US સંશોધકોનો દાવો, જીવનભર રહી શકે તેવા એન્ટીબોડી ધરાવે છે માઇલ્ડ કોવિડ-19

Representative image.

આ બોન મેરોના સેમ્પલ્સમાં 15માં કોવિડ-19નું કારણ બનતા વાયરસને ટાર્ગેટ કરે તેવા એન્ટિબોડી જોવા મળ્યા હતા. જે પાંચ લોકાએ બોન મેરોના બીજા સેમ્પલ આપ્યા તેઓમાં પણ 4 મહિના બાદ આવા સેલ્સ જોવા મળ્યા હતા

  • Share this:
કોરોના મહામારીમાં સપડાયેલ વિશ્વના તમામ દેશો તેમાંથી બહાર નીકળવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન કોરોના વાયરસ અને એન્ટિબોડીને લઇને અનેક સંશોધનો અને દાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં જ યુએસના સંશોધકોએ દાવો કર્યો છે કે, જે લોકોને કોવિડ-19ના સામાન્ય લક્ષણો હોય તેમનામાં આજીવન ચાલી શકે તેવા એન્ટિબોડી બને છે અને તેનાથી વાયરસ સામે રક્ષણ મેળવી શકે છે. અમેરિકાના સેન્ટ લૂઇસ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સીટીના સંશોધનકારોએ દાવો કર્યો છે કે, વાઇરલ ઇન્ફેક્શન દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરનાર સેલ્સ લોહીમાં ભળીને ઝડપથી પરીભ્રમણ કરે છે અને એન્ટિબોડી લેવલ વધારે છે. એક વખત ઇન્ફેક્શનમાંથી રીકવર થયા બાદ મોટાભાગના કોષો મરી જાય છે અને લોહીના એન્ટિબોડીનું સ્તર પણ નીચે આવી જાય છે.

જોકે, એન્ટિબોડી ઉત્પાદન કરતા અમુક કોષો જેને લોંગ લિવ્ડ પ્લાઝ્મા સેલ્સ કહેવાય છે, તે બોન મેરોમાં પ્રવેશી ત્યાં જ રહે છે. જ્યાં તે વાયરસ સામે લડવા માટે લોહીના પ્રવાહમાં એન્ટિબોડીના નીચલા સ્તરને સતત પ્રવાહમાં રાખે છે.

વર્સીટીઝ સ્કૂલ ઓફ મેડિસિનના એસોસિએટ પ્રોફેસર અલી એલ્લેબેડીએ જણાવ્યું કે, પહેલા સંક્રમણ લાગ્યાના 11 મહિના પછી અમને લોકોમાં એન્ટિબોડી બનાવતા કોષો મળ્યા હતા. આ કોષો જીવંત રહેશે અને લોકોના બાકીના જીવન માટે એન્ટિબોડી ઉત્પન્ન કરશે. જે આજીવન રોગપ્રતિકાર શક્તિ માટે એક સ્પષ્ટ પૂરાવો છે. નેચર જર્નલમાં પણ અમુક અભ્યાસો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

અભ્યાસ માટે ટીમમાં 77 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમને પ્રથમ ચેપ લાગ્યાના એક મહીના બાદ તેમના લોહીના નમૂનાઓ લેવાયા અને 3 મહિના સુધી અભ્યાસ કરાયો હતો. ટીમ દ્વારા શરૂઆતી ચેપના 7થી 8 મહીના પછી તેમાંથી 18 લોકોના બોન મેરો લેવામાં આવ્યા. સરખામણી કરવા માટે વૈજ્ઞાનિકોએ 11 એવા લોકોના બોન મેરો પણ લીધા જેમને ક્યારેય કોરોનાનો ચેપ લાગ્યો નથી.

આ બોન મેરોના સેમ્પલ્સમાં 15માં કોવિડ-19નું કારણ બનતા વાયરસને ટાર્ગેટ કરે તેવા એન્ટિબોડી જોવા મળ્યા હતા. જે પાંચ લોકાએ બોન મેરોના બીજા સેમ્પલ આપ્યા તેઓમાં પણ 4 મહિના બાદ આવા સેલ્સ જોવા મળ્યા હતા. જોકે તે 11 લોકો કે જેને ક્યારેય પણ કોરોનાનો ચેપ નહોતો લાગ્યો, તેઓમાં આવા એન્ટિબોડી બનાવતા સેલ્સ જોવા મળ્યા ન હતા.

કોવિડ-19ની માઇલ્ડ અસર પણ આજીવન રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાનું કારણ બનશે. હકીકતમાં રસીકરણનો આ જ સિદ્ધાંત છે. જે એન્ટિજન પ્રેરિત પ્રક્રિયાને વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેવું પણ સામે આવ્યું છે કે માઇલ્ડ ઇન્ફેક્શન ધરાવતા લોકોને રિઇન્ફેક્શન લાગવાનો દર માત્ર 2 ટકા છે, જે ખૂબ ઓછો ગણાવી શકાય. તેમ ગુરૂગ્રામના ફોર્ટિસ મેમોરિયલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ન્યૂરોલોજીના હેડ અને ડાયરેક્ટર પ્રવિણ ગુપ્તાએ કહ્યું હતું.

વધુમાં તેણે જણાવ્યું કે, આ જ તથ્યના આધારે હર્ડ ઇમ્યૂનિટીનો સિદ્ધાંત બનાવાયો છે. જો મોટા પ્રમાણમાં લોકોને માઇલ્ડ ઇન્ફેક્શન થાય તો તેનાથી લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી પેદા થશે.
First published: