કુદરતની કરામત: સાઇબેરીયન પર્માફ્રોસ્ટમાં 24,000 વર્ષ ફ્રોઝન રહ્યા બાદ સૂક્ષ્મ જીવ ફરી જીવીત થયું

કુદરતની કરામત: સાઇબેરીયન પર્માફ્રોસ્ટમાં 24,000 વર્ષ ફ્રોઝન રહ્યા બાદ સૂક્ષ્મ જીવ ફરી જીવીત થયું
ફાઈલ તસવીર

રશિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકોકેમિકલ અને બાયોલોજીકલ પ્રોબ્લેમના સ્ટાસ માલવિને સેલ પ્રેસના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારો અહેવાલ એ અત્યારનો સૌથી મજબૂત પુરાવો છે કે, મલ્ટિસેલ્યુલર જીવ હજારો વર્ષો ક્રિપ્ટોબાયોસિસમાં ટકી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોઈ પણ પ્રાણીને પૃથ્વી (Earth) પર પોતાનું અસ્તિત્વ ટકાવવા ઊંઘની જરૂર હોય છે. પણ તે ઊંઘ (Sleep) કેટલી હોવી જોઈએ? 8 કલાક, 18 કલાક? સામાન્ય રીતે અપવાદોને બાદ કરતાં અમુક કલાકોની ઊંઘ જરૂરી છે. જોકે, 24,000 વર્ષ સુધી હિમમાં દફન (Buried in the snow) રહ્યા બાદ તાજેતરમાં એક જંતુ વૈજ્ઞાનિકોની (Scientists) સામે આવ્યું છે. આ સૂક્ષ્મ જીવ છે. જેને bdelloid rotifer તરીકે ઓળખવામાં આવે છે. આ પાણીનો જીવ છે. નવા અભ્યાસમાં સાઈબીરિયાના પર્માફ્રોસ્ટમાં દસકાઓ સુધી જીવનાર bdelloid rotiferની યાત્રાનું વર્ણન છે.

રશિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકોકેમિકલ અને બાયોલોજીકલ પ્રોબ્લેમના સ્ટાસ માલવિને સેલ પ્રેસના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારો અહેવાલ એ અત્યારનો સૌથી મજબૂત પુરાવો છે કે, મલ્ટિસેલ્યુલર જીવ હજારો વર્ષો ક્રિપ્ટોબાયોસિસમાં ટકી શકે છે. તેઓ મેટાબોલિઝમને સંપૂર્ણ બંધ રાખે છે. તાજેતરમાં જર્નલ કરન્ટ બાયોલોજી પ્રકાશિત થયેલા પેપરમાં માલવિન સહ લેખક છે. જેમાં bdelloid rotiferના અસ્તિત્વ ટકાવવાના સાહસનું વર્ણન છે.rotiferને 'વ્હીલ એનીમલક્યુલ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવના શરીરના છેડે નાના વાળ વ્હીલ જેવા દેખાય છે, વ્હીલ તેને લેટિન ભાષાના કારણે મળ્યું છે. જ્યારે એનીમલક્યુલ્સ તેને સૂક્ષ્મ જીવના સંદર્ભમાં મળ્યું છે. માલવીનની ટીમ ડ્રિલિંગ ટેક્નિકનો ઉપયોગ કરી અંતરિયાળ સ્થાનોમાં પર્માફ્રોસ્ટના નમૂના લેવામાં તજજ્ઞ છે. સંશોધકોને rotifer 11 ફૂટની ઊંડાઈમાંથી મળ્યું હતું. સંશોધકોએ જૈવિક સામગ્રીની ઉંમર નક્કી કરવા માટેની રેડિયોકાર્બન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ઓગળી ગયા બાદ આ જીવ પોતાની જાતને ક્લોનિંગ કરી પુનઃ ઉત્પન્ન થવા સક્ષમ હતું.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાનિકો માટે પર્માફ્રોસ્ટ એક ઉપહાર છે, જે હંમેશા કઈંક આપતી રહે છે. સાઇબેરીયન rotifer અત્યારે પ્રાચીન વાયરસો, પ્રિસર્વેડ પેલેઓલિથિક બેબી હોર્સ અને ઇન્ટેક્ટ વૂલી રાઈનોસેરસની સાથે સુરક્ષિત રખાયો છે. સસ્તન પ્રાણીઓ પુનર્જીવિત નથી થતા. ત્યારે વિજ્ઞાન નાના જીવન સ્વરૂપોની પ્રભાવશાળી સ્થિતિસ્થાપકતાનું સાક્ષી રહ્યું છે. વોટર બિયર તરીકે ઓળખાતા ટારિગ્રેડેસ માઇક્રોસ્કોપિક પ્રાણીઓ છે. જેઓ ઠંડા, રેડીએશન અને બંદૂકમાંથી ફાયર કરવામાં આવે તો પણ જીવી જાય છે. સંશોધનકારોએ એન્ટાર્કટિક બરફના શેલ્ફની નીચે અનેક નાના જીવ શોધી કાઢ્યા છે.

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

સંશોધકોએ લેબોરેટરી rotiferને ફ્રીઝ કરવા અને ઓગાળવાના પ્રયોગ કર્યા હતા. જેના પરિણામો કહે છે કે, ધીમી ગતિથી ફ્રીઝ થવાની પ્રક્રિયાથી બચવા માટે વ્હીલ એનિમલક્યુલ્સમાં અજ્ઞાત તંત્ર છે. આવા સંજોગોમાં અસ્તિત્વ ટકાવી રાખી શકે તેવા વધુ જીવને શોધવા સંશોધકો પ્રયત્નશીલ છે. પ્રાણીઓ કઈ રીતે પોતાની રક્ષા - જતન કરી રીતે કરે છે, તેવું વૈજ્ઞાનિકો સમજી જાય તો મનુષ્ય જેવા અધિક જટિલ જીવ માટે ક્રાયોનિક્સને વધુ સારું બનાવવા સક્ષમ થઈ શકે છે.માલવિને કહ્યું કે, આનો મતલબ એ થયો કે, બહુકોષીય જીવને હજારો વર્ષો સુધી ફ્રીઝ કરી શકાય છે, સંગ્રહિત કરી શકાય છે અને ત્યારબાદ ફરીથી જીવિત પણ કરી શકાય છે. આવું કથા ફિક્શન લેખકોનું સ્વપ્ન રહ્યું છે. હકીકતમાં જીવ જેટલો જટિલ હોય છે, તેને સંરક્ષિત કરવો તેટલો જ મુશ્કેલ હોય છે. સસ્તનવર્ગના પ્રાણીઓ માટે એવું હાલ શક્ય નથી. તેઓ આ વાત કોઈ પણ માનવ હાઈબરનેટર્સ માટે તે ચેતવણી સાથે નોંધે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