Right to Repair Movement: તમે કોઇ મોંઘી ઇલેક્ટ્રોનિક ઉપકરણ (Electronic Appliances) ખરીદો છો અને થોડા જ દિવસોમાં તેમાં સમસ્યાઓ સર્જાવા લાગે છે. ત્યાં સુધી કે એક વર્ષમાં જ એવી પરિસ્થિતિ સર્જાય છે કે કાં તો તેને રીપેર (Repair) કરવી પડે છે કાં તો નવું મોડલ ખરીદવું પડે છે. રીપેર કરાવ્યા બાદ પણ તેનો ખર્ચો ખૂબ વધુ હોય છે અને ત્યાર બાદ પણ વસ્તુ સંપૂર્ણ ઠીક થશે તેવી કોઇ ગેરન્ટી હોતી નથી. આ સમસ્યા આજકાલ બધા લોકો માટે માથાનો દુખાવો બની છે. જેને લઇને યૂરોપ (Europe) સહિત તમામ પશ્ચિમી દેશોમાં રાઇટ ટૂ રીપેર અભિયાન (Right to Repair Campaign) ચાલ્યું. પરંતુ તેને પ્રોડક્ટ બનાવતી કંપનીઓનો ભારો વિરોધનો સામનો કરવો પડ્યો છે.
શા માટે થઇ રહી છે ચર્ચા?
આ શુક્રવારે અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden)એ એક બિલ પર હસ્તાક્ષર કર્યા. જેનાથી ફેડરલ ટ્રેડ કમિશન તે નિયમોને બદલી શકશે, જે અંતર્ગત કંપનીઓ કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ થોડા સમયમાં બગડી જાય તો તેને ઠીક કરવાની જવાબદારી નથી લેતી. યૂકે પહેલા જ આ નિયમ લાવી ચૂક્યું છે, જેથી ટીવી કે વોશિંગ મશીન ખરીદનાર ગ્રાહક, સામાન ખરાબ થવા પર તેને તે જ કંપની પાસે રીપેર કરાવી શકશે.
વર્ષ 2019માં યૂરોપિયન યૂનિયને પણ રાઇટ ટૂ રિપેર નિયમ લાગૂ કર્યો
આ અંતર્ગત કંપનીઓને એવા ઉત્પાદનો બનાવવા પડશે જે ટકાઉ હોય. પ્રોડક્ટ વેચવા પર તેની સાથે જ સ્પેર પાર્ટ્સ પણ આપવા પડશે, જેથી મશીન ઓછામાં ઓછા 10 વર્ષો સુધી કોઇ પણ સમસ્યા વગર કામ કરી શકે. વીજળીના ઉત્પાદનો, વોશિંગ મશીન અને ફ્રિજ આ નિયમ અતંર્ગત આવે છે.
માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ જાણી જોઇને એવા ઉત્પાદનો બનાવી રહી છે, જે જલ્દી ખરાબ થઇ જાય. જે બાદ બજારમાં તે ખરાબ પાર્ટનો વિકલ્પ પણ નથી મળતો અને ન તો કંપની તેને જાતે રીપેર કરવાની ગેરન્ટી આપે છે. ઇલેક્ટ્રોનિક જંકનો ભાગ બની જશે. એટલે કે તમારા નુકસાનની સાથે તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી રાઇટ ટૂ રીપેર અભિયાન શરૂ કરવામાં આવ્યું. માનવામાં આવે છે કે આ અભિયાન સામાન્ય રીતે 50ના દાયકામાં શરૂ થયું હતું. જે અંતર્ગત નીતિઓમાં પરીવર્તન દ્વારા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર કડકાઇ અમલમાં આવી રહી છે.
ક્વોલિટી જાણી જોઇને બગાડવામાં આવી રહી છે
છેલ્લા થોડા વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્રોડક્ટ્સની ક્વોલિટી સતત ઘટી રહી છે. એક શોધ અનુસાર 2004થી 2012 દરમિયાન હોમ એપ્લાયન્સિસની ક્વોલિટીમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. 2004માં ઇલેક્ટ્રોનિક મશીન પાંચ વર્ષ સુધી ચાલતી હતી અને ત્યાર બાદ લગભગ 3.5 ટકા મશીનો ખરાબ થઇ રહી હતી. વર્ષ 2012માં આ દર વધીને 8.3 થઇ ગયો. ત્યાર બાદ આ મશીન પાંચ વર્ષ પણ સરખી ચાલતી નથી.
