Explained: સાત પ્રશ્નોના જવાબમાં જાણો મેટરનીટી બેનિફિટનો કાયદો, કોણ લઈ શકે લાભ?

તસવીર: Shutterstock)

ઘણી મહિલાઓ આ લાભ લેવા જાગૃત નથી અથવા તો તેઓ કાયદાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતી નથી.

  • Share this:
ગર્ભવતી મહિલાઓ (Pregnant women) માટે સરકારના નિયમ મુજબ મેટરનીટી બેનિફિટ (Maternity Benefits) મળે છે. દર વર્ષે અનેક મહિલાઓ મેટરનીટી બેનિફિટ મેળવે છે. જોકે, ઘણી મહિલાઓ આ લાભ લેવા જાગૃત નથી અથવા તો તેઓ કાયદાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતી નથી.

પ્રશ્ન - 1 મેટરનીટી બેનિફિટ એકટની અમલવારી કયાં થાય છે?

જવાબ- દરેક ફેક્ટરી, ખાણ તેમજ વાવણી માટેની જગ્યાઓ, 10થી વધુ કર્મચારીઓ ધરાવતી ઓફીસ અથવા દુકાનોમાં મેટરનીટી બેનિફિટ એકટની અમલવારી થઈ શકે છે.

પ્રશ્ન - 2 શું નોકરીમાં લાગ્યાની તારીખથી ડિલિવરી માટેની તારીખ વચ્ચે 12 મહિનાનો ગાળો હોવો જોઈએ?

જવાબ-  નિયમ મુજબ 12 મહિનાની નોકરીમાં મહિલાએ ઓછામાં ઓછા 80 દિવસ નોકરી કરી હોવી જોઈએ.

બાળકોના રક્ષણ માટેનો POCSO કાયદો શું છે? આટલું જાણવું છે આવશ્યક

પ્રશ્ન - 3 કસુવાવડ માટેનો નિયમ શું? કુદરતી કસુવાવડના પુરાવા રજૂ કર્યા બાદ કર્મચારી 42 દિવસની પેઇડ મેટરનિટી રજા માટે હકદાર છે?

જવાબ-  આ માટે અધિનિયમની કલમ 6, 9 અને 10ની જોગવાઈનો સંદર્ભ લેવો જરૂરી છે. કલમ 6 મુજબ મહિલાઓ 26 અઠવાડિયાની રજાના લાભ માટે હકદાર છે. જોકે, તે અપેક્ષિત ડિલિવરીની તારીખના 8 સપ્તાહ પહેલા ન મળે.

પ્રશ્ન - 4 સગર્ભાવસ્થા દરમિયાન રોજગારમાંથી છૂટા કરી દેવાય?

જવાબ-  કલમ 12 મુજબ જો સગર્ભા મહિલા રજા મેળવે, તેવા કિસ્સામાં આ નિયમ હેઠળ કોઈપણ સગર્ભા સ્ત્રીઓના નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં. જો બરતરફ કરાઈ હોય તો પણ તે મેટરનીટી બેનિફિટ માટે હકદાર છે. જોકે આ નિયમ ગેરવર્તન માટે બરતરફીના કિસ્સામાં લાગુ થશે નહીં.

પ્રશ્ન - 5 મેટરનીટી બેનિફિટમાં વળતરનું શું?

જવાબ-  સામાન્ય રીતે માસિક પગાર આપવા માટે એમ્પ્લોયર બંધાયેલા છે. અમુક કિસ્સામાં ડિલિવરીની તારીખના સર્ટિફિકેટ સબમિટ થયા બાદ લાભ મળે છે. આ મામલે કલમ 6(5)માં જાણકારી આપેલ છે. મહિલા કર્મચારીની અપેક્ષિત ડિલિવરીની તારીખ પહેલાના સમયગાળામાં બેનિફિટનું વળતર અગાઉથી ચૂકવાઈ શકે. ત્યારબાદના સમયગાળા માટે તે પ્રૂફ અપાયાના 48 કલાકની અંદર ચૂકવણી કરવામાં આવશે.

Explained: જાણો, ઘરેલુ હિંસા વિશે બધું વિગતવાર

પ્રશ્ન - 6 ઘોડિયાધરની સુવિધા ક્યાં કેવી રીતે મળે?

જવાબ-  50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ કે શાખામાં ઘોડિયાધરની સુવિધા મળી શકે. આ સુવિધા વ્યક્તિગત અથવા તો કોમન પણ હોય શકે.

પ્રશ્ન - 7 મેટરનીટી બેનિફિટ મેળવ્યા બાદ કોઈ અંકુશ છે?

જવાબ-  મેટરનીટી બેનિફિટ લીધા બાદ તુરંત રાજીનામું આપી શકાય છે. તેમાં કોઈ પ્રતિબંધ નથી.

First published: