાંજ એક-એક ગોળી લેવાની જરૂર પડશે.

કંપનીનો દાવો
મર્ક (Merk) કંપનીનો દાવો છે કે તે કોરોના સામે લડવામાં અસરકારક રીતે ઉપલબ્ધ પ્રથમ ટેબલેટ છે. મર્કએ દવા વિકસાવવા માટે અમેરિકાની રિજબેક બાયોથેરાપ્યુટિક્સ (Ridgeback Biotherapeutics) કંપની સાથે ભાગીદારી કરી છે. કંપનીનો દાવો છે કે ગોળીના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે તેનાથી દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનું અથવા મૃત્યુ થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થયું છે.

ટ્રાયલમાં 775 લોકોનો કરાયો સમાવેશ
કંપનીએ કહ્યું છે કે આ ટ્રાયલમાં 775 લોકો સામેલ હતા. પ્રાથમિક ડેટા અનુસાર, કોવિડ-19 સંક્રમણના 5 દિવસની અંદર દવા લેનારા દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ 50 ટકા ઘટ્યું હતું.

આ પણ વાંચો:  આજે લાલકૃષ્ણ અડવાણીનો 95મો જન્મ દિવસ, સોમનાથની રથયાત્રા રાજનીતિનો ટર્નિંગ પોઇન્ટ

કંપનીએ ટ્રાયલની વિગતવાર આપી માહિતી
કંપનીએ ટ્રાયલની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે Molnupiravir લેનારા માત્ર 7.3 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અથવા મૃત્યુ પામ્યા હતા, જ્યારે કોરોનાના દર્દીઓમાં ડમી ગોળીઓ આપવામાં આવી હતી તેમાં 14.1 ટકા દર્દીઓ હતા. સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે મોલ્નુપિરાવીરનું સેવન કરતા દર્દીઓમાંથી કોઈનું મોત થયું નથી, જ્યારે તેની ડમી ગોળી આપવામાં આવેલા દર્દીઓમાંથી 8નું મોત નીપજ્યું હતું.

આ ગોળી કેવી રીતે કામ કરે છે (How Does Molnupiravir Works)
આ દવા આપણા શરીરની આરએનએ મિકેનિઝમના વિકારોને મટાડે છે. આ જ આરએનએ મિકેનિઝમને કારણે આપણા શરીરમાં પ્રવેશ્યા પછી વાયરસ આપોઆપ વધી જાય છે. આ રીતે આ ગોળી શરીરમાં વાયરસની સંખ્યા વધતી અટકાવે છે. આ રીતે જ્યારે શરીરમાં વાયરસની સંખ્યા ઓછી થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં વ્યક્તિ ગંભીર રીતે બીમાર થવાનું ટાળે છે. ઈંગ્લેન્ડની ડ્રગ રેગ્યુલેટરી બોડી આવું જ કહે છે.

આ પણ વાંચો:  દિલ્લીની 10 મોટી ખબરોઃ દિલ્લી-એનસીઆરમાં જીવલેણ હવાનો કહેર, AQI 550થી વધું

કંપનીનું કહેવું છે કે પ્રિ-ક્લિનિકલ અને ક્લિનિકલ ડેટા દર્શાવે છે કે મોલ્નુપિરાવીર સૌથી સામાન્ય સાર્સ-સીઓવી-2 વેરિએન્ટ જેવા ડેલ્ટા સામે પણ સંપૂર્ણપણે અસરકારક છે. આ વેરિએન્ટ સૌ પ્રથમ ભારતમાં મળી આવ્યું હતું.

આને Lagevrio નામથી પણ એળખાય છે.
ઈંગ્લેન્ડની ડ્રગ્સ રેગ્યુલેટરી બોડીનું કહેવું છે કે આ ગોળીને લગેવરિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોવિડ-19 ના સંક્રમણ પછી તરત જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તેણે તેના દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે.

ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ પર અસરકારક
ઈંગ્લેન્ડની ડ્રગ રેગ્યુલેટરી બોડીએ કહ્યું છે કે, આ ગોળી ડાયાબિટીસ, હૃદયરોગ, સ્થૂળતા વગેરેથી પીડાતા દર્દીઓને પણ આપી શકાય છે જ્યારે તેઓ કોરોનાથી સંક્રમિત હોય. આવા રોગોથી પીડાતા લોકોમાં તેની કોઈ વિશેષ આડઅસરો નથી.

આ પણ વાંચો: એન્જિનિયરથી લઈને મેનેજર સુધીની પોસ્ટ પર સરકારી નોકરી, 1.23 લાખ સુધી મળશે પગાર

ભારતમાં ક્યારે મળશે આ દવા
ડ્રગ્સ રેગ્યુલેટરી બોડીએ ભારતમાં દવાના ઉપયોગ અંગે કોઈ હજી નિર્ણય લીધો નથી. આવી સ્થિતિમાં આ સમયે ભારતમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. કંપનીનું કહેવું છે કે તે આ ગોળીનું વ્યાપક ઉત્પાદન કરી રહી છે અને આ વર્ષના અંત સુધીમાં તે તેનો એક મિલિયન ડોઝ બનાવવા જઈ રહી છે. તેઓએ અમેરિકા સાથે આ ગોળીના 17 મિલિયન ડોઝ માટે સમજોતો કરી લીધો છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Ccoronavirus, Corona medicine, Explained, કોરોના વાયરસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन