Home /News /explained /કારમાં CNG કીટ લગાવતા પહેલા જાણી લો આ નિયમ, નહીં તો થશે મોટી મુશ્કેલી

કારમાં CNG કીટ લગાવતા પહેલા જાણી લો આ નિયમ, નહીં તો થશે મોટી મુશ્કેલી

પ્રતિકાત્મક ફોટો

CNG Kit : કારમાં સીએનજી કીટ (CNG Kit Car) અથવા એલપીજી કીટ (LPG kit) લગાવવાની પ્રથા વધી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફેરફાર વિશે વીમા કંપની અને RTO ઓફિસ (RTO) ને માહિતી આપવી જરૂરી છે. જો આ માહિતી તેમને આપવામાં ન આવે તો મોટું નુકસાન થાય છે.

વધુ જુઓ ...
દેશમાં વધતાં જતાં પેટ્રોલના ભાવને કારણે લોકોનો ખર્ચ ઘણો વધી ગયો છે. આ જ કારણ છે કે હવે ઘણા લોકોએ તેમના ફોર વ્હીલરમાં CNG અથવા LPG કિટ લગાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ ન માત્ર ડીઝલ અને પેટ્રોલ કરતાં સસ્તા છે, પરંતુ પર્યાવરણને પણ નુકસાન કરતા નથી.

દેશમાં સીએનજી પંપ (CNG Pump) ની સંખ્યામાં વધારો થવાથી પણ સીએનજી કીટ લગાવવાની પ્રથાને પ્રોત્સાહન મળ્યું છે. પરંતુ, મોટાભાગના વાહન માલિકો જેમણે CNG અને LPG કિટ લગાવી છે તેઓ વાહનના વીમા પર વાહનની ઇંધણ તકનીકમાં થતા ફેરફારોની અસરથી અજાણ છે. તેઓ તેમના વાહનમાં આ મહત્વપૂર્ણ ફેરફાર વિશે વીમા કંપનીને જાણ પણ કરતા નથી, જે આપવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સીએનજી અથવા એલપીજી કીટ પણ લગાવી છે, તો તમારે કેટલાક કાગળ પણ કરવા પડશે. તો ચાલો જાણીએ કે તમારે શું કરવાનું છે.

આ પણ વાંચો: Coronavirus Update : ચીનમાં લોકડાઉન, યુરોપમાં હોસ્પિટલો ભરાઈ, વિશ્વમાં કોરોનાની નવી લહેરની શરૂઆત?

ફજિયાત RC માં કરાવો નોંધણી


જ્યારે પણ આપણે આપના વાહનમાં અલગથી CNG અથવા LPG કિટ લગાવીએ છીએ, ત્યારે આપણે તે કરતી વખતે વાહનની ઇંધણ તકનીકમાં ફેરફાર કરીએ છીએ. આવી સ્થિતિમાં, વાહનમાં CNG અથવા એલપીજી કીટ લગાવતા પહેલા, આપણે રાજ્ય પરિવહન વિભાગ (RTO) દ્વારા જારી કરાયેલ નોંધણી પ્રમાણપત્રમાં ડીઝલ અથવા પેટ્રોલને બદલે સીએનજી અથવા એલપીજી દાખલ કરવું જોઈએ.

આ માટે તમારે આરટીઓ ઓફિસમાં આરસી બુક, વીમા પોલિસીની નકલ, એલપીજી અને સીએનજી કીટના ઇનવોઇસ અને વાહન માલિકના કેવાયસી જેવા દસ્તાવેજો આપવા પડશે. એક ફોર્મ ભર્યા પછી, વિભાગ દ્વારા તમામ દસ્તાવેજો તપાસવામાં આવે છે અને ચેકિંગ પછી ફ્યુઅલ ટેક્નોલોજીમાં ફેરફારને મંજૂરી આપવામાં આવે છે અને સીએનજી અને એલપીજી, આરસીમાં જે પણ કીટ લગાવવામાં આવશે, તે રેકોર્ડ કરવામાં આવશે.

વીમામાં પણ ફેરફાર કરવા પડશે


વાહન નોંધણી પ્રમાણપત્રમાં CNG અથવા LPG દાખલ કર્યા પછી, તમારે તમારા વાહનની વીમા કંપનીને પણ જણાવવું પડશે કે તમે વાહનની ઇંધણ તકનીકમાં ફેરફાર કર્યો છે. આ માટે, વાહન માલિકે અમુક સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે જેમાં RTO દ્વારા ફરીથી જારી કરાયેલ આરસી બુક, એલપીજી અથવા સીએનજી કીટનું ઇનવોઇસ અને સંપૂર્ણ ભરેલું ફોર્મ શામેલ હોય છે. તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી, વીમા કંપની દ્વારા જરૂરી સમર્થન કરવામાં આવે છે અને અંતે સમર્થન કરાયેલ વીમા પૉલિસી વાહન માલિકને મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: Power Corridor: રાતોરાત કૃષિ વિભાગના બે મોટા અધિકારીઓની બદલી

 આ કારણે છે જરૂરી


જો તમે ઈંધણ ટેક્નોલોજીમાં ફેરફાર વિશે વીમા કંપનીને જાણ કરી નથી અને તમારી કાર અકસ્માતમાં પડી જાય છે, તો વીમા કંપની તમને ક્લેમ આપવાનો ઈન્કાર કરી શકે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે CNG કાર પેટ્રોલ/ડીઝલ કાર કરતાં વધુ જોખમ વહન કરે છે.

કાર વીમા માટેનું પ્રીમિયમ ઘણા પરિબળો પર આધારિત છે. આમાં IDV, કારના એન્જિનની ક્યુબિક ક્ષમતા, બળતણ અને ઘણું બધું સામેલ છે. તમારો વીમો લેતી વખતે પણ તમે આમાંથી ઘણી વસ્તુઓ પસંદ કરો છો. વીમો લેતી વખતે એક શરત પણ છે કે વાહનમાં કોઈપણ ફેરફાર થાય તો તેની જાણ વીમા કંપનીને કરવાની રહેશે.
First published:

Tags: Auto, Car Insurance, CNG

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો