Home /News /explained /

એકાએક નહોતો સુકાયો લાલગ્રહ: મંગળ પરના નવા અભ્યાસથી સામે આવ્યા ચોંકાવનારા તારણો

એકાએક નહોતો સુકાયો લાલગ્રહ: મંગળ પરના નવા અભ્યાસથી સામે આવ્યા ચોંકાવનારા તારણો

પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં જ નાસાએ મંગળ પર પર્સીવિયરેંસ રોવર ઉતાર્યું હતું. આ દરમિયાન તેના ક્યુરોસિટી રોવરે મંગળના શાર્પ માઉન્ટ નામના વિસ્તારનું વિશ્લેષણ કર્યું હતું અને જાણકારી મેળવી હતી

નવી દિલ્હી : મંગળ ગ્રહ (Mars) પર જીવન (Life)ની શક્યતા તપાસવા વૈજ્ઞાનિકો(Scientists)એ અનેક સંશોધનો (Study) કર્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં મંગળનું સંશોધનકાર્ય તેજ બન્યું છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા આ સંશોધનમાં સૌથી આગળ છે. તાજેતરમાં જ નાસાએ મંગળ પર પર્સીવિયરેંસ રોવર ઉતાર્યું હતું. આ દરમિયાન તેના ક્યુરોસિટી રોવરે મંગળના શાર્પ માઉન્ટ નામના વિસ્તારનું વિશ્લેષણ કર્યું હતું અને જાણકારી મેળવી હતી. જેના પરથી જાણવા મળ્યું કે, મંગળ એક ઝટકે જ ક્યારેય સુકો ગ્રહ નહોતો બન્યો. મંગળ ઉપર અનેક વખત સૂકા અને ભેજવાળો સમય જોવા મળ્યો હતો.

ક્યુરોસિટીનો ધ્યેય

તાજેતરમાં જીયોલોજી જર્મનમા પ્રકાશિત અહેવાલ જણાવે છે કે, ત્રણ અરબ વર્ષ પહેલા સંપૂર્ણ રીતે મંગળ સુકાઈ ગયો હતો. જોકે, તે પહેલા મંગળ પર અનેક સૂકા અને ભેજવાળા યુગ વીતી ગયા. આ શોધના સહલેખક અને લોસ એલમોસ નેશનલ લેબોરેટરીના કેમકેમ ટીમના વૈજ્ઞાનિક રોજર વિન્સ કહે છે કે, ક્યુરોસીટી મિશનનું મુખ્ય લક્ષ્ય મંગળનું રહેવાલાયક વાતાવરણ સૂકા અને ભેજવાળા વાતાવરણમાં કેવી રીતે ફેરવાઈ ગયું તે જાણવાનું હતું.

આ પણ વાંચો - દુનિયામાં માત્ર આ દેશમાં જ મળે છે વ્રતનું સિંધવ મીઠું, બહુ ઓછા લોકો જાણતા હશે સિંધવ મીઠાની રસપ્રદ માહિતી

ખાસ સાધનોના ઉપયોગથી શોધ

મંગળના શાર્પ પર્વત પર મળેલા ખડકો પરથી ઘણી જાણકારી મળી છે. આ ખડકો મંગળના વાતાવરણમાં આવેલા ફેરફારની જાણકારી આપે છે. કેમકેમ નામનું ઉપકરણ મોટા ખડકોને વરાળ બનાવી નાખે છે. આ ઉપકરણને રોવરમાં લગાવવામાં આવ્યું છે. જેનું મુખ્ય કામ મંગળ ઉપરના ખડકોની અંદરના રાસાયણિક સંરચનાનું વિશ્લેષણ કરવાનું છે. આ અભ્યાસ ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ ના સંશોધક વિલિયમ રૈપિનની આગેવાનીમાં થઈ રહ્યું છે તેવું વિન્સનું કહેવું છે.

વિસ્તૃત સંશોધનથી મળી રોચક માહિતી

કેમકેમ ઉપર લગાવવામાં આવેલા કૅમેરાના ઉપયોગથી શાર્પ પર્વત પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ફલિત થયું કે, મંગળનું વાતાવરણ સૂકા અને ભેજવાળા યુગમાં બદલાતું હતું. અંતે મંગળ સંપૂર્ણ રીતે સુકાઈ ગયો. અગાઉ મંગળ આસપાસ ફરતા અંતરિક્ષ યાનના માધ્યમથી શાર્પ પર્વત પર ખનીજ સંરચના સંકેતો મળ્યા હતા. જોકે હવે કેમકેમ એ આ વિસ્તાર અંગે વધુ માહિતી મેળવી છે.

આ પણ વાંચોરિસર્ચ અનુસાર મોડર્ન માનવ મસ્તિષ્કની રચના 1.7 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં થઈ હતી

રેતીના પત્થરોના સ્તર

કેમકેમ દ્વારા શાર્પ પર્વતની સપાટી ઉપરના સ્થળોનું ઊંડાણથી અવલોકન કરવામાં આવ્યું હતું. આ પર્વતની નિર્માણ કેવી રીતે થયું તે જાણવામાં સહાયતા મળશે. ક્યુરોસિટીએ અવલોકન દરમિયાન નોંધ્યું કે, અહીંના સ્તર ઉપર ખૂબ ફેરફાર જોવા મળ્યા છે. એક તળાવ ઉપરની માટીથી આ પર્તવનો આધાર બન્યો છે.

પુરના કારણે સપાટી પર પરિવર્તન

થોડી ઊંચાઈએ સપાટી પર જતા ક્ષીણ થીયલી પાતળી સ્તરો પરથી જાણવા મળે છે કે, નદીના પૂરના કારણે તેનું સર્જન થયું હતું. આ સંકેતો મંગળ ઉપર ભેજવાળી સ્થિતિ પાછી ફરવાના છે. સંપૂર્ણ સુકાઈ ગયા પહેલાં મંગળમાં મોટા પ્રમાણમાં ઉતાર ચઢાવ આવ્યા હતા, આ સંકેતો જમીનના પરિવર્તન પરથી મળ્યા છે.

કઈ રીતે થાય છે સંશોધન

સંશોધન અભિયાન દરમિયાન રોવર પર્વત ઉપર ચઢવાનો પ્રયાસ કરશે. પર્વતના સ્તરને ખોદીને તેમાંથી ખનીજ અંગે જાણકારી મેળવાશે. કેમકેમ નામનું ઉપકરણ ઇન્ફ્રારેડ રંગની લેઝર બીમનો ઉપયોગ કરીને ખડકોના ટુકડા કરશે. ત્યારબાદ ૧૦ હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી તેને વરાળમાં ફેરવી નાખશે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પ્લાઝમા પરથી સંશોધકો ખડકોના રાસાયણિક અને ખનીજ સંરચનાનું વિશ્લેષણ કરે છે.

માહિતીનું વિશ્લેષણ કરવા માટે કેમકેમનો ઉપયોગ ફ્રેન્ચ સ્પેસ એજન્સી અને લોસ એલ્મોસ વારાફરતી કરે છે. બંને ટીમો દર અઠવાડિયે તેમના કેમેકેમના કામનો ભાગ પાડી લે છે. આ ટીમ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ સંશોધન પત્ર પ્રકાશિત કરી ચૂકી છે.
First published:

Tags: Earth, Nasa, અંતરિક્ષ, મંગળ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन