Home /News /explained /Lal Bahadur Shastri Death Anniversary: આજે પણ કેમ રહસ્યમય છે શાસ્ત્રીજીનું મૃત્યું

Lal Bahadur Shastri Death Anniversary: આજે પણ કેમ રહસ્યમય છે શાસ્ત્રીજીનું મૃત્યું

તેમના અવસાન પહેલા તેમની તબિયતમાં પણ કોઇ ખરાબી ન હતી

Lal Bahadur Shastri Death Anniversary: જ્યારે તેમનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો, ત્યારે ઘણા પ્રત્યક્ષદર્શીઓએ તેમના ચહેરા અને શરીર પર વાદળી અને સફેદ ડાઘાઓ જોયા

લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ના મૃત્યુ (Death)નું કારણ આજે પણ રહસ્ય છે, જેને જાણવા કદાચ દરેક ભારતીય આતુર છે. ભારત અને પાકિસ્તાન (India-Pakistan War) વચ્ચે 1965નું યુદ્ધ સમાપ્ત થયું જ હતું અને શાસ્ત્રીજી તાશકંત (Tashkent)માં પાકિસ્તાન સાથે યુદ્ધ બાદની સ્થિતિ પર સમજૂતી કરવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાન (Ayub Khan)ને શાંતિ કરાર માટે મળવા પહોંચ્યા હતા. પરંતુ આ સમજૂતી માટે થયેલી મુલાકાત બાદ થોડા જ કલાકોમાં તેમનું શંકાસ્પદ મૃત્યુ (Lal Bahadur Shastri Death) થયું હતું. તેમના અવસાન પહેલા તેમની તબિયતમાં પણ કોઇ ખરાબી ન હતી, તેથી આ વાતથી પણ અનેક શંકાઓ પેદા થઇ હતી.

હ્યદય હુમલો કહેવાયું મોતનું કારણ

લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. જ્યારે એવું નહોતું કે તેમનું હૃદય પહેલેથી જ કોઈ રીતે નબળું હતું. તે પછી પરિસ્થિતિ ખૂબ જ શંકાસ્પદ થતી રહી. જ્યારે તેમનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો, ત્યારે ઘણા પ્રત્યક્ષદર્શીઓએ તેમના ચહેરા અને શરીર પર વાદળી અને સફેદ ડાઘાઓ જોયા, તેમના પેટ અને ગરદનના પાછળના ભાગે કાપાના નિશાન પણ જોવા મળ્યા હતા. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે, રાજનારાયણ તપાસ સમિતિ કોઈ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી ન હતી અને તેનો વિગતવાર અહેવાલ જાહેર કરી શકાયા ન હતા. સંસદીય પુસ્તકાલયમાં તેમના મૃત્યુનો કે તેમની તપાસ સમિતિનો કોઈ રેકોર્ડ નથી. જેના કારણે આ રહસ્ય વધુ ઘેરુ બન્યું છે.

શાસ્ત્રીજીના મૃતદેહનું ન કરાયું પોસ્ટમોર્ટમ

આશ્ચર્યની વાત તે છે કે, શાસ્ત્રીજીના શંકાસ્પદ મૃત્યુ છતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું. શાસ્ત્રીના પરિવારજનોએ દાવો કર્યો હતો, કે તેમના શરીર પરના વાદળી નિશાન ઝેરના કારણે હતા. આ સિવાય બીજા પણ ઘણા પ્રશ્નો છે જે આ બાબતને ખૂબ જ શંકાસ્પદ બનાવે છે. જો પોસ્ટમોર્ટમ ન થયું તો શાસ્ત્રીના શરીર પર કાપના નિશાન કેમ હતા. જોકે, 2009માં ભારત સરકારે સ્વીકાર્યું કે શાસ્ત્રીના મૃત્યુ પછી તેમના ડૉક્ટરો અને રશિયન ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી.

ફાઇલ તસવીર


બે સાક્ષીઓએ બનાવ્યું મોતને રહસ્યમય

આ ઘટનામાં બે સાક્ષીઓ તેમના નોકર રામનાથ અને તેમના ખાનગી ડોક્ટર આર એન ચુગના કારણે શાસ્ત્રીજીના મોતનું રહસ્ય વધુ જટિલ બન્યું. આ બંને શાસ્ત્રીજીની સાથે તાશકંત ગયા હતા. બંને 1977માં સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાના હતા, પરંતુ તે પહેલા જ બંનેનું અવસાન થયું હતું. ડૉ. ચુગ અને તેમનો પરિવાર સમિતિને મળવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક અકસ્માત થયો, જેમાં ડૉ. ચુગ, તેમની પત્ની અને તેમના બે પુત્રો મૃત્યુ પામ્યા હતા. જ્યારે દુર્ઘટનામાં રામનાથના પગ અને યાદશક્તિ ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો - Vikram Sarabhai Death Anniversary: ભારતના આ રાષ્ટ્રપતિ સાથેની વાતચીતના એક કલાક બાદ જ અવસાન પામ્યા હતા ડૉ. સારાભાઈ

CIAનો હાથ હોવાનો દાવો

ગ્રેગરી ડગ્લાસ સાથેની મુલાકાતમાં અમેરિકન ગુપ્તચર એજન્સી CIA એજન્ટ રોબર્ટ ક્રોલીએ પુષ્ટિ કરી હતી કે, લાલ બહાદુર શાસ્ત્રી અને હવાઈ દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાના મૃત્યુ પાછળ પણ CIAનો હાથ હતો. અમેરિકા તે સમયે ભારતને વિશ્વ મહાસત્તા બનવા દેવા ઇચ્છતું નહોતું. ઉપરાંત રશિયા અને ભારતની વધતી પરમાણુ શક્તિથી પણ અમેરિકા નાખુશ હતું.

આ પણ વાંચો - Death Anniversary: મુંબઈ પોલીસને કેસેટ કિંગ ગુલશન કુમારની હત્યાની અગાઉથી જ જાણ હતી!

દસ્તાવેજોમાં દબાયેલું છે મોતનું રહસ્ય!

ભારત સરકારે શાસ્ત્રીજીના મોતની જાણકારી ક્યારેય જાહેર કરી નથી. એકવાર "સીઆઈએસ આઈ ઓન સાઉથ એશિયા" ના લેખક અનુજ ધરે શાસ્ત્રીજીની આરટીઆઈ દ્વારા ભારત સરકારના વડાપ્રધાન કાર્યાલય પાસેથી લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ વિશેની માહિતી માંગી હતી. તે સમયે સરકારે કહ્યું હતું કે આ મામલામાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, પરંતુ તેને જાહેર કરવાથી વિદેશી સંબંધો બગડી શકે છે. વર્ષ 2018માં ફરીવાર આવી માહિતી માંગવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ચોક્કસ કંઈ બહાર આવ્યું ન હતું.
First published:

Tags: Death anniversary, History, Indian Politics, Mystery, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો