Home /News /explained /

કોરોના વિરુદ્ધ જંગમાં મળ્યાં નવાં હથિયાર, ઇલાજમાં કારગર સાબિત થશે આ દવા

કોરોના વિરુદ્ધ જંગમાં મળ્યાં નવાં હથિયાર, ઇલાજમાં કારગર સાબિત થશે આ દવા

વિશ્વમાં કોરોના સંક્રમણમાં વધારો થવાની મોસમીની પેટર્ન જોવા મળી શકે છે, કારણ કે કોરોનાવાયરસ શ્વસનતંત્રને લક્ષ્ય બનાવે છે.

Coronavirus Treatment: બ્રિટિશ જર્નલ ઓફ ક્લિનિકલ ફાર્માકોલોજીમાં જાહેર 98 રોગીઓએ પ્રારંભિક પરિણામોમાં કહ્યું કે, હેપરિન એક આશાજનક ઉપચાર થઇ શકે છે જે એક વાયરસ વિરુદ્ધ એક સંભાવિત નિવારક પણ હોઇ શકે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, દવા કોરોના વાયરસ સંક્રમણનો ઉપચાર કરવાની સાથે જ સંક્રમણ રોકવા માટે પણ મદદગાર હોઇ શકે છે.

વધુ જુઓ ...
    મેલબર્ન: મોટા પ્રમાણમાં ઉપલબ્ધ અને લોહી પાતળું કરવાની સસ્તી અને સારી દવા હેપરિન સંભવત: કોવિડ-19નો ઉપચાર કરી શકે છે આ વાત એક અભ્યાસનાં શરૂઆતનાં પરિણામોમાં કહેવામાં આવી છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ દવા શ્વાસ દ્વારા લેવા પર ફેફસાની ક્ષતિ પણ સીમિત કરે છે. અને કોરોના વાયરસ (Coronavirus)થી થનારા સંક્રમણને પણ રોકે છે.

    ઓસ્ટ્રેલિયન નેશનલ યૂનિવર્સિટી (ANU)નાં અનુસંધાનકર્તા અને તેમનાં સહકર્મી દેશમાં હોસ્પિટલમાં સાર્સ-કોવ-2થી સંક્રમિત તે તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યાં છે. જેમને શ્વાસ દ્વારા હેપરિનનો ડોઝ આપામાં આવ્યો.

    આ પણ વાંચો-કોરોનાકાળમાં આ વસ્તુઓનું સેવન પડી શકે છે ભારે, તમારી ઇમ્યુનિટીને કરી દેશે નબળી

    બ્રિટિશ જર્નલ ઓફ ક્લિનિકલ ફાર્માકોલોજીમાં પ્રકાશિત 98 રોગીઓને પ્રારંભિક પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, હેપરિન એક આશાજનક ઉપચાર હોઇ શકે છે અને આ વાયરસ વિરુદ્ધ એક સંભવિત નિવારક પણ હોઇ શકે છે

    અભ્યાસ મુજબ, આ દવા કોરોના વાયરસ સંક્રમણનું ઉપચાર કરવાની સાથે જ સંક્રમણ રોકવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે.

    આ પણ વાંચો-કોરોના સામેની જંગમાં કવચ બનશે આ પીણું, વધારશે Immunity

    દેશમાં લાગશે સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીન
    કોરોના વાયરસ (Corona virus) વિરુદ્ધ જાહેર યુદ્ધમાં તેજીથી વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) ચલાવવામાં આવી રહ્યું છે આ વચ્ચે એક વધુ નવું હથિયાર મળી ગયું. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીન (Sputnik Light Covid 19 Vaccine) ને ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. DGCI તરફથી સ્પૂતનિક લાઇટ (Sputnik Light Single Dose Vaccine)ને મંજૂરી મળ્યા બાદ હવે ભારતમાં ઉપયોગમાં લેવાની મંજૂરી મેળવવાની વેક્સીનની સંખ્યા નવ સુધી પહોંચી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરને જાણકારી આપી છે કે, DGCI તરફથી ભારતમાં ઇમરજન્સી ઉપયોગમાં લેવા માટે સ્પૂતનિક લાઇટ કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે, તે દેશમાં નવમી કોવિડ 19 વેક્સીન છે. અને તેને મહામારી વિરુદ્ધ જાહેર યુદ્ધને વધુ મજબૂતી મળશે. આપને જણાવી દઇએ કે, બે દિવસ પહેલાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની સબ્જેક્ટ એક્સપોર્ટે બે દિવસ પહેલાં જ સિંગલ ડોઝ વાળી વેક્સીનને દેશમાં ઉપયોગમાં લેવાની રજૂઆત કરી હતી. આ વેક્સીનની સૌથી ખાસ વાત એ છે કે, તેનો એક સિંગલ ડોઝ લગાવ્યાં બાદ બીજા ડોઝની જરૂર નથી. હવે દેશમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વેક્સીન ડબલ ડોઝ વાળી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona update, ઓમિક્રોન, કોરોના વાયરસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन