કેવી રીતે કરવામાં આવે છે કોવિડની તપાસ? જાણો, શું છે LDH અને D Dimer ટેસ્ટ

કેવી રીતે કરવામાં આવે છે કોવિડની તપાસ? જાણો, શું છે LDH અને D Dimer ટેસ્ટ
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે રક્ત વાહિનીઓમાં લોહીના ગઠ્ઠાઓ નથી બનતા, કારણ કે તેમાં પ્રાકૃતિક રીતે લોહી ગંઠાઇ નહીં તેવું રસાયણ હોય છે. પરંતુ જ્યારે રક્ત વાહિનીઓમાં કંઇક ખામી સર્જાય છે તો લોહીના પ્રવાને રોકવા તેના ગઠ્ઠાઓ બની જાય છે.

 • Share this:
  કોવિડ-19થી (Covid-19) સંક્રમિત થયાની ખબર પડતા જ સલાહ આપવામાં આવે છે, RT PCR કે એન્ટિજન ટેસ્ટ (Antigen Test) કરાવવામાં આવે. જેથી કોરોના છે કે નહીં તે જાણી શકાય. દર્દીની ક્લિનીકલ સ્થિતિ શું છે તેના આધારે CBC,CRP,D Dimer, LDH, IL6, LFT,RFT, બ્લડ શુગર ટેસ્ટની સલાહ આપવામાં આવે છે. જેથી દર્દીનો ઇલાજ કઇ રીતે કરી શકાય તે નક્કી થઇ શકે. તેવામાં તમને પણ આ તમામ ટેસ્ટ શું છે તેની જાણકારી જરૂર હોવી જોઇએ. આવો જાણીએ આ ટેસ્ટ વિશે-

  CBC/CBP  CBC/CBPનો અર્થ છે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જેની રક્ત કોશિકાઓની બનાવટમાં આવેલા પરીવર્તન અંગે જાણી શકાય છે. તેમાં રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ, પ્લેટલેટ સામેલ છે. સંક્રમણના કારણે બ્લડ સેલ્સમાં માત્રાત્મક અને તેના આકારમાં આવેલ પરિવર્તનોને સમજી શકાય છે, જેથી ડોક્ટરને દર્દીની સારવાર કરવામાં મદદ મળે છે.

  CRP

  CRP સી રિએક્ટિવ પ્રોટીન યકૃતમાં મળતો એક રિએક્ટેન્ટ છે. સંક્રમણના કારણે રક્તમાં CRPનું સ્તર વધી જાય છે. ખૂબ તીવ્ર સંક્રમણમાં જેમ કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનમાં તેમાં મામૂલી વધારો થાય છે, જ્યારે તે સંધિવા અને ચેપી સંધિવામાં વધે છે. પરંતુ જ્યારે કોઇ બેક્ટેરિયલ/વાયરલ/ફંગલ સંક્રમણ થાય છે તો તે ખૂબ વધી જાય છે.

  આ પણ વાંચો : સુરત : ઘરેથી કાઢી મૂકેલા યુવકની થઈ હત્યા, જે મિત્રના ભરોસે હતો તેણે જ મારી નાખ્યો!


  D-Dimer

  સામાન્ય રીતે રક્ત વાહિનીઓમાં લોહીના ગઠ્ઠાઓ નથી બનતા, કારણ કે તેમાં પ્રાકૃતિક રીતે લોહી ગંઠાઇ નહીં તેવું રસાયણ હોય છે. પરંતુ જ્યારે રક્ત વાહિનીઓમાં કંઇક ખામી સર્જાય છે તો લોહીના પ્રવાને રોકવા તેના ગઠ્ઠાઓ બની જાય છે. જો રક્ત વાહિકાઓની અંદર લોહીના ગઠ્ઠાઓ બની જાય છે તો ગઠ્ઠાઓ બનતા રોકવાની વ્યવસ્થાને સક્રિય કરવી પડે છે. જેથી રક્ત વાહિનીઓમાં લોહીનો પ્રવાહ ચાલુ રહે. ગઠ્ઠાને નષ્ટ કર્યા બાદ જે કચરો હોય છે તે થોડા સમય બાદ નીકળી જાય છે. રોગ અને સંક્રમણના કારણે રક્ત વાહિનીઓમાં જરૂરથી વધુ ગઠ્ઠાઓ બની શકે છે અને તેને દૂર કરવા માટે ગઠ્ઠાઓને હટાવવાનું કામ કરવામાં આવે છે.

  આ કારણે લોહીમાં ગઠ્ઠાઓ દૂર કર્યા બાદ પેદા થતા કચરાની માત્રા વધી જાય છે, જે નાની રક્ત વાહિનીઓમાં ફસાઇ શકે છે અને તેના કારણે દર્દીનું મૃત્યુ થઇ શકે છે. ડી ડાઇમર ગઠ્ઠાને સમાપ્ત કરનાર ઉપ્તાદ ફાયબ્રિન છે. લોહીમાં ડી ડાઇમરનું સ્તર વધવાનો મતલબ છે રક્તમાં જરૂરિયાતથી વધુ ગઠ્ઠાઓ બનવા અને તેથી ગઠ્ઠાઓને સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડે છે. જેથી દર્દીનો જીવ બચાવી શકાય.

  LDH

  લેક્ટેટ ડિહાઇડ્રોજિનેજ એક પ્રકારનું એન્ઝાઇમ છે, જે શરીરની દરેક કોશિકાઓમાં હોય છે. લોહીમાં તેનું સ્તર ત્યારે વધે છે, જ્યારે શરીરમાં કોઇ સંક્રમણ થાય છે કે કોઇ રોગ થાય છે. ઘણી વાર ખૂબ વધુ વર્જીસ કરવાથી કે મુશ્કેલ ગતિવિધિના કારણે પણ શરીરમાં તેની માત્રા વધી જાય છે. કોઇ અંગમાં LDHનો પ્રકાર તે અંગને થયેલ ક્ષતિ વિશે જણાવે છે. તેનાથી ડોક્ટરને અંગ વિશે આગળ તપાસ કરવામાં મદદ મળે છે, જેથી ઇલાજ જલદી શરૂ કરી શકાય.

  આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

  IL6

  શરીરની ઇમ્યૂનિટી શરીરમાં ઇન્ટરલ્યૂકિંસ-6નો સ્ત્રાવ કરે છે, જે પોતે અને લિવરમાં CRP અને ફાયબ્રિન જેવા રસાયણો બનાવી સંક્રમણ સામે લડે છે. લોહીમાં IL6નું સ્તર વધવાનો મતલબ છે, શરીરમાં સંક્રમણ હોવું. આ એક ગેર વિશિષ્ટ માર્કર છે કારણ કે ગઠ્ઠા અને આ પ્રકારની અન્ય બીમારીઓ હોવા છતા તેનું સ્તર શરીરમાં વધે છે. શરીરમાં તેની માત્રા વધુ હોવાનું જાણવા મળે તેનો અર્થ છે શરીરમાં વધુ સોજો અને તેથી આ સોજો ઓછો કરવાની દવા, જેમ કે સ્ટીરોઇડ આપવામાં આવે છે જેથી કોશિકાની રક્ષા કરી શકાય.

  LFT

  યકૃત કઇ રીતે કામ કરે છે તેની તપાસ માટે લોહીના તપાસ કરવામાં આવે છે. જેમ કે તે એલ્બ્યૂમીન જેવા પ્રોટીન અને લોહીમાં કચરા જેવી બિલીરુબિનને નષ્ટ કરવા માટે રસાયણ બનાવે છે કે નહીં. લોહીમાં પ્રોટીનનું ઓછું પ્રમાણ અને એન્ઝાઇમનું પ્રમાણ વધુ હોવાનો મતલબ છે લીવર સરખી રીતે કામ કરતું નથી. જો LFT અસામાન્ય છે તો હંમેશા તેનો મતલબ લીવર ખરાબ છે તેમ નથી થતો. આ સંક્રમણ કે દવા લેવાના કારણે પણ થઇ શકે છે.

  RFT

  કિડલી લોહીને સાફ કરે છે અને તેમાંથી કચરો હટે છે, જે પેશાબ રૂપે આપણા શરીરમાથી બહાર નીકળે છે. કિડની સરખી રીતે કામ કરી રહી છે કે નહીં તે વાતની તપાસ કરવાથી એલ્બ્યૂમિન, યૂરિયા અને ક્રિએટિનીનને ફિલ્ટર કરવામાં આવે છે કે નહીં તે જાણી શકાય છે. જો તેનું પ્રમાણ અસામાન્ય છે તો તેનો અર્થ છે કે કિડની સરખી રીતે કામ કરતી નથી. અસામાન્ય RFTનો અર્થ તે નથી કે કિડનીની બિમારી છે પણ એવું ઘણા કારણોસર થાય છે. જેમાં સંક્રમણ અને દવા લેવું પણ સામેલ છે.

  યુરિનની તપાસ

  આ એક એવી તપાસ છે જેમાં પેશાબનું માઇક્રોસ્કોપથી વિશ્લેષણ કરવામાં આવે છે, જેમાં તેના રંગ, તેમાં મળતી વસ્તુઓ અને તેની સાંદ્રતા તપાસવામાં આવે છે. આ એક ઉપયોગી તપાસ છે અને તેનાથી પેશાબની નળીમાં કોઇ પ્રકારના સંક્રમણ, કિડની કે બિમારી કે ડાયાબિટીસ વિશે જાણી શકાય છે.

  આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

  લોહીમાં શુગર લેવલની તપાસ

  લોહીમાં શુગર લેવલની તપાસ મુખ્ય રૂપે ડાયાબિટીસના ઇલાજ માટે કરવામાં આવે છે. ડાયાબિટીસ સિવાય તણાવ, સંક્રમણ અને દવા, જેમ કે સ્ટીરોઇડ લેવાથી પણ લોહીમાં શુગર લેવલમાં હેરફેર થાય છે.

  પ્રો-કેલસીટોનિન તપાસ(PCT)

  તે લોહી આધારિત બાયો માર્કર છે જેનો પ્રયોગ બેક્ટેરિયાથી થતા સંક્રમણમાં દર્દીનું શરીર કઇ રીતે પ્રતિક્રિયા કરે છે તે જાણી શકાય છે. બેક્ટેરિયાનું સંક્રમણ થવાના 3થી 6 કલાકની અંદર તેમાં વૃદ્ધિ થાય છે અને 12-24 કલાક બાદ તે ઉચ્ચ સ્તર પર હોય છે અને પછી જેમ સંક્રમણ ઘટે છે તે પણ ઘટવા લાગે છે. વાયરલ સંક્રમણમા તેનું સ્તર નીચું રહે છે. PCT ગૌણ બેક્ટેરિયલ સંક્રમણને પકડવા અને બીમારીના આગળ વધવા અંગે જાણવામાં મદદ કરે છે.

  આ તે વાત જાણવામાં પણ મદદરૂપ છે કે સ્ટેરોઇડના ઉપયોગના કારણે WBCની સંખ્યામાં વૃદ્ધિ થઇ કે કોઇ બેક્ટેરિયલ સંક્રમણના કારણે. PCT એક મહત્વપૂર્ણ તપાસ છે જેના દ્વારા તે નક્કી કરી શકાય છેકે દર્દીને એન્ટીબાયોટીક આપવામાં આવે કે નહીં અને આ રીતે દર્દીઓમાં એન્ટિબાયોટીકના જરૂરથી વધુ પડતા ઉપયોગને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ એન્ટિબાયોટિક પ્રતિરોધ ઉત્પન્ન કરે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છેકે PCT તે જણાવવામાં સક્ષમ રહ્યું છે કે બીમારી ગંભીર છે કે સારવારની અસર નથી થઇ રહી. તેનું પ્રમાણ 0.25 માઇક્રોગ્રામ/લીટર છે તો તે સારા પરીણામ દર્શાવે છે.
  Published by:News18 Gujarati
  First published:June 18, 2021, 17:41 IST

  ટૉપ ન્યૂઝ