રિસર્ચ અનુસાર મોડર્ન માનવ મસ્તિષ્કની રચના 1.7 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં થઈ હતી

પ્રતિકાત્મક તસવીર

. સ્વિત્ઝર્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ ઝુરિચના સંશોધનકર્તાઓએ આ સવાલનો જવાબ મેળવવા માટે ખૂબ જ સંશોધન (research) કર્યું છે.

  • Share this:
નવી દિલ્હી : એક સવાલ થઈ રહ્યો છે કે મોડર્ન માનવ મસ્તિષ્ક (Human Brain) ક્યારે વિકસિત થયું. આફ્રિકા (Africa)માં 2.5 મિલિયન વર્ષ પહેલા જીનસ હોમોની પ્રથમ આબાદી પાસે પ્રાચીન વાનર સમાન મસ્તિષ્ક (Brain) હતું, જે આપણા મસ્તિષ્ક કરતા અડધું છે. સ્વિત્ઝર્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ ઝુરિચના સંશોધનકર્તાઓએ આ સવાલનો જવાબ મેળવવા માટે ખૂબ જ સંશોધન (research) કર્યું છે.

સંશોધનકર્તાના રિસર્ચ અનુસાર આધિનિક માનવ મસ્તિષ્ક આફ્રિકામાં 1.7 મિલિયન વર્ષ પહેલા વિકસિત પામ્યું છે. એક એવો સમય જ્યારે વિલિપ્ત માનવ હોમોરેક્ટસ પ્રથમ વાર જોવા મળી. હોમોરેક્ટસ પ્રજાતિ આફ્રિકાથી માઈગ્રેટ થવા માટે કમ્યુનિકેશન, શિકાર અને ભોજન એકત્ર કરવા જેવા કાર્ય ખૂબ જ નિપુણતાથી કરતા હતા. રિસર્ચ અનુસાર માનવ મસ્તિષ્ક આફ્રિકાથી એશિયા તરફ વિસ્તાર પામ્યું છે.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે, UZH ટીમ ક્રિસ્ટોફ ઝોલિકોફર અને માર્સિયાના નેતૃત્વમાં સંશોધન કરી રહી હતી. સંશોધનકર્તા 1થી 2 મિલિયન વર્ષ પહેલા આફ્રિકા અને એશિયામાં રહેતા લોકોના મસ્તિષ્ક વિશે રિસર્ચ કરી રહ્યા હતા.

આ પણ વાંચો - 100 વર્ષીય વૃદ્ધાની છેડતી કરવાના આરોપમાં 70 વર્ષના વૃદ્ધને અર્ધનગ્ન કરી ગામની ગલીઓમાં ફેરવ્યા

ઝોલિકોફર જણાવે છે કે રિસર્ચ અનુસાર આધુનિક માનવ મસ્તિષ્ક સંરચના માત્ર આફ્રિકાની હોમો આબાદીમાં 1.5થી 1.7 મિલિયન વર્ષ પહેલા જોવા મળી છે.

માનવ વૈજ્ઞાનિક પોંસ ડી લિયોને જણાવ્યું કે, તેમના મસ્તિષ્કમાં વિશિષ્ટ યોજના, કાર્ય, વિચાર અને ભાષા માટેની વિશેષતા જોવા મળી છે.

આ પણ વાંચો - રાજકોટ : Corona પોઝોટિવ મહિલાની ખબર પૂછવા ફોન કર્યો, ચાલુ ફોને જ મહીલાનું મોત

સંશોધનકર્તાઓ અનુસાર જૈવ વિજ્ઞાન અને સાંસ્કૃતિક વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે. આ સમયગાળા દરમ્યાન માનવ ભાષા પણ વિકસિત પામી છે.

સંશોધનકર્તાઓએ 1થી 2 મિલિયન વર્ષ પહેલા આફ્રિકા અને એશિયામાં રહેતા લોકોના મસ્તિષ્કની તપાસ કરવા માટે ટોમોગ્રાફીનો ઉપયોગ કર્યો છે. પ્રાચીન વાનર અને મનુષ્ય સંબંધિત ડેટાની તુલના પણ કરવામાં આવી હતી.
First published: