Home /News /explained /

Mahatma Phule Jayanti: શા માટે દરેક ભારતીય મહિલાએ જ્યોતિરાવ ફૂલેનો આભાર માનવો જોઈએ?

Mahatma Phule Jayanti: શા માટે દરેક ભારતીય મહિલાએ જ્યોતિરાવ ફૂલેનો આભાર માનવો જોઈએ?

આજે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જયંતિ છે. (ફાઈલ ફોટો)

Mahatma Phule Jayanti: જ્યોતિબા ફૂલે (Jyotiba Phule)નું નામ ભારતીય ઇતિહાસ (Indian History)ના પ્રમુખ સમાજ સુધારકોમાં લેવામાં આવે છે. 19મી સદીના ભારતીય સમાજમાં ફેલાયેલા કુરિવાજો વિરુદ્ધ તેઓ જીવનપર્યંત સંઘર્ષ કરતા રહ્યા. તેમણે મહિલાઓના ઉત્થાન માટે વિશેષ કાર્યો કર્યા હતા.

વધુ જુઓ ...
  Mahatma Phule Jayanti: આજે ભારતમાં સ્વતંત્ર મહિલાઓ સદીઓ જૂની સાંસ્કૃતિક, સામાજિક અને પરંપરાગત બેડીઓ તોડી રહી છે, પરંતુ આવું પહેલાથી નહતું. આજે યુવતીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરી રહી છે, કોઈ સંસ્થામાં કામ કરી છે. પુરુષ સમાન તક પ્રાપ્ત કરી રહી છે. તેનો શ્રેય માત્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલે (Mahatma Jyotirao Phule)ને જાય છે. મહાત્મા અને તેમના પત્ની સાવિત્રીબાઈ (Savitribai)એ પોતાનું આખું જીવન મહિલાઓના ઉત્થાન, જાતીય સમાનતા તથા જાતિગત ભેદભાવ વિરુદ્ધ લડવામાં પસાર કર્યું.

  જ્યોતિરાવનો જન્મ 11 એપ્રિલ, 1827ના રોજ પુણેમાં ગોવિંદરાવ અને ચિમનાબાઈના ઘરે થયો હતો. ગોવિંદરાવ અને તેમના ભાઈ પેશવાઓ માટે ફૂલ વેચનાર તરીકે કામ કરતા હતા તે માટે તેમને મરાઠીમાં ‘ફૂલે’ કહેવામાં આવતા હતા. તેમનો જન્મ એક નિમ્ન જાતિમાં થયો હતો, પરંતુ તેમને ક્યારેય પણ જાતિગત ભેદભાવનો સામનો કરવો નહતો પડ્યો, કેમ કે તેમનો પરિવાર પેશવાઓ માટે કામ કરતો હતો.

  આ પણ વાંચો: Savitribai Phule: લોકોએ પથ્થર માર્યા, પિતાએ પુસ્તકો ઝૂંટવ્યા, તો પણ બન્યા ભારતના પહેલા મહિલા શિક્ષિકા

  જ્યોતિરાવે પરિવારની મદદ કરવા માટે પોતાનો અભ્યાસ અટકાવ્યો હતો. પરંતુ તેમની ક્ષમતાને જાણતા તેમના પાડોશીએ જ્યોતિરાવના પિતાને શિક્ષણ પૂરૂં કરવા માટે મનાવી લીધા. તે પાડોશીમાં એક મુસ્લિમ શિક્ષક હતા અને એક ઈસાઈ વ્યક્તિ હતા. આ રીતે જ્યોતિરાવ ફૂલેએ 1847માં સ્કોટિશ મિશન હાઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું. એ જ વખતે તે સમયની પ્રથા મુજબ તેમના બાળલગ્ન થઈ ગયા. તે વખતે જ્યોતિરાવની ઉંમર 13 વર્ષની હતી અને જેમના સાથે લગ્ન થયા તે સાવિત્રીબાઈની ઉંમર 9 વર્ષની હતી.

  jyotirao phule
  જ્યોતિબા ફુલેએ ભારતીય સમાજની કુરીતિઓનો સખત વિરોધ કર્યો હતો. (ફાઇલ ફોટો)


  પહેલો જાતિગત ભેદભાવ

  ફૂલેના પેશાવાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે તેમના પરિવારને ક્યારેય પણ જાતિગત ભેદભાવનો સામનો નહોતો કરવો પડ્યો, પરંતુ પહેલી વખત એવું થયું. 1848માં તેમને પહેલી વખત જાતિગત ભેદભાવનો અનુભવ થયો જ્યારે તેઓ પોતાના બ્રાહ્મણ મિત્રના લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. સમારોહમાં સામેલ થવા પર, લગ્ન હતા તેના પરિવારના લોકોએ જ્યોતિરાવનું અપમાન કર્યું હતું.

  આઝાદીના 100 વર્ષ પહેલા શરૂ કરી સ્કૂલ

  જાતિગત ભેદભાવની ઘટનાએ તેમના મગજ પર અત્યંત અસર કરી અને તેમણે એક વર્ષની અંદર અછૂત લોકો અને યુવતીઓ માટે એક સ્કૂલ શરૂ કરી. જ્યોતિબાએ પહેલા પત્ની સાવિત્રીબાઈને લખતા-વાંચતા શીખવાડ્યું અને આ રીતે 1948માં તેઓ પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. તેમણે પોતાની કવિતામાં લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ પહેલને સમાજે દિલથી સ્વીકારી. જોકે, ફૂલે દંપતિને ઘણી ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો. બાદમાં સમાજ વિરુદ્ધ જવા માટે પોતાના માતા-પિતાનું ઘર છોડવું પડ્યું.

  jyotirao phule
  જ્યોતિબાએ પત્ની સાવિત્રીબાઈને લખતા-વાંચતા શીખવાડ્યું અને આ રીતે 1948માં તેઓ પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. (Image- Wikimedia Commons)


  સવર્ણ વિધવાઓ માટે ઘર

  એ વખતે બાળલગ્નની પ્રથા હતી. નાની છોકરીઓના મોટા પુરુષો સાથે લગ્ન કરવામાં આવતા હતા. જેના કારણે યુવા વિધવાઓની સંખ્યામાં વધારો થતો હતો. ઉચ્ચ જાતિની વિધવાઓનું જીવન દયનીય હતું. જેમાં વિધવાનું મુંડન, ગર્ભપાત, રસોઈ કક્ષમાં પ્રવેશ નહીં, આ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવતા હતા. આ સમસ્યા જોતા ફૂલે દંપતિએ ઉચ્ચ જાતિની વિધવાઓ માટે એક ઘર શરૂ કર્યું, જ્યાં તે પોતાનું જીવન પસાર કરી શકે. ફૂલે દંપતિએ દેશનુ પહેલું અનાથાશ્રમ પણ શરૂ કર્યું, જ્યાં તરછોડાયેલા છોકરાઓને સાચવવામાં આવતા. તેમણે એક બાળકને દત્તક પણ લીધો. વિધવા પુનર્વિવાહની પણ હિમાયત આ દંપતિએ કરી. આ પહેલ માટે તેમની ખૂબ આલોચના થઈ.

  આ પણ વાંચો: Jamshedji Tata: ટાટા ગ્રુપની શરૂઆત કરનારા જમશેદજી, ખરીદી હતી દેશની પહેલી કાર

  મહાત્માની ઉપાધિ

  સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણજી વાડેકરે સમાજના કલ્યાણમાં તેમના મહાન યોગદાન માટે ‘મહાત્મા’ની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. દુર્ભાગ્યથી 28 નવેમ્બર, 1890ના રોજ મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું નિધન થયું હતું. સાવિત્રીબાઈએ પોતાની પહેલ ચાલુ રાખી હતી. મહાત્માને મહારાષ્ટ્ર અને ભારતના અન્ય રાજ્યોમાં એકાધિક વખત સન્માનિત કરાયા છે. યૂનિવર્સિટી, મ્યુઝિયમ્સ તથા શાક માર્કેટ સહિત અઢળક જગ્યાઓના નામ આ મહાપુરુષ પર રાખવામાં આવ્યા છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Jyotiba phule, Jyotirao phule jayanti, Mahatma phule jayanti

  આગામી સમાચાર