Home /News /explained /

LIC IPO: મર્ચન્ટ બેન્કર પાસેથી આ મહીને જ બોલી મંગાવશે સરકાર, જાણો 32 લાખ કરોડ રૂપિયાવાળી LIC વિશે વિગતવાર

LIC IPO: મર્ચન્ટ બેન્કર પાસેથી આ મહીને જ બોલી મંગાવશે સરકાર, જાણો 32 લાખ કરોડ રૂપિયાવાળી LIC વિશે વિગતવાર

પ્રતિકાત્મક તસવીર

LIC IPO: આ વર્ષે જાન્યુઆરીમાં રોકાણ અને જાહેર સંપત્તિ સંચાલન વિભાગે વીમા કંપની મિલીમેન એડવાઇઝર્સ એલએલપી ઇન્ડિયાને LICની Embedded Values માટે નિયુક્ત કર્યા હતા.

નવી દિલ્હીઃ સરકારે LICના IPO માટે વધુ એક પગલું આગળ વધાર્યુ છે. આતુરતાથી રાહ જોવાતા આ આઇપીઓ માટે સરકાર આ મહીને મર્ચેન્ટ બેન્કરો પાસેથી બોલીઓ મંગાવી શકે છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. આ વર્ષે જાન્યુઆરીમાં રોકાણ અને જાહેર સંપત્તિ સંચાલન વિભાગે વીમા કંપની મિલીમેન એડવાઇઝર્સ એલએલપી ઇન્ડિયાને LICની Embedded Values માટે નિયુક્ત કર્યા હતા.

બજેટ સંશોધન થયું અધિસૂચિત
એક અધિકારીએ જણાવ્યું કે, એલઆઇસી એક્ટમાં બજેટ સંશોધનોને અધિસૂચિત કરી દેવામાં આવ્યા છે. મિલીમેન આગામી અમુક સપ્તાહમાં એલઆઇસીની એમ્બેડેડ વેલ્યૂ કાઢી લેશે. અંતર્ગત મૂલ્ય પ્રણાલીમાં વીમા કંપનીનું વર્તમાન મૂલ્યની સાથે ભવિષ્યના નફાને પણ તેના શુદ્ધ સંપત્તિ મૂલ્યમાં ઉમેરવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે, અમે આગામી અમુક સપ્તાહમાં મર્ચન્ટ બેન્કરોની નિયુક્તિ માટે બોલીઓને આમંત્રિત કરશું. તેને લઇને સંસ્થાગત રોકાણકારો સાથે વાતચીત ચાલું છે.

નવેમ્બર સુધીમાં મંજૂરી
અધિકારીએ કહ્યું કે અમને નવેમ્બરના અંત સુધીમાં નિયમનકારી મંજૂરીઓ મળે તેવી આશા છે. એલઆઇસીના 10 ટકા ઇશ્યૂ પોલીસી ધારકો માટે અનામત રહેશે. એલઆઇસીનો આઇપીઓ જાન્યુઆરી, 2022 સુધીમાં આવી શકે છે. જે આજ સુધીમાં દેશનો સૌથી મોટો આઇપીઓ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

સરકાર બજેટમાં નુકસાનને પાટા પર લાવવા માટે એલઆઇસીમાં ભાગીદારી વેચવા માંગે છે. પરંતુ તેનાથી તેમને વિપક્ષી પાર્ટીઓની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2020-21માં યૂનિયન બજેટ જાહેર કરતી સમયે એલઆઇસીના આઇપીઓની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

RILથી વધુ વેલ્યૂએશન
એલઆઇસીના લિસ્ટિંગ માટે તેનું વેલ્યૂએશન 261 અબજ ડોલર હોઇ શકે છે. એટલે કે તે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ મોટું હશે. અત્યારે રિલાયન્સની માર્કેટ વેલ્યૂ લગભગ 199 અબજ ડોલર છે.

આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

LICની સંપત્તિ
એલઆઇસીની તાજેતરની એન્યુઅલ રિપોર્ટ અનુસાર નાણાંકિય વર્ષ 2019-20માં એલઆઇસીની કુલ સંપત્તિ લગભગ 32 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 439 અરબ ડોલર છે. દેશના લાઇફ ઇન્શ્યોરન્સ બજારમાં એલઆઇસી ભાગીદારી લગભગ 69 ટકા છે. સૂત્રો અનુસાર એલઆઇસીની લિસ્ટિંગ યોજના વિશે હાલ ચર્ચા ચાલી રહી છે અને તેમાં હજુ પણ ફેરબદલ થઇ શકે છે.

એક લાખથી વધુ કર્મચારીઓ
એલઆઇસીમાં વર્ષ 2020ના ડેટા અનુસાર 1 લાખ 14 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. દેશના મોટા રોજગારદાતાઓમાંથી એલઆઇસી પણ એક છે.

એલઆઇસીની સહાયક કંપનીઓ
LIC Housing Finance LIC International Ltd LIC Cards Services Ltd LIC Mutual Fund Ltd LIC Pension Fund Ltd Industrial Development Bank of India
First published:

Tags: IPO, LIC

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन