Home /News /explained /Modi@08: મોદી સરકારના આઠ વર્ષ, જાણો આ વર્ષોમાં કેવી રહી PM મોદીની વિદેશ નીતિ

Modi@08: મોદી સરકારના આઠ વર્ષ, જાણો આ વર્ષોમાં કેવી રહી PM મોદીની વિદેશ નીતિ

પીએમ મોદી ફાઇલ તસવીર

8 Years of Modi Government: PM મોદીએ સતત આઠ વર્ષ સુધી દેશની સત્તા સંભાળી અને ભારત સાથે વૈશ્વિક મંચ પર પણ મજબૂત હાજરી આપતા જોવા મળ્યા. વર્ષ 2014થી એટલે કે પીએમ મોદીએ સત્તા સંભાળતાની સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના માટે સ્થાન બનાવવાનું શરૂ કર્યું હતું.

વધુ જુઓ ...
  Modi@08 Foreign Policy:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સરકારના આઠ વર્ષ (8 Years of Modi Government) પૂર્ણ થવા પર તેમની વિદેશ નીતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. તેઓ એ ભારતીય વડાપ્રધાનોમાંના એક છે જેમણે સતત આઠ વર્ષ સુધી દેશની સત્તા સંભાળી અને ભારત સાથે વૈશ્વિક મંચ પર પણ મજબૂત હાજરી આપતા જોવા મળ્યા. આ સમયગાળા દરમિયાન વિદેશી બાબતોમાં એક સ્પષ્ટ અને વ્યક્તિત્વ પ્રેરિત, દ્વિપક્ષીય આર્થિક સંબંધો પર ભાર મૂકતી અને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં બહુપક્ષીય મંચ પર નેતૃત્વ પૂરું પાડતી નીતિ જોવા મળી. દુનિયાની સાથે સાથે ભારતીય વિદેશ નીતિમાં પણ બદલાતી પરિસ્થિતિમાં નવો તબક્કો જોવા મળ્યો છે.

  આર્થિક વર્તુળને વિસ્તારવાના પ્રયાસો

  વર્ષ 2014થી એટલે કે પીએમ મોદીએ સત્તા સંભાળતાની સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના માટે સ્થાન બનાવવાનું શરૂ કર્યું. 2000ના દાયકાની શરૂઆતમાં ચીને આવી જ કવાયત શરુ કરી હતી. ભારતે તેના આર્થિક વર્તુળને વિસ્તારવાનો પ્રયાસ કર્યો જ્યાં વૈશ્વિક રાજકારણમાં ઝડપી વૃદ્ધિ માટે વધુ ચર્ચાની જરૂર હતી.

  આ પણ વાંચો: Modi@8: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું?

  પહેલા ન હતો આવો માહોલ

  ભારતીય વિદેશ નીતિમાં આ એક મોટો ફેરફાર હતો, પરંતુ આવો માહોલ પણ તદ્દન અલગ હતો. સ્વતંત્રતા પછીના ચાર દાયકાઓ સુધી ભારત બિન-જોડાણના સિદ્ધાંતોને વળગી રહ્યું અને શીત યુદ્ધની દોડનો ભાગ અથવા પ્યાદા બનવાનો ઇનકાર કર્યો. આ પછી પણ ભારતે સોવિયત સંઘ સાથે સૈન્ય સંબંધો જાળવી રાખ્યા.

  modi@8
  PM મોદીની વિદેશ નીતિએ પાછલા આઠ વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધો પર વધુ ભાર મૂક્યો છે. (Image- Wikimedia Commons)


  1990 પછીનો સમય અને અમેરિકા

  1990 પછીનો સમય ખૂબ જ પરિવર્તનશીલ હતો. આર્થિક ઉદારીકરણે વિદેશી રોકાણનો માર્ગ બનાવ્યો. અમેરિકાના વધતા રોકાણને કારણે મોદી સરકાર બની ત્યાં સુધી ભારત અને અમેરિકા પણ આર્થિક રીતે નજીક આવી ગયા. પરંતુ આ પછી પણ મોદી સરકારે પોતાનો રસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો અને આજે અમેરિકાની આગેવાની હેઠળના ક્વોડ દેશોના સભ્ય બન્યા પછી પણ ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતું રહે છે.

  બધા સાથે મજબૂત સંબંધ બનાવવાના પ્રયાસો

  તાજેતરના ક્વાડ સંમેલનમાં પણ ભારતે રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દાઓને સામે આવવા દીધા ન હતા અને આ સમગ્ર સંમેલન દરમિયાન રશિયાનું નામ પણ લેવામાં આવ્યું ન હતું. ભારતે અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન સાથે દ્વિપક્ષીય સંબંધો બનાવવાના પ્રયાસો કર્યા. રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા વિરુદ્ધ ન જવા છતાં ભારતે પશ્ચિમી દેશો સાથેના સંબંધોને કમજોર થવા દીધા નથી.

  modi@8
  પીએમ મોદી આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ વૈશ્વિક નેતા તરીકે ઉભરતા જોવા મળ્યા છે. (Image- Wikimedia Commons)


  દબાણમાં ન આવવાની નીતિ

  પરંતુ બીજી તરફ ભારત પશ્ચિમી દેશોના દબાણમાં આવી રહ્યું નથી. ક્વાડમાં તે અમેરિકાનો સહયોગી બન્યો છે તો ચીન સાથે પણ ઘણાં મુદ્દા પર વાતચીત ખૂલી છે અબે ભારત પોતાના દ્વિપક્ષીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. તો ભારત અમેરિકાની ઘણી નીતિઓની ટીકા કરવામાં જરાય શરમાતું ન હતું, તેથી અમેરિકાએ ચીન વચ્ચેના ટ્રેડવોરને પોતાની અસર ન થવા દીધી અને જરૂરી પગલાં પણ લીધા.

  આ પણ વાંચો: Modi Govt 8 Years: AIIMSથી લઈને ગ્રીન એરપોર્ટ, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપેલી આઠ ભેટ

  પડોશીઓ સાથે સ્પષ્ટ અને ઉષ્માભર્યા સંબંધો

  જરૂર પડ્યે નેપાળ સાથે કડકતા દાખવવામાં આવી હતી, જ્યારે માલદીવને પણ પાણી અને કોવિડની રસી સહિત અન્ય જરૂરિયાતો માટે મદદ આપવામાં આવી હતી. સાથે જ બાંગ્લાદેશને ઇસ્લામિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તો શ્રીલંકા સંકટમાં તેની માનવીય મદદ કરવા પણ તૈયાર હતું. હિંદુત્વવાદી પાર્ટીની સરકાર આવ્યા પછી પણ મધ્ય પૂર્વ સાથેના સંબંધો મજબૂત થયા.

  પરંતુ છેલ્લા આઠ વર્ષમાં પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધો માત્ર ખરાબ થયા છે. મોદી સરકારે શરૂઆતમાં બંને દેશો સાથે સારા સંબંધો બનાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ બાદમાં સ્થિતિ વણસી હતી. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના મુદ્દે હવે પાકિસ્તાને પોતે જ ભારતથી દૂરી કરી લીધી છે. તો ચીને સરહદ પર નવા વિવાદોને જન્મ આપ્યો છે, જેના કારણે લદ્દાખ ચર્ચામાં છે. ભારતના છેલ્લા આઠ વર્ષમાં પીએમ મોદી ભારતના સૌથી વધુ વિદેશ પ્રવાસ કરનારા વડાપ્રધાન બની ગયા છે. જો કે તેની ટીકા પણ થઈ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની હાજરી ચોક્કસપણે વધી છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Know about, Modi government મોદી સરકાર, Modi govt, Narendra modi government, ભારત

  विज्ञापन
  विज्ञापन