Home /News /explained /

LICની બંધ પડેલી પોલિસીને ફરીથી શરૂ કરવાની તક, પોલીસીધારકો માટે શરૂ થયું ખાસ અભિયાન- જાણો પ્રોસેસ

LICની બંધ પડેલી પોલિસીને ફરીથી શરૂ કરવાની તક, પોલીસીધારકો માટે શરૂ થયું ખાસ અભિયાન- જાણો પ્રોસેસ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

LIC Special Revival Campaign: LICએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, કેટલાક નિયમો અને શરતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ પોલિસીને ન ભરેલા પ્રથમ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષમાં ફરીથી ચાલુ કરી શકાય છે.

મનીકંટ્રોલ ટીમ: ભારતીય જીવન વીમા નિગમે (The Life Insurance Corporation of India- LIC) વ્યક્તિગત બંધ થઇ ગયેલી વીમા પોલિસીઓને ફરીથી ચાલુ કરવા માટે બે મહિનાનું ખાસ કેમ્પેન શરૂ કર્યું છે, આ અંગે રાજ્ય દ્વારા સંચાલિત વીમા કંપનીએ 23 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી. મહત્ત્વનું છે કે, 'આ સ્પેશ્યલ રિવાઈવલ કેમ્પેન' ('Special Revival Campaign') કાર્યક્રમ 23 ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે, જે 22 ઓક્ટોબર, 2021 સુધી ચાલુ રહેશે. આ અભિયાનના ભાગરૂપે LIC પોલિસીધારકો (LIC policyholders )ને તેમની વીમા પોલિસીઓને ફરીથી ચાલુ કરવા (Revive LIC policies) માટે પ્રોત્સાહન તરીકે લેટ ફી પર છૂટ આપવામાં આવશે.

અહીં જાણો કેવી રીતે કામ કરે છે રીવાઈવલ કેમ્પેન

LICએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, કેટલાક નિયમો અને શરતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ પોલિસીને ન ભરેલા પ્રથમ પ્રીમિયમની તારીખથી પાંચ વર્ષમાં ફરીથી ચાલુ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રીમિયમ ચૂકવવાની મુદત દરમિયાન જ આ પોલિસી બંધ થઇ ગઈ હોય અને પોલિસીની મુદત પૂર્ણ ન થઈ હોય તો આવી પોલિસીઓ આ કેમ્પેન દરમિયાન ફરીથી ચાલુ કરી શકાશે. જોકે, ટર્મ ઇન્શ્યોરન્સ અને ઉચ્ચ જોખમ ધરાવતી યોજનાઓ આ કેમ્પેનમાંથી બાકાત રાખવામાં આવી છે.

LICએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને ચૂકવેલ કુલ પ્રીમિયમના આધારે ટર્મ ઇન્શ્યોરન્સ અને હાઇ-રિસ્ક પ્લાન સિવાયની યોજનાઓમાં લેટ ફીમાં રાહત આપવામાં આવી છે. જોકે, તબીબી જરૂરિયાતો પર કોઈ છૂટ નથી. આરોગ્ય અને માઈક્રો ઇન્શ્યોરન્સ યોજનાઓ પણ લેટ ફીમાં છૂટ માટે લાયક છે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

લેટ ફી પર મળશે છૂટ

>> કુલ રૂ. 1 લાખ સુધીના પ્રીમિયમ પર લેટ ફીમાં 20 ટકાની છૂટ આપવામાં આવશે. જોકે, છૂટની રકમ 2,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે.

>> રૂ. 1-3 લાખના કુલ પ્રાપ્ય પ્રીમિયમ પર 25 ટકા છૂટ આપવામાં આવશે, જોકે રૂ. 2,500થી વધુ છૂટ નહીં મળી શકે.

>> કુલ પ્રાપ્ય પ્રીમિયમ 3 લાખથી હોય તો લેટ ફીમાં 30 ટકા છૂટ મળશે, પરંતુ છૂટની રકમ 3,000 રૂપિયાથી વધુ નહીં હોય.

LICએ જણાવ્યું હતું કે, "આ કેમ્પેન પોલિસીધારકોના લાભ માટે શરૂ કરવામાં આવ્યું છે, જેમની પોલિસીઓ અનિવાર્ય સંજોગોને કારણે સમયસર પ્રીમિયમ ન ભરી શકાય હોવાથી બંધ થઇ ગઈ હતી. ત્યારે વીમા કવરને ફરી ચાલુ કરવા માટે જૂની પોલિસીને ફરી શરુ કરવી હિતાવહ છે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Insurance, LIC, Life Insurance

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन