એક SMSથી જ પાન-આધાર કાર્ડ થશે લિંક, જાણો શું છે સમગ્ર પ્રોસેસ

એક SMSથી જ પાન-આધાર કાર્ડ થશે લિંક, જાણો શું છે સમગ્ર પ્રોસેસ
એક SMSથી લિંક કરો આધાર અને પાન કાર્ડ

હવે પાનકાર્ડને SMS થકી પણ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તો આવો જાણીએ કે આધાર કાર્ડ-પાન કાર્ડને કઈ રીતે મોબાઈલના એક SMS થકી લિંક કરી શકીએ છીએ

  • Share this:
    ઈન્કમ ટેક્સ અને અન્ય જરૂરી કામકાજ માટે હવે આધાર કાર્ડ(Aadhar Card) હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ માટેના નિયમો પણ સરકાર કડક બનાવી રહી છે. આધાર કાર્ડને પાનકાર્ડ(Pan Card) સાથે જોડવાની અંતિમ તારીખ પણ નજીક આવી ગઈ છે. જો તમે પણ પાન કાર્ડને હજી સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો ચેતી જાવ.

    ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2021 નક્કી કરી છે. જો આ તારીખ સુધી આધાર-પાન લિંક નહીં થયેલ હોય તો પાનકાર્ડ સસપેન્ડ થઈ શકે છે. અગાઉ આ તારીખ 30 જુન, 2020 હતી, પરંતુ કોરોના મહામારીને પગલે આ તારીખ લંબાવીને 31મી માર્ચ, 2021 કરવામાં આવી હતી.



    અંતિમ સમયની ડેડલાઈન અને ઓનલાઈન પોર્ટલ પર લોડ વધતા ઈન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓને એક અનોખી સરળ સુવિધા આપી છે. હવે પાનકાર્ડને SMS થકી પણ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તો આવો જાણીએ કે આધાર કાર્ડ-પાન કાર્ડને કઈ રીતે મોબાઈલના એક SMS થકી લિંક કરી શકીએ છીએ.

    સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો.

    EXAMPLE : UIDPAN 123456789012 AXXXX1000Y

    ઓનલાઈન કરી રીતે લિંક કરવા?

    ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો. ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે. તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ(Captcha Code) દાખલ કરવો પડશે. આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