Home /News /explained /Mangal Pandey Punyatithi: આખરે શા માટે જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી પર ચઢાવવાની ના પાડી દીધી?

Mangal Pandey Punyatithi: આખરે શા માટે જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી પર ચઢાવવાની ના પાડી દીધી?

મંગલ પાંડેની આજે પુણ્યતિથિ છે. (Image- Wikimedia Commons)

Mangal Pandey Punyatithi: મંગલ પાંડે (Mangal Pandey)ને આઝાદીના પ્રથમ ક્રાંતિકારી માનવામાં આવે છે. અંગ્રેજ હકૂમત સામે આઝાદીની લડાઈની પ્રથમ ચિંગારી મંગલ પાંડેએ પ્રગટાવી હતી. તે આપણા એવા નાયક હતા, જેમણે આખા દેશને હચમચાવીને જગાડ્યો હતો.

વધુ જુઓ ...
  Mangal Pandey Punyatithi: 8 એપ્રિલ 1857નો એ દિવસ. બંગાળની બેરકપુર છાવણીનો માહોલ એ દિવસે બહુ ઉદાસ અને બોઝિલ હતો. સવારે જ્યારે રેજિમેન્ટના સૈનિકો વહેલા ઉઠવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ તેમને ખબર પડી કે મંગલ પાંડે (Mangal Pandey Death anniversary)ને વહેલી સવારે ફાંસી આપવામાં આવી છે. આ પછી સમગ્ર છાવણીમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. કોઈને અંદાજ ન હતો કે મંગલ પાંડે (Mangal Pandey)ને 10 દિવસ પહેલા જ ફાંસીએ ચઢાવવામાં આવશે. તેમની ફાંસીની સજા 18 એપ્રિલે નક્કી કરવામાં આવી હતી.

  અંગ્રેજ હકૂમત સામે આઝાદીની લડાઈની પ્રથમ ચિંગારી વાસ્તવમાં મંગલ પાંડેએ પ્રગટાવી હતી. તે આપણા એવા નાયક હતા, જેમણે આખા દેશને હચમચાવીને જગાડ્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની વિરુદ્ધ ક્રાંતિની શરૂઆત કરનાર મંગલ પાંડેએ 29 માર્ચ, 1857ના રોજ બેરકપુરમાં બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા. કોર્ટ માર્શલ બાદ તેમને 18 એપ્રિલ 1857ના ફાંસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિ બગડવાના ડરને કારણે અંગ્રેજોએ 10 દિવસ પહેલા તેમને ગુપચુપ ફાંસી આપી દીધી હતી.

  આ પણ વાંચો: શહીદ દિવસ- કેવી રીતે એક ક્રાંતિકારી વિચારધારા બની ગયા હતા ભગત સિંહ

  બેરકપુર છાવણીના સિપાહી નં. 1446

  તેઓ કલકત્તા (હાલ કોલકાતા) નજીક બેરકપુરની સૈનિક છાવણીમાં 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રીના પાયદળ સૈનિક નંબર 1446 હતા. તેમણે જગાવેલી ક્રાંતિની આગથી ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) હચમચી ગઈ હતી.

  mangal pandey punyatithi
  મંગલ પાંડેએ જગાવેલી ક્રાંતિની આગથી ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) હચમચી ગઈ હતી.


  29 માર્ચની સાંજે બ્રિટિશ અધિકારીઓ પર ગોળીબાર અને તલવારથી હુમલો કરવા તેમજ સાથી સૈનિકોને ઉશ્કેરવા બદલ તેમને બેરકપુરમાં મૃત્યુની સજા (Capital Punishment) સંભળાવવામાં આવી હતી. તે સમયે બેરકપુર છાવણીમાં ફાંસીની સજા આપવા માટે જલ્લાદને રાખવામાં આવતા હતા, પરંતુ તે જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તે પછી અંગ્રેજોએ કલકત્તાથી 4 જલ્લાદ બોલાવ્યા. આ સમાચાર મળતા જ છાવણીઓમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે અસંતોષ ફેલાયો હતો. અને આ કારણે જ મંગલ પાંડેને ચુપચાપ ફાંસી આપવામાં આવી.  29 માર્ચે શું થયું હતું?

  બ્રિટિશ ઈતિહાસકાર રોઝી લિલવેલન જોન્સનું પુસ્તક 'ધ ગ્રેટ અપરાઈઝિંગ ઈન ઈન્ડિયા, 1857-58 અનટોલ્ડ સ્ટોરીઝ, ઈન્ડિયન એન્ડ બ્રિટિશ' મુજબ, 29 માર્ચની સાંજે મંગલ પાંડે યુરોપિયન સૈનિકોના બેરકપુર પહોંચવાને લઈને બેચેન હતા. તેમને લાગ્યું કે તેઓ ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે. આ પછી તેમણે પોતાના સાથી સૈનિકોને ઉશ્કેર્યા અને અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો.

  mangal pandey punyatithi
  મંગલ પાંડેએ 29 માર્ચની સાંજે પોતાના સાથી સૈનિકો સાથે મળીને અંગ્રેજ અધિકારીઓ પર હુમલો બોલાવ્યો.


