Home /News /explained /

શું corona મહામારી ફેલાવવા પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે?

શું corona મહામારી ફેલાવવા પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે?

પ્રતિકાત્મક તસવીર

જળવાયુ પરિવર્તનના કારણે માનવ અને અન્ય પ્રજાતિ પર ખૂબ જ અસર થઈ છે. માનવ સંક્રામક બીમારીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે મહામારી ફેલાતી હોવાની શક્યતા છે.

નવી દિલ્હીઃ જળવાયુ પરિવર્તન ( Climate Change) અને કોરોના મહામારી (corona pandemic) વચ્ચેના સંબંધને સાબિત કરવા માટે કોઈ પુરાવો મળ્યો નથી. વૈજ્ઞાનિકોએ ચર્ચા કરતા તેના પરથી જાણવા મળ્યું છે કે, જળવાયુ પરિવર્તનના કારણે માનવ અને અન્ય પ્રજાતિ પર ખૂબ જ અસર થઈ છે. માનવ સંક્રામક બીમારીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે મહામારી ફેલાતી હોવાની શક્યતા છે.

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિપોર્ટ અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે કોરોના વધવાના જોખમમાં વધારો થાય છે. વનની કાપણી મુખ્યરૂપે કૃષિના હેતુ માટે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં નિવાસસ્થાનના નુકસાનનું સૌથી મહત્વનું કારણ છે. નિવાસસ્થાન ગુમાવવાને કારણે જાનવરો અન્ય જગ્યા પર સ્થળાંતરિત થવા માટે અને અન્ય જાનવરો સાથે સંપર્કમાં આવવા માટે મજબૂર બને છે. અન્ય જાનવરો સાથે સંપર્કમાં આવવાને કારણે કીટાણુ ફેલાવવાનો ભય રહે છે. સંક્રામક બીમારીઓ ફેલાવામાં જળવાયુ પરિવર્તન એક મહત્વનું કારણ રહ્યું છે. એંથોની ફૌસી સહિત અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પર્યાવરણીય કારણોને લીધે સ્થળાંતર જેવા જળવાયુ પરિવર્તનના લીધે અત્યારે વિશ્વ પર કોવિડ-19નું જોખમ સર્જાયું છે, ભવિષ્યમાં અનેક બીમારીઓ ફેલાવાનું જોખમ રહેલું છે.

આપણે જાણીએ છીએ કે વનની કાપણી અને ડિસર્ટિફિકેશન જેવા પરિબળો નવી બીમારીઓ ઉત્પન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બાબત માટે ચામાચીડિયું એક સૌથી ઉત્તમ ઉદાહરણ છે. જો તમે ચામાચીડિયા રહેતા હોય તે ઝાડ કાપો છો તો, ચામાચીડિયા જતા રહેતા નથી, પરંતુ આસપાસના ખેતરો કે અન્ય ઝાડ પર રહે છે. આ કારણોસર ત્યાં રહેતા વ્યક્તિ ઈબોલા, નિપાબ, રેબિસ અને ચામાચીડિયામાં રહેતા અન્ય કીટાણુઓ સાથે સંપર્કમાં આવે છે. વનની કાપણી સાથે સંબંધિત બેટ મુવમેન્ટ ઈબોલા અને નિપાહ વાયરસ ફેલાવવામાં એક કારણ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

સોનિયા શાહે જણાવ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે કીટાણુઓ ઉત્પન્ન થાય છે, જે મેલેરિયા, ઝીકા, ડૈંગ્યુ, ચિકનગુનિયા રોગ ફેલાવે છે. કોલેરા જેવી પાણીજન્ય બીમારીઓ થાય છે. કેટલાક સ્થળો પર જળવાયુ પરિવર્તનના કારણે બીમારીઓ દૂર થાય છે તો કેટલાક સ્થળો પર નવી બીમારીઓ ઉત્પન્ન કરતા કીટાણુ જોવા મળે છે. આ બીમારી સામે લડવાની યોગ્ય રોગ પ્રતિકારક શક્તિ ન હોવાના કારણે આ બીમારી ઝડપથી ફેલાય છે.

આ પણ વાંચોઃ-5 રૂપિાયની આ નોટ વેચીને કમાઓ 30,000 રૂપિયા, ફટાફટ ચેક કરો ડિટેલ

ANI અનુસાર કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કેલે, પોલિટેક્નિક ધિ મિલાનો (પોલિટેકનિક યુનિવર્સિટી, મિલાન) અને ન્યુઝીલેન્ડની મૈસી યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ દ્વારા હાલમાં પ્રકાશિત કરેલ એક રિપોર્ટમાં દાવો કરાયો છે. વન વિખંડન, કૃષિ વિસ્તાર અને પશુધનનું ઉત્પાદન જ્યાં થાય છે, તે ચામાચીડિયા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે. ચામાચીડિયા સાથે કોરોના વાયરસ રહે છે, જેનાથી મનુષ્યોમાં કોરોના વાયરસ ફેલાય છે.

આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

રિસોર્સ એફિસીયન્સી ગવર્નન્સમાં TERIમાં એસોસિએટ ડિરેક્ટર સૌવિક ભટ્ટાચાર્યએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, “જ્યારે ભૂમિ ઉપયોગમાં પરિવર્તન થાય છે, તો અધિક વન્યજીવના સંપર્કમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપે વન્યજીવના સંપર્કમાં આવીએ છીએ. જે પર્યાવરણની સાથે સાથે માનવ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.” જંગલ કે કુદરતી આવાસનો નાશ થાય છે, તો બીમારીઓ થવાનું વધુ જોખમ રહે છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

શિવ નાદર યુનિવર્સિટીમાં જીવ વિજ્ઞાન વિભાગના પ્રમુખ અને પ્રોફેસર વાયરોલોજીસ્ટ ડૉ. દીપક સહગલે જણાવ્યું કે, “ગરમીમાં રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, જેના કારણે લોકોને ફ્લૂ થાય છે અથવા કોઈ એલર્જીથી પરેશાન થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે કોરોના થવાનું જોખમ વધુ રહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે આ તર્કનો વિરોધ કરવામાં આવે છે.”

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

જર્નલ નેચરમાં પ્રકાશિત કરવામાં આવેલ પેપર અનુસાર, ‘વર્લ્ડ મેપના નિરીક્ષણ પરથી જાણવા મળે છે કે ઈક્વેટરની નજીકના દેશોમાં કોરોનાના ઓછા કેસ છે, જ્યાં ગરમી અને ભેજનું પ્રમાણ વધુ છે. કયા વાતાવરણમાં કોરોનાની વધુ અસર થાય છે, તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.’

ઋષિકેશ ચવને જણાવ્યું કે, “માનવ સ્થળાંતર આ રોગ ફેલાવાનું એક કારણ છે. પહેલા કરતા અત્યારે વધુ પ્રવાસ કરવામાં આવે છે, જેથી આદાન-પ્રદાન પણ વધુ થાય છે. આ કારણોસર પહેલાના સમય કરતા અત્યારે બીમારી ફેલાવવાની સંભાવના વધુ છે.”ચવને જણાવ્યું કે, “જળવાયુ પરિવર્તનના કારણે વન્યજીવના વધતા વપરાશની સાથે, જે પ્રકારે તેમનો ગેરકાયદે સંગ્રહ કરવામાં આવે છે અને તેમની તસ્કરી પણ કરવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કીટાણુ ઉત્પન્ન થાય છે અને રોગજન્ય પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આપણે જળવાયુ પરિવર્તનની અસરને યોગ્ય રીતે અનુભવી શકતા. પરંતુ એક નાના વન્ય જીવ માટે તે ખૂબ જ મોટુ પરિવર્તન છે. જ્યારે આ કીટાણુ તેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં સર્વાઈવ નથી કરી શકતા ત્યારે તે માનવ શરીરમાં પ્રવેશવાના પ્રયાસ કરે છે. જ્યારે આ કીટાણુ માનવ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે માનવ પાસે યોગ્ય રોગ પ્રતિકારક શક્તિ હોતી નથી અને જોખમમાં પણ વધારો થાય છે.” આ પરિસ્થિતિને હવે માનવ ધીરે-ધીરે સમજી રહ્યો છે. આ પ્રકારની બીમારીઓ ફેલાવવાની ખૂબ જ શક્યતા રહેલી છે.
First published:

Tags: Climate change, Coronavirus, Covid 19 pandemic, COVID-19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन