Home /News /explained /Explained: કાયદાકીય સુરક્ષા હટતા ટ્વિટર પર શું અસર થશે? જાણો સંપૂર્ણ વિગત
Explained: કાયદાકીય સુરક્ષા હટતા ટ્વિટર પર શું અસર થશે? જાણો સંપૂર્ણ વિગત
પ્રતીકાત્મક તસવીર
આઇટી અધિનિયમની કલમ 79 અંતર્ગત ટ્વિટરને અપાતી સુરક્ષા હવે સમાપ્ત થઇ ગઇ છે. કાયદાકીય સંરક્ષણ ખતમ થતા જ એક કન્ટેન્ટ માધ્યમ તરીકે ટ્વિટર સામે કોઇ પણ દંડાત્મક કાર્યવાહી થઇ શકે છે.
નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Micro-blogging platform twitter)ને હાલ રેસિડેન્ટ ફરીયાદ અધિકારી, નોડલ અધિકારી અને મુખ્ય અનુપાલન અધિકારીની નિમણૂક કરતી વખતે માપદંડોનું પાલન કરવામાં અસફળ રહેવા બદલ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અનુસાર તેનો મતલબ છે કે ઇન્ફર્મેશન એક્ટ (Information act)ની કલમ-79 અંતર્ગત ટ્વિટરને સોશિયલ મીડિયા (Social media) માધ્યમ તરીકે રહેવા માટે અપાયેલ સુરક્ષા હવે પરત લેવામાં આવી છે.
કલમ 79માં જણાવાયું છે કે, કોઇ પણ માધ્યમને તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કે હોસ્ટ કરાયેલ કોઇ ત્રીજા પક્ષની જાણકારી, ડેટા કે સંદેશાવ્યવહાર માટે કાયદાકીય રીતે અથવા અન્ય રીતે જવાબદાર રાખવામાં આવશે નહીં.
આ સુરક્ષા એક્ટમાં કહેવામા આવ્યું છે કે, જો માધ્યમ કોઇપણ રીતે સંદેશાના પ્રસારણને પ્રશ્નમાં ન લે અથવા પ્રસારિત સંદેશનો રિસીવર પસંદ કરે અને ટ્રાન્સમિશનમાં સમાવિષ્ટ કોઇ પણ માહિતીમાં ફેરફાર ન કરે તો, તો આ સંરક્ષણ લાગુ થશે.
તેનો મતલબ એવો છે કે, જ્યાં સુધી માધ્યમ એક મેસેન્જર તરીકે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને મેસેજ પહોંચાડવાનું કામ તે સામગ્રીમાં હસ્તક્ષેપ કર્યા વગર કરે છે, તો તે માધ્યમ કોઇ પણ કાયદાકીય કાર્યવાહીથી સુરક્ષિત રહેશે.
શું છે કેન્દ્ર સરકારની ફરિયાદ?
બુધવારે ટ્વિટરમાં કાયદા અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યુ કે, ટ્વિટરને કાયદાનું પાલન કરવા અનેક તકો અપાઇ પરંતુ તે જાણી જોઇને પાલન નથી કરી રહ્યું.
પ્રસાદે વધુમાં જણાવ્યું કે, આ આશ્ચર્યજનક છે કે જે ટ્વિટર પોતાને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષકાર તરીકે ચિત્રિત કરે છે અને કાયદાના અમલની વાત કરે છે, તેણે જ આઇટી નિયમોને ગણકાર્યા નથી. આ સિવાય ચોંકાવનારી વાત એ છે કે ટ્વિટર દેશના કાયદા દ્વારા અનિવાર્ય પ્રક્રિયા સ્થાપિત કરવાથી મનાઇ કરીને યૂઝર્સની ફરિયાદોને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સિવાય તે મીડિયા સાથે છેડછાડની નીતિ ત્યારે જ પસંદ કરે છે જ્યારે તે ઉપયુક્ત હોય.
ટૂંકમાં કહી તો, આઇટી અધિનિયમની કલમ 79 અંતર્ગત ટ્વિટરને અપાતી સુરક્ષા હવે સમાપ્ત થઇ ગઇ છે. કાયદાકીય સંરક્ષણ ખતમ થતા જ એક કન્ટેન્ટ માધ્યમ તરીકે ટ્વિટર સામે કોઇ પણ દંડાત્મક કાર્યવાહી થઇ શકે છે.
તેનો અર્થ છે કે જો કોઇ યૂઝર ટ્વિટર પર કોઇ એવું કન્ટેન્ટ પોસ્ટ કરે છે, જે કોઇ પ્રકારની હિંસા તરફ દોરે છે, કે પોસ્ટમાં ભારતીય કાયદાનું ઉલંઘન થાય છે તો માત્ર ટ્વિટ કરનાર વ્યક્તિ જ નહીં પરંતુ ટ્વિટર પણ કાયદાકીય રીતે જવાબદાર ગણાશે. કારણ કે હવે તેની પાસે કાયદાકીય સંરક્ષણ નથી.
લાંબા સમયગાળે તેવી પણ સૈદ્ધાંતિક સંભાવના છે કે ટ્વિટર મીડિયા અને પ્રકાશનમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની 26 ટકાની સીમા માટે આધિન બની જશે, જેનો અર્થ છે કે માધ્યમને બાકી રહેલ 74 ટકા ભાગ માટે એક ભારતીય ખરીદાર શોધવા માટે મજબૂર કરવામાં આવી શકે છે.
" isDesktop="true" id="1105847" >
યુપીમાં ટ્વિટર સામે નોંધાઇ પહેલી ફરીયાદ
મળતી માહિતી મુજબ સરકાર દ્વારા બનાવવામાં આવેલ નિયમનું પાલન નહીં કરવાના કારણે ટ્વિટરને મળી રહેલ કાયદાકીય સંરક્ષણ ખતમ થઇ ગયું છે. તેને 25 મેથી ખતમ કરી દેવામાં આવ્યું છે. આઇટી એક્ટની કલમ 79 ટ્વિટરને કોઇ પણ કાયદાકીય કાર્યવાહી, માનહાનિ કે દંડથી છૂટ આપતી હતી. કાયદાકીય સંરક્ષણ ખતમ થતા જ ટ્વિટર સામે પહેલો મામલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નોંધવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર