Home /News /explained /

PM કિસાન સમ્માન નિધિ યોજનામાં બદલાવ, આ સુવિધાનો પણ મળશે લાભ

PM કિસાન સમ્માન નિધિ યોજનામાં બદલાવ, આ સુવિધાનો પણ મળશે લાભ

પ્રતીકાત્મક તસવીર

PM Kisan Samman Nidhi Yojna: આત્મનિર્ભર ભારત હેઠળ 1.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જેથી લાભાર્થીઓને આ યોજના હેઠળ KCCનો ફાયદો મળી શકે.

નવી દિલ્હી: બે વર્ષથી પ્રધામનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (PM Kisan Samman Nidhi Yojna)ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતને વાર્ષિક રૂ. 6000થી સહાયની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવને કારણે ખેડૂતોને રૂ. 6000થી અધિક ફાયદો મળી શકે છે. 24 ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજનાની શરૂઆત ગોરખપુર (Gorakhpur)થી કરવામાં આવી છે. પહેલા કરતા તમે ખૂબ જ સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan credit card) મેળવી શકો છો.

આત્મનિર્ભર ભારત હેઠળ 1.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જેથી લાભાર્થીઓને આ યોજના હેઠળ KCCનો ફાયદો મળી શકે. KCC દ્વારા રૂ. 3 લાખ સુધીનું દેવું લઈ શકાય છે. અહીંયા તે અંગેના કેટલાક બદલાવ અંગે જાણકારી આપવામાં આવી છે.

સ્ટેટસ તપાસો

તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે અને જો બેંક એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા, તો તેનું સ્ટેટસ જોવું ખૂબ જ સહેલું છે. પીએમ કિસાન પોર્ટલ પર જઈને ખેડૂત પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર અને ખાતા નંબર નાખીને સ્ટેટસની જાણકારી મેળવી શકે છે.

આ પણ વાંચો: ખાસ વિટામિન લેનાર મહિલાઓને કોરોના થવાનું જોખમ ઓછું? અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો

લાભ મેળવવા માટે તમે જાતે રજિસ્ટ્રેશન કરી શકો છો

હવે ખેડૂત રજિસ્ટ્રેન માટે અધિકારીઓ પાસે ગયા વગર કિસાન પોર્ટલ પરથી જાતે રજિસ્ટ્રેશન કરી શકે છે. જેનો હેતુ દરેક ખેડૂતોને યોજના સાથે જોડવાનો અને રજિસ્ટર્ડ લોકોને સમયસર લાભ આપવાનો છે. આ સુવિધા શરૂ થયા બાદ રાજ્ય સરકારને ખેડૂતોના વ્યવહારમાં આવેલ ભૂલો અને વેરિફિકેશનને યોગ્ય કરવામાં ઓછો સમય લાગશે.

KCC મેળવવું થયું સરળ

આ યોજનાનો લાભ મેળવતા દરેક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનાને KCC સાથે લિંક કરવામાં આવી છે, જેથી રૂ. 3 લાખ સુધીની લોન 4%ના વ્યાજ પર મળશે.

આ પણ વાંચો: Gold Price : સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, બે મહિનામાં 4,000નો વધારો

KCC માટે પાક વીમો કરાવાથી છૂટ

KCC લેવા માટે પાક વીમા સ્કીમમાં શામેલ થવું પડતું હતું. હવે કિસાન સ્કીમને લિંક કર્યા બાદ પાક વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ દેશના લાખો ખેડૂતોને રાહત મળી શકે છે.

આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત

નાના-મોટા દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળી શકે

ડિસેમ્બર 2018માં આ યોજના હેઠળ માત્ર લઘુ અને સીમાંત ખેડૂતોને લાભ આપવામાં આવતો હતો. જેમાં માત્ર 12 કરોડ ખેડૂતો શામેલ હતા. આ યોજનાનું બજેટ રૂ. 75 હજાર કરોડ સુધી નક્કી કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી 2019 પહેલા ભાજપે સંકલ્પપત્રમાં વાયદો કર્યો હતો કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો દરેક 14.5 કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવશે. અનેક રાજ્ય સરકાર આ યોજના હેઠળ મદદ કરવાનો વિચાર કરી રહી છે. મધ્યપ્રદેશ સરકાર પ્રતિ ખેડૂત રૂ.4-4 હજાર આપીને આગળ આવી છે.

આ પણ વાંચો: મુંબઈનો 'ઑક્સીજન મેન': કોવિડ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની કાર વેચી દીધી!


માનધન યોજનાનો મેળવી શકો છો લાભ


જો કોઈ ખેડૂત પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ મેળવી રહ્યો છે તો પીએમ કિસાન માનધન યોજનામાં જોડાવા માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે. રૂ.3000 પ્રતિ માસ પેન્શન આપતી આ યોજનાનું અંશદાન ડાયરેક્ટ પીએમ કિસાનથી કપાઈ જશે. ખેડૂતોએ પોતાના પૈસાનો ખર્ચ નહીં કરવો પડે.
First published:

Tags: PMKSY, ક્રેડિટ કાર્ડ, ખેડૂતો, ખેતીવાડી, પીએમ

આગામી સમાચાર