  આખરી ગોળી પોતાના પર ચલાવી

  વેગનર લખે છે કે મંગલ પાંડેએ બે અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબાર કર્યો પરંતુ નિશાનો ચૂકી ગયા, એ પછી તલવારથી હુમલો કરી તેમને ઘાયલ કરી નાખ્યા. તેમના એક સાથી દ્વારા પકડાઈ ગયા બાદ છૂટવામાં સફળ રહેલા મંગલ પાંડેએ પોતાની બંદૂકને જમીન પર રાખીને પગના અંગૂઠાથી પોતાના પર જ ગોળી ચલાવી. જેમાં તેઓ ઘાયલ થયા.

  ‘મારો ફિરંગી કો’ નારો આપ્યો

  હોસ્પિટલમાં તેમની સારવાર થયા બાદ જ્યારે તેઓ લગભગ એક અઠવાડિયામાં સ્વસ્થ થયા ત્યારે તેમની સામે કાર્યવાહી શરૂ થઈ. તેમની ધરપકડ કરીને કોર્ટ માર્શલ કરવામાં આવ્યું અને ફાંસીની સજા આપવામાં આવી. મંગલ પાંડેએ જ 'મારો ફિરંગી કો' નારો આપ્યો હતો. મંગલ પાંડેને આઝાદીના પ્રથમ ક્રાંતિકારી માનવામાં આવે છે. ઘટનાના પ્રત્યક્ષદર્શી સાર્જન્ટ શેખ પલ્ટુના જણાવ્યા અનુસાર, સાર્જન્ટ મેજર જેમ્સ હ્વિસન હંગામો સાંભળીને બહાર નીકળ્યા અને મંગલ પાંડેએ હ્વિસન પર ફાયરિંગ કર્યું, પરંતુ આ ગોળી હ્વિસનને ન વાગી.

  આ પણ વાંચો: Shivaji Maharaj Punyatithi: આજે જન-જનના પ્રેરણાસ્ત્રોત છે શિવાજી મહારાજ

  મંગલ પાંડેએ પછી ઘોડા પર સવાર થઈને તેમની તરફ આવતા લેફ્ટનન્ટ બેંપદે બાગ પર ગોળીબાર કર્યો, પણ નિશાનો ચૂકી જતાં તેમણે બેંપદેને તેની તલવારથી ઘાયલ કર્યો. આ દરમિયાન શેખ પલ્ટુએ તેમને રોક્યા.

  તેમણે મંગલ પાંડેની ટુકડીના પ્રમુખને તેમને રોકવામાં મદદ કરવા કહ્યું. આના પર ઇશ્વરી પ્રસાદે શેખ પલ્ટુ પર બંદૂક તાકી અને મંગલ પાંડેને ભાગવા દેવા માટે કહ્યું. મંગલ પાંડે બાદ ઇશ્વરી પ્રસાદને પણ 21 એપ્રિલે ફાંસી આપવામાં આવી હતી. આ બગાવતના નિશાનને ભૂંસી નાખવા માટે અંગ્રેજ અધિકારીઓએ 34મી ઇન્ફેન્ટ્રીને જ વિખેરી નાખી.

  mangal pandey punyatithi
  મંગલ પાંડેને આઝાદીના પ્રથમ ક્રાંતિકારી માનવામાં આવે છે. (Image- Wikimedia Commons)


  આ ઘટના બની વિદ્રોહનું કારણ

  26 ફેબ્રુઆરી, 1857ના રોજ જ્યારે ડુક્કર અને ગાયની ચરબીવાળા કારતુસનો પહેલી વખત ઉપયોગ કરવાનો સમય આવ્યો, ત્યારે મંગલ પાંડેની સમજાવટ પર ઘણા સૈનિકોએ તેમ કરવાની ના પાડી દીધી. એ સમયે કારતુસનો ઉપયોગ કરતા પહેલા તેને મોઢામાંથી ખેંચવાના હતા. આ પછી તમામ જવાનોને બેરકપુર લાવીને અપમાનિત કરવામાં આવ્યા હતા.

  બલિયામાં થયો હતો જન્મ

  ક્રાંતિકારી મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ, 1827ના ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નગવા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભય રાની હતું. તે દિવસની યાદમાં ભારત સરકારે બેરકપુરમાં શહીદ મંગલ પાંડે મહાઉદ્યાનનું નિર્માણ કર્યું. આ સાથે જ તેમના નામ અને ફોટોવાળા સ્ટેમ્પને દિલ્હીના કલાકાર સીઆર પાકરાશી દ્વારા તૈયાર કરાવીને 5 ઓક્ટોબર, 1984ના રોજ બહાર પાડવામાં આવ્યું.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Freedom Fighters, Freedom Movement

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन