Home /News /explained /

Explained: શું હોય છે ‘લા નીના’ ઇફેક્ટ, જેનાથી ભારતમાં પડશે તીવ્ર ઠંડી

Explained: શું હોય છે ‘લા નીના’ ઇફેક્ટ, જેનાથી ભારતમાં પડશે તીવ્ર ઠંડી

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી ઠંડક પ્રસરી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી ગગડીને 14.7 ડિગ્રી નોંધાયું હતુ. આ પહેલા 29 ઓક્ટોબર 2012નાં રોજ ઠંડીનો પારો 15.8 ડિગ્રી નોંધાયો હતો. આ ઉપરાંત ઓક્ટોબરમાં 29 ઓક્ટોબર 1983માં 12.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું

આબોહવા પરિવર્તન (Climate change)ના મોટા અને જોઈ શકાય એવા દુષ્પ્રભાવોમાંથી લા નીના (la nina) ઇફેક્ટ એક છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનાને લીધે પરિવર્તનની શરૂઆત થાય છે અને તેની અસર દુનિયાના કેટલાય ભાગમાં જોવા મળે છે જે અસામાન્યથી લઈને આત્યંતિક હવામાન સ્વરૂપે દેખાય છે. તાજેતરમાં ભારતમાંથી ચોમાસા (Indian Monsoon)ની વિદાય બાદ લોકોને બહુ જલ્દી તીવ્ર ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

વધુ જુઓ ...
  આખરે ભારત (India)માંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. સામાન્ય રીતે 15 ઓક્ટોબર સુધી આખા ભારતમાંથી ચોમાસું જતું રહે છે પણ આ વખતે મોડું થઈ ગયું. એટલું જ નહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભારતમાં ઠંડી પણ ઘણી પડવાની છે. ભારતીય હવામાન વિભાગનું પણ આ જ કહેવું છે કે આ વખતે ઠંડી પાછલા કેટલાંક વર્ષોની સરખામણીએ વધુ તીવ્ર હશે. આ અનુમાન પ્રશાંત મહાસાગરમાં થયેલા હવામાન ફેરફારોને પગલે લગાવવામાં આવ્યું છે જેની અસર આખી દુનિયા પર થશે. આ ફેરફાર લા નીના (La Nina) ઇફેક્ટને લીધે થઈ રહ્યો છે.

  શું છે લા નીના શબ્દનો અર્થ
  લા નીના સ્પેનિશ ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાની બાળકી થાય છે. આ એક જટિલ પ્રક્રિયા એન નીનો સાઉધર્ન ઓસિલેશન (ENSO) ચક્રનો ભાગ હોય છે જે પ્રશાંત મહાસાગરમાં ઘટિત થાય છે જેની અસર આખી દુનિયાના હવામાનમાં થાય છે. આ પ્રક્રિયામાં બીજી ઇફેક્ટને અલ નીનો કહે છે (સ્પેનિશ ભાષામાં નાનું બાળક) જેની લા નીનાની સરખામણીએ બિલકુલ વિપરીત અસર થાય છે.

  પ્રશાંત મહાસાગરનું ભૂગોળ
  આ સમગ્ર ચક્રમાં પ્રશાંત મહાસાગરના ભૂગોળની ભૂમિકા મહત્વની છે જે અમેરિકાના પૂર્વથી લઈને એશિયા અને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયો છે. ઈએનએસઓ પ્રશાંત મહાસાગરની સપાટી પર પાણી અને હવામાં અસામાન્ય ફેરફાર લાવે છે. તેની અસર પૂરી દુનિયાના તાપમાન અને વાયુ સંચારના સ્વરૂપો પર પડે છે. જ્યાં લા નીના ENSOના ઠંડા પ્રભાવના રૂપમાં જોવા મળે છે. તો અલ નીનો ગરમી લાવનારા પરિબળ તરીકે જોવામાં આવે છે.

  પ્રશાંત મહાસાગરનું ઠંડું થવું
  બંને જ ઇફેક્ટ પ્રશાંત મહાસાગરની સપાટીના સામાન્ય તાપમાનોમાં અસરકારક અસમાનતા લાવી દે છે. લા નીનામાં પ્રશાંત મહાસાગરની ગરમ પાણીની સપાટી પર હવે પશ્ચિમ તરફ વહે છે, જ્યારે ગરમ પાણીમાં ગતિવિધિઓ થાય છે તો ઠંડું પાણી સપાટી સુધી આવે છે. તેનાથી પૂર્વીય પ્રશાંત સામાન્યથી વધુ ઠંડું થઈ જાય છે.

  અને આવી અસરો થાય છે
  તો લા નીના ઇફેક્ટવાળા વર્ષમાં હવા શિયાળામાં વધુ ઝડપથી ફૂંકાય છે જેનાથી ભૂમધ્ય રેખા અને તેની પાસેનું પાણી સામાન્યથી ઠંડું થઈ જાય છે. આ જ કારણે મહાસાગરનું તાપમાન આખી દુનિયાના વાતાવરણને પ્રભાવિત કરે છે. ભારતમાં ભારે ચોમાસું, પેરુ અને ઇક્વાડોરમાં દુષ્કાળ, ઓસ્ટ્રેલિયામાં ભારે પૂર અને હિન્દ તેમજ પશ્ચિમ પ્રશાંત મહાસાગરના ઉચ્ચ તાપમાનનું કારણ લા નીના જ છે.

  આ પણ વાંચો: OMG! જાપાનના દરિયામાં ફાટ્યો જ્વાળામુખી, અંદરથી નીકળ્યા 24 ભૂતિયા વહાણ!

  આ વર્ષે શું અસર થઈ શકે છે?
  આ વર્ષે લા નીના સક્રિય છે. ધ પ્રિન્ટની રિપોર્ટમાં જવાહર લાલ યુનિવર્સીટીના પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર એબી દિમિત્રીએ કહ્યું કે તેની અસર ભારતમાં સતત ઓછા તાપમાનના રૂપમાં નહીં થાય, પણ વચ્ચે-વચ્ચે આવનારી શીત લહેરના રૂપમાં થશે. લા નીના અને અલ નીનોની અસર 9થી 12 મહિનાઓની વચ્ચે હોય છે. તે દર બેથી સાત વર્ષમાં અનિયમિત રૂપે બીજી વખત આવે છે. લા નીનો કરતાં અલ નીનો ઇફેક્ટ વધુ જોવા મળી છે.

  આ પણ વાંચો: જોઈ લ્યો આજના યુગનો આદિમાનવ, 20 વર્ષથી કાચું માંસ ખાય છે અને વિચિત્ર લાઈફસ્ટાઈલ જીવે છે

  આ ઘટનાઓ પણ લા નીનાને કારણે છે
  ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે પ્રશાંત મહાસાગરમાં કમજોર લા નીનાની પરિસ્થતિને કારણે આ બધું જોવા મળશે. ડાઉન ટુ અર્થને અમેરિકન વૈજ્ઞાનિક અને યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડના જળવાયુ વૈજ્ઞાનિક રઘુ મૂર્તુગડેએ કહ્યું કે મહાબળેશ્વરમાં પાલા અને તમિલનાડુના પહાડી વિસ્તારોમાં ઠંડી જેવી ઘટનાઓનો સંબંધ લા નીનાથી છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, જ્ઞાન

  આગામી સમાચાર