ઇલેક્ટ્રોનિક વેસ્ટથી પર્યાવરણને ખતરો
યૂરોપમાં ઘણા એવા લેમ્પ છે, જેનો બલ્બ એક વખત ખરાબ થયા બાદ બદલી શકાતો નથી, પણ આખા લેમ્પને જ ફેંકવો પડે છે. આવા ઇલેક્ટ્રોનિક સામાના કારણે નીકળતો ઝેરી ગેસ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જલ્દી ખરાબ થયા બાદ આ ઇ-વેસ્ટ અથવા ઇલેક્ટ્રોનિક કચરામાં પરિવર્તિત થઇ જાય છે, જેને રિસાયકલ કરવો ખૂબ મુશ્કેલ છે.
બે વર્ષ પહેલા એક મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. જેને ધ ગાર્ડિયને રિપોર્ટ કર્યો હતો. તેમાં એક સમાચાર દ્વારા જણાવાયું હતું કે કઇ રીતે એક ગ્રાહકના શૂઝ ખૂદ શૂઝ રિપેર કરતી કંપનીએ નષ્ટ કરી દીધા. ચર્ચ બ્રાન્ડના આ શૂઝની શરૂઆતી રેન્જ લગભગ 35 હજાર રૂપિયા છે. શૂઝમાં ખામી હોવાથી ગ્રાહકે તેને નિર્માતા કંપની પાસે મોકલ્યા હતા. થોડા દિવસો બાદ ત્યાંથી ફોન આવ્યો કે શૂઝ નષ્ટ થઇ ગયા છે. ગ્રાહકે કારણ પૂછ્યૂ તો જવાબ મળ્યો કે તે ખાસ બ્રાન્ડના શૂઝ 2 વખત જ રિપેર કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ફેંકી દેવામાં આવે છે. ત્યાં સુધી કે કાગળ પર તેનો કોઇ ઉલ્લેખ છે, પરંતુ એટલા નાના અક્ષરોમાં કે તેને વાંચવું મુશ્કેલ છે.
તેને લાગૂ કરનાર કંપનીઓ પર દબાણ છે કે વધુમાં વધુ ટકાઉ વસ્તુઓ બનાવવામાં આવે જે ગ્રાહકોના હિતમાં હોય. આમ ન કરવા પર ગ્રાહક કંપની પર મોટો દાવો કરી શકે છે.
સ્થાનિક મિકેનિકોને રીપેર કરવાની ટ્રેનિંગ
ગ્રાહકોની માંગ છે કે મેન્યુફેક્ચરિંગ કંપની એવી વસ્તુઓ બનાવે જે ટકાઉ હોય. તેઓ ઇચ્છે છે કે વોરંટી પૂર્ણ થયા બાદ કંપનીઓ સર્વિસિંગ સિવાય લોકલ મિકેનિકોને પણ કોઇ ખાસ સર્વિસની ટ્રેનિંગ આપે. તેનાથી ગ્રાહકો પાસે વિકલ્પ હશે અને ઓછા ખર્ચે કામ થઇ શકશે. નહીં તો હાલ એવું છે કે પ્રોડક્ટ ખરાબ થવા પર ગ્રાહકોને કંપની પાસે જઇને વધુ કિંમત આપીને રિપેરીંગ કરાવવું પડે છે. શા માટે કંપનીઓ કરી રહી છે વિરોધ?
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ઘણી કંપનીઓ જેવી કે એપલ, માઇક્રોસોફ્ટ અને ટેસ્લા આ કેમ્પેનની વિરુદ્ધમાં છે. તેઓ ન તો વસ્તુ રીપેર કરવાની ગેરંટી આપે છે અને ન તો થર્ડ પાર્ટી એટલે કે સ્થાનિક મિકેનિકોને તેની પરમિશન આપે છે. તેમનો તર્ક છે કે તેમની પ્રોડક્ટ તેમની બૌદ્ધિક સંપત્તિ છે. એવામાં તેમના ઉત્પાદનના રિપેરિંગની ટ્રેનિંગ અને સામાન ખુલ્લા બજારમાં ઉપલબ્ધ કરાવવાથી તેમની ઓળખ ખતમ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર