Home /News /explained /Lata Mangeshkarના સન્માનમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક, જાણો કઈ રીતે થાય છે તેની ઘોષણા અને તે દરમિયાન શું ફેરફાર થાય છે?
Lata Mangeshkarના સન્માનમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક, જાણો કઈ રીતે થાય છે તેની ઘોષણા અને તે દરમિયાન શું ફેરફાર થાય છે?
સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન પર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોક (national mourning)ની જાહેરાત કરી છે.
Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક (national mourning) રહેશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Lata Mangeshkar Passes Away: સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર (Lata Mangeshkar)ના નિધન પર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોક (national mourning)ની જાહેરાત કરી છે. લતા મંગેશકરના નિધન (Lata Mangeshkar Death)થી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે દેશે પોતાનો અવાજ ખોઈ દીધો છે. લતા મંગેશકર દેશ માટે ધરોહર સમાન છે. તેમને 2001માં દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. લતા મંગેશકરની ચર્ચા થતાં જ આપણું મન શ્રદ્ધા, પ્રેમ અને સન્માનથી ભરાઈ જાય છે. માત્ર દેશમાં જ નહીં, દુનિયામાં તેમના કરોડો ચાહકો છે. સ્વર કોકિલા લતાજીના નિધન બાદ કળા, સાહિત્ય, સિનેમા, રમત દરેક ક્ષેત્રના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શું તમે જાણો છો કે કોઈના નિધન પર કઈ રીતે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવે છે? શું આવામાં સરકારી સંસ્થાઓમાં રજા હોય છે? રાજકીય શોક દરમિયાન શું ફેરફાર થાય છે? આવો જાણીએ.
પહેલા આવો હતો રાષ્ટ્રીય શોકનો નિયમ
રાષ્ટ્રીય શોક ઘોષિત કરવાનો નિયમ પહેલા મર્યાદિત લોકો માટે હતો. પહેલા દેશમાં માત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રહી ચૂકેલા વ્યક્તિઓના નિધન ઉપર રાજકીય કે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવતી હતી. જો કે, આઝાદી બાદ સ્વતંત્ર ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય શોક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા બાદ જાહેર કરવામાં આવ્યો હતો. તેમને રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. તેમના નિધન બાદ જે નિયમ હતા, તે અનુસાર પદ ઉપર રહેતા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું નિધન થતા કે પછી પૂર્વ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિના નિધન થવા પર દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવતી હતી.
હવે મહાનુભાવોના નિધન પર પણ કરવામાં આવે છે જાહેરાત
સમયાંતરે રાષ્ટ્રીય શોકના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા. બદલાયેલા નિયમો અનુસાર મહાનુભાવોના કિસ્સામાં પણ કેન્દ્રને વિશેષ સૂચના જારી કરીને રાષ્ટ્રીય શોક જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, દેશમાં કોઈપણ મોટી આફતના સમયે પણ 'રાષ્ટ્રીય શોક' જાહેર કરી શકાય છે.
રાષ્ટ્રીય શોકનું એક મહત્ત્વનું પાસું એ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારનું છે, પરંતુ એ જરૂરી નથી કે જ્યારે પણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થાય ત્યારે રાષ્ટ્રીય કે રાજકીય શોક જાહેર કરવામાં આવે. ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીના અવસાન પર તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો ન હતો. ભારતીય સેના અથવા અન્ય દળોમાં મૃત્યુ પામેલા સૈનિકોના અંતિમ સંસ્કાર પણ રાજકીય સન્માન સાથે કરવામાં આવે છે, પરંતુ રાજકીય શોકની ઘોષણા નથી થતી. એટલે કે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર અને રાષ્ટ્રીય શોક અલગ-અલગ પરિસ્થિતિ પર આધાર રાખે છે.
તેની જાહેરાત કોણ કરી શકે?
અગાઉ રાષ્ટ્રીય કે રાજકીય શોકની જાહેરાત કેન્દ્ર તરફથી જ કરવામાં આવતી હતી. કેન્દ્ર સરકારની સલાહ પર માત્ર રાષ્ટ્રપતિ જ કરી શકતા હતા, પરંતુ બદલાયેલા નિયમો અનુસાર આ સત્તા રાજ્યોને પણ આપવામાં આવી છે. હવે રાજ્યો પોતે નક્કી કરી શકે છે કે કોને રાજકીય સન્માન આપવું. કેન્દ્ર અને રાજકીય સરકારો અલગ-અલગ રાજકીય શોક જાહેર કરે છે. જે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન વખતે થયું હતું. ત્યારે કેન્દ્ર અને રાજકીય સરકારો દ્વારા અલગ-અલગ જાહેરાત કરવામાં આવી હતી.
ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર રાષ્ટ્રીય શોક દરમિયાન સચિવાલય, વિધાનસભા સહિત તમામ મહત્વપૂર્ણ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહે છે. દેશની બહાર ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયોગોમાં પણ રાષ્ટ્રધ્વજ અડધા ઝુકાવવામાં આવે છે. આ સિવાય કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. રાજકીય શોકના સમયગાળા દરમિયાન સમારંભો અને મનોરંજન કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ રહે છે.
રાષ્ટ્રીય શોક દરમિયાન જાહેર રજા હોય છે?
1997માં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ રાજકીય અંતિમ યાત્રા દરમિયાન કોઈ જાહેર રજા ફરજિયાત નથી. તેની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે, પરંતુ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પદ સંભાળતી વખતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો રજા હોય છે. જો કે, સરકાર પાસે મહાનુભાવના મૃત્યુ પછી સાર્વજનિક રજા જાહેર કરવાનો અધિકાર છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર ઘણા રાજ્યોમાં એક દિવસની જાહેર રજા અને 7 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર