Home /News /explained /

Microplastics in Human Blood: આપણા લોહીમાં દોડી રહ્યા છે માઇક્રોપ્લાસ્ટિક! પહેલી વાર થઈ સત્તાવાર પુષ્ટિ

Microplastics in Human Blood: આપણા લોહીમાં દોડી રહ્યા છે માઇક્રોપ્લાસ્ટિક! પહેલી વાર થઈ સત્તાવાર પુષ્ટિ

વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ (Plastic Pollution)ને જોતા એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણા શરીરમાં કેટલું પ્લાસ્ટિક પહોંચી રહ્યું છે. (Image- Wikimedia Commons)

Microplastics found in human blood: પ્લાસ્ટિક પ્રદૂષણ (Plastic Pollution)નો મનુષ્ય (Humans) પર કેટલો પ્રભાવ પડી રહ્યો છે તેના પર એક અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં જાણવા મળ્યું કે પાંચમાંથી ચાર લોકોના લોહીમાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણ દોડી રહ્યા છે.

વધુ જુઓ ...
  Microplastics found in human blood: પ્લાસ્ટિકનું પ્રદૂષણ (Plastic Pollution) દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. દરિયાની ઊંડાઈ સુધી પ્લાસ્ટિક પહોંચવા લાગ્યું છે. ત્યાં સુધી કે આપણામાંના ઘણા લોકોની નસોમાં પ્લાસ્ટિકની ધૂળ લોહી સાથે ભળી ગઈ છે. હાલમાં એક અભ્યાસમાં જ્યારે એ જાણવાનો પ્રયાસ કરાયો કે માનવ પેશીઓ (Human Tissues)માં સૂક્ષ્મ પ્લાસ્ટિક પ્રદૂષક (Micro Plastic Pollutants) કેટલા છે તેમાં જે પરિણામ મળ્યું તે જાણીને વૈજ્ઞાનિકોને આશ્ચર્ય ન થયું. આ અભ્યાસનું એક મોટું પરિણામ એ પણ હતું કે, પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી જે પોલિમરના દૂષણથી મુક્ત હોય. તેમાં ઊંચા પર્વતથી લઈને આપણા સૌથી આંતરિક અંગો પણ સામેલ છે.

  અભ્યાસમાં શું કરવામાં આવ્યું

  આપણા લોહીમાં કેટલું સૂક્ષ્મ પ્લાસ્ટિક છે, તે જાણકારી નવી જાગૃતિ પેદા કરે છે કે પ્લાસ્ટિકનો કચરો કેટલો મોટો મુદ્દો બનતો જાય છે. એમસ્ટર્ડમની વ્રજે યુનિવર્સિટી (Vrije Universiteit Amsterdam) અને ધ એમ્સટર્ડમ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના રિસર્ચર્સે અજાણ્યા 22 સ્વસ્થ રક્તદાતાઓના લોહીના નમૂનાઓનો અભ્યાસ કર્યો, જેમાં તેઓ 700 નેનોમીટર કરતાં મોટા સામાન્ય કૃત્રિમ પોલિમરના ચિહ્નો શોધી રહ્યા હતા. તેમણે 17 નમૂનાઓમાં પ્લાસ્ટિકના બહુવિધ નમૂનાઓના પુરાવા શોધી કાઢ્યા.

  આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ જેને કહ્યો Black Hole એ નીકળ્યો Vampire Star, આસપાસના તારાને જ ગળી રહ્યો છે!

  તેમાં PET પણ સામેલ હતા

  આ નમૂનાઓમાં મળી આવેલા માઇક્રોપ્લાસ્ટિક્સમાં પોલિઇથિલિન ટેરેફ્થાલેટ (PET)નો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કપડાંથી લઈને પીવાની બોટલ સુધીની દરેક વસ્તુમાં થાય છે. આ ઉપરાંત તેમાં સ્ટાયરીનના પોલિમર પણ મળી આવ્યા હતા જે વાહનોના પાર્ટ્સ, કાર્પેટ, ફૂડ કન્ટેનર વગેરેમાં જોવા મળે છે. લોહીના પ્રત્યેક મિલીલીટરમાં સરેરાશ 1.6 માઇક્રોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી મળી આવી હતી, જેમાં સૌથી વધુ માત્રા 7 માઇક્રોગ્રામની હતી.

  Microplastics found in human blood
  પ્લાસ્ટિકનો કચરો દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી રહ્યો છે અને તેમાંથી આપણું શરીર પણ બાકાત નથી. (Image- shutterstock)


  સૂક્ષ્મ કણો શરીરમાં સરળતાથી પ્રવેશે છે

  સંશોધકો, ચકાસણી પદ્ધતિની મર્યાદાઓને કારણે કણોના કદનું ચોક્કસ વર્ણન આપી શક્યા નથી. પરંતુ તે સરળતાથી માની શકાય છે કે વિશ્લેષણની 700 નેનોમીટરની મર્યાદાની નજીકના નાના કણો 100 માઇક્રોમીટર કરતાં મોટા કણોની સરખામણીમાં શરીરમાં સરળતાથી પ્રવેશી શકે છે. તેમ છતાં તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તે આપણા સ્વાસ્થ્ય ઉપર ભવિષ્યમાં શું અસર પડી શકે છે.

  આ પણ વાંચો: કેટલા ખતરનાક હોય છે રાસાયણિક હથિયાર, રશિયા-યુક્રેન યુદ્ધમાં તેની શું અસર થશે?

  માત્રા વધતી રહેશે

  એક બાજુ આપણે એ નથી જાણતા કે આ પ્લાસ્ટિક કણોની આપણા કોશો પર રાસાયણિક અને ભૌતિક અસર શું થશે. પ્રાણીઓ પર થયેલા અભ્યાસ સૂચવે છે કે તેમની ગંભીર અસરો હોય છે પરંતુ તેનાથી માનવ સ્વાસ્થ્ય માટેના સીધા પરિણામો મેળવી શકાતા નથી. જોકે, સમસ્યા વધી રહી છે, તે સ્પષ્ટ છે. 2040 સુધીમાં આપણા મહાસાગરોમાં પ્લાસ્ટિકનું પ્રમાણ બમણું થઈ જશે. કાઢી નાખેલા શૂઝ, સ્ટીયરિંગ વ્હીલ્સ, ચોકલેટ રેપર્સ, પેકેટ્સ વગેરે બધું ધીમે ધીમે આપણા લોહીમાં પ્રવેશવાનો માર્ગ શોધી કાઢશે.

  Microplastics found in human blood
  પ્લાસ્ટિકની આપણા શરીર પર શું અસર પડે છે તેના પર ઊંડાણપૂર્વકનો અભ્યાસ જરૂરી છે. (Image- Pixabay)


  એક હદ પછી મુશ્કેલી નિશ્ચિત છે

  પ્લાસ્ટિકનું પ્રમાણ અત્યંત વધી જશે ત્યાર બાદ આપણું શરીર જ અમુક પ્રકારની ચેતવણી આપવાનું શરૂ દેશે. તે કોષોના વિકાસમાં પણ અસર કરી શકે છે. સંશોધકો કહે છે કે આપણે જાણીએ છીએ કે રાસાયણિક અને કણોનો સામનો કરવામાં શિશુઓ અને તરુણ બાળકો કેટલા નબળા છે. જે ચિંતાનો વિષય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Health આરોગ્ય, Research સંશોધન, Science, જ્ઞાન

  આગામી સમાચાર