જાણવા જેવી વાત : શું માણસના મૃત્યુ બાદ એની ફિંગરપ્રિન્ટ બદલાઈ જાય છે?

પ્રતિકાત્મક તસવીર

શું મૃત્યુ થયા બાદ કોઈ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બદલાય છે? મૃત્યુ થયા બાદ કેટલા સમય સુધી તેની ઓળખ માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકાય?

 • Share this:
  તમે અનેક બોલીવુડ ફિલ્મોમાં (Bollywood Films) જોયુ હશે કે વિલન કોઈને માર્યા બાદ તેની મિલકતના કાગળ અને કેટલાક જરૂરી દસ્તાવેજ પર અંગૂઠાના નિશાન લઈ લે છે. જોકે,વાસ્તવિકતા તો કંઈક અલગ છે, વિજ્ઞાન કહે છે કે આ પ્રકારે ક્યારેય ન થઈ શકે. મૃત્યુ થયા બાદ ફિંગરપ્રિન્ટ (Fingerprint) બદલાઈ જાય છે. ફિંગરપ્રિન્ટ બદલાયા પહેલા પણ તમે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ન કરી શકો, કારણ કે મૃત્યુ થયા બાદ શરીરમાં ઈલેક્ટ્રિક ચાર્જ પૂર્ણ થઈ જાય છે. ઈલેક્ટ્રિક ચાર્જની મદદથી શરીરનું કોશિકા તંત્ર કામ કરે છે.

  શું મૃત્યુ થયા બાદ કોઈ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બદલાય છે? મૃત્યુ થયા બાદ કેટલા સમય સુધી તેની ઓળખ માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકાય? જો તમને નવલકથા કે પુસ્તકો વાંચવાનો શોખ છે તો, તમને લાગશ કે આ શક્ય નથી. રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમી દ્વારા 14 જુલાઈ 2015માં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડી અનુસાર પ્રિંટિંગના બે સેટ વચ્ચે સમયનું અંતર વધવાને કારણે ફિંગરપ્રિન્ટ પર સંપૂર્ણ ભરોસો ન કરી શકાય.
  આંગળીઓ જકડાઈ જાય છે

  મૃત્યુ બાદ કોઈપણ વ્યક્તિની આંગળીઓ જકડાઈ જાય છે, જેના કારણે તેની ફિંગરપ્રિન્ટ સરળતાથી ન લઈ શકાય. વિજ્ઞાનની મદદથી અનેક એવા ઉપકરણ બનાવવામાં આવ્યા છે. આંગળીઓને ફેરવવાના ઉપકરણની મદદથી ફિંગરપ્રિન્ટ લઈ શકાય છે.

  કેટલીક પરિસ્થિતિમાં ફિંગરપ્રિન્ટ લેવી શક્ય નથી. જો કોઈ શવ વધુ ગળી જાય છે તો તમે ફિંગરપ્રિન્ટ નથી લઈ શકતા. મૃત અને જીવિત વ્યક્તિની ફિંગરપ્રિન્ટમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. ડૉકટર, ફોરેન્સિક એક્સપર્ટ તે વાતની જાણ મેળવી લે છે અને લેબોરેટરીમાં પણ તેની ખબર પડી જાય છે.

  મૃત્યુ બાદ કોઈપણ વ્યક્તિની આંગળીઓ જકડાઈ જાય છે, જેના કારણે તેની ફિંગરપ્રિન્ટ સરળતાથી ન લઈ શકાય.


  ફિંગરપ્રિન્ટ પણ કામ આવી શકે છે

  મૃત વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ પરથી પણ અનેક બાબતોની વિશે ખબર પડી શકે છે. જિવિત અને મૃત વ્યક્તિના ફિંગરપ્રિન્ટમાં એક ખાસ પ્રકારની સિમૈટ્રી જોવા મળે છે. કેટલીક વાર ફિંગરપ્રિન્ટ પરથી મૃતકની ઓળખાણ થઈ શકે છે. વિજ્ઞાન ત્વચાની પ્રિન્ટ લેવા માટે સિલિકોન પુટ્ટીનો ઉપયોગ કરે છે, સિલિકોન પુટ્ટી પર જે પ્રિન્ટ બને છે તેનો ફોટો પાડીને તે પ્રિન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

  શું મોબાઈલનું ફિંગરપ્રિન્ટ લોક ખોલી શકાય છે?

  આજકાલ દરેક મોબાઈલ ફોનમાં મોબાઈલ ફિંગરપ્રિન્ટ સેંસર લાગેલ હોય છે. મૃત્યુ થયા બાદ ફિંગરપ્રિન્ટ સેંસર કામ કરતું નથી. જે ફિંગરપ્રિન્ટ સેંસર વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં એડવાન્સ ટેકનોલોજીને કારણે મૃત અને જીવિત વ્યક્તિનો ફરક પડી જાય છે. જો તમે કોઈ મૃત વ્યક્તિની ફિંગરને તેના ફોન સેંસર પર ટચ કરાવશો તો ફોન અનલોક નહીં થાય.

  કારણ શું છે?

  મૃત્યુ બાદ ફિંગરપ્રિન્ટ સંકોચાવા લાગે છે જેના કારણે ટેકનોલોજી મૃત અને જીવિત વ્યક્તિના ફિંગરપ્રિન્ટ વચ્ચેનો ભેદ સમજે છે. મૃત્યુ થયા બાદની કેટલીક મિનિટો સુધી ફિંગરપ્રિન્ટ સેંસર કામ કરી શકે છે, પરંતુ ત્યાર બાદ કામ કરી શકતું નથી.
  First published: