Home /News /explained /

SANJEEVANI: ભારત અને સમગ્ર દુનિયામાં કોવિડ-19ની રસીઓ

SANJEEVANI: ભારત અને સમગ્ર દુનિયામાં કોવિડ-19ની રસીઓ

સંજિવની

જ્યારે રસીને મર્યાદિત ઉપયોગ માટે ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની અધિકૃતતા આપવામાં આવે ત્યારે, રસી દ્વારા મળી શકતી સુરક્ષાના સંપૂર્ણ સમયગાળાનું અનુમાન કરવા માટે પરીક્ષણ ફોલોઅપ 1-2 વર્ષ સુધી ચાલે છે. રસીની અસરકારકતા એ રસીના પરીક્ષણ દરમિયાન બીમારી સામે રક્ષણ આપવાની રસીની ક્ષમતા છે

વધુ જુઓ ...
  ભારત અત્યારે કોવિડ-19 મહામારીના બીજા ચરણ સામે જંગ લડી રહ્યું છે ત્યારે, રસીનો પુરવઠો અને તેને આપવાની પ્રક્રિયાને સમગ્ર દેશમાં વધારવામાં આવી છે. 28 મે 2021 સુધીની સ્થિતિ અનુસાર, 120,656,061 લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4,41,23,192 લોકોને રસીના બંને ડોઝ આપી દેવાયા છે. ભારતમાં, કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે અધિકૃતતા આપવામાં આવી છે અને હાલમાં વિશાળ જનસમુદાયમાં આ રસીઓ આપવામાં આવે છે.

  કોવેક્સિન રસી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) – નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજી (NIV)ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવી છે. તેમાં નિષ્ક્રિય કરેલા કોરોના વાઇરસ હોય છે જે શરીરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે અને રોગ પ્રતિકારક કોષો તેને ઓળખી કાઢે છે. ત્યારબાદ, તે આ વાઇરસ સામે એન્ટીબોડી તૈયાર કરવા માટે રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે છે. ક્લિનિકલ પરીક્ષણના ત્રીજા તબક્કા દરમિયાન વચગાળાના વિશ્લેષણમાં, કોવેક્સિન રસીએ હળવા, મધ્યમ અને તીવ્ર બીમારીના દર્દીઓમાં બીમારી સામે 78% અસરકારકતા બતાવી હતી અને કોવિડ-19 બીમારીના તીવ્ર કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતમાં ઘટાડા સાથે 100% અસરકારકતા બતાવી હતી. આ રસી હાલમાં 4-6 અઠવાડિયાના અંતરે બે ડોઝમાં આપવામાં આવી રહી છે.

  અન્ય ઉપલબ્ધ રસી કોવિશિલ્ડ છે જે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વિકસિત રસી છે અને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વાઇરલ વેક્ટર રસી છે જેમાં શરીરના કોષો સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા માટે વિવિધ પ્રકારના વાઇરસ અથવા વેક્ટરના સુધારેલા વર્ઝનનો ઉપયોગ કરવામાં આવે છે. કોવિડ-19 માટે જવાબદાર કોરોના વાઇરસમાં તેની બાહ્ય સપાટી પર કાંટાળા તાજ જેવી રચના હોય છે જેને સ્પાઇક પ્રોટીન કહેવાય છે. રસીથી શરીર આ સ્પાઇક પ્રોટીનની નકલ બનાવી શકે છે. પરિણામે, શરીર આ વાઇરસને ઓળખી શકશે અને જો પછીના તબક્કે વ્યક્તિ આ બીમારીના સંપર્કમાં આવશે તો તેના વિરુદ્ધ લડશે. કોવિશિલ્ડ સિમ્પ્ટોમેટિક SARS-CoV-2 ચેપ સામે 76% અસરકારક છે, હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ સાથે તીવ્ર અથવા ગંભીર બીમારી સામે 100% અસરકારક અને 65 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં સિમ્પ્ટોમેટિક કોવિડ-19 સામે 85% અસરકારક છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (MoHFW) 12-16 અઠવાડિયાના અંતરાલે આ રસી બે ડોઝમાં લેવાની ભલામણ કરી છે.

  આ વર્ષમાં એપ્રિલ મહિનામાં, રશિયન રસી સ્પુતનિક Vને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે અધિકૃતતા આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તે રસી દેશમાં રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. કોવિશિલ્ડની જેમ સ્પુતનિક V પણ વાઇરલ વેક્ટર રસી છે જેણે છેલ્લા તબક્કાના પરીક્ષણોમાં કોરોના વાઇરસ સામે 91.6% અસરકારકતા બતાવી છે. સ્પુતનિક V ના બે ડોઝ છે જે 21 દિવસના અંતરાલે આપવામાં આવે છે. જોકે, અન્ય રસીઓથી અલગ, આ બંને ડોઝ એકબીજાથી સહેજ અલગ છે. ઇમ્યુનાઇઝેશનના બે ડોઝ આપવાથી વધુ લાંબા સમય સુધી તેની અસર રહે છે અને ટકાઉક્ષમ રોગ પ્રતિકારકતા પ્રતિભાવ મળે છે અને બીમારી સામે લાંબા સમય સુધી રક્ષણ આપવામાં ભૂમિકા નિભાવે છે તેવા તર્કના આધારે, આ રસીના દરેક જેબ (ઇન્જેક્શન)માં અલગ વેક્ટર/નિષ્ક્રિય વાઇરસ હોય છે. રસીનું સિંગલ જેબ વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનું નામ સ્પુતનિક લાઇટ છે.

  દુનિયામાં અન્ય દેશોમાં ઉપલબ્ધ કેટલીક રસીઓમાં ફાઇઝર, મોડેર્ના, જ્હોન્સન એન્ડ જ્હોન્સન (જેન્સેન), સીનોફાર્મ, કોરોનાવેક, નોવાનેક વગેરે છે. ફાઇઝર અને મોડેર્ના mRNA આધારિત રસી છે, જે ચેપી બીમારીઓના નિવારણ માટે નવા પ્રકારની રસી છે. શરીરમાં નબળા પાડેલા અથવા નિષ્ક્રિય કરેલા વાઇરસને દાખલ કરવાના બદલે, mRNA રસી કોષોને પ્રોટીન અથવા પ્રોટીનનો હિસ્સો બનાવવા માટે સક્ષમ કરે છે જે શરીરમાં રોગ પ્રતિકારક પ્રતિભાવને સક્રિય કરે છે. જો શરીર વાસ્તવિક વાઇરસના સંપર્કમાં આવે તો, રોગ પ્રતિકારક પ્રતિભાવ તેની સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરી શકે છે. ફાઇઝર એકમાત્ર એવી રસી છે જેને 12 વર્ષથી ઉપરના લોકોને આપવા માટે અધિકૃતતા આપવામાં આવી છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સન (જેન્સેન) સિંગલ ડોઝ વાઇરલ વેક્ટર રસી છે જ્યારે સીનોફાર્મ અને કોરોનાવેકમાં નિષ્ક્રિય વાઇરસનો ઉપયોગ કરવામાં આવે છે.

  રસીઓના પરીક્ષણના તબક્કાઓમાંથી અસરકારકતા પરિણામો મળ્યાં છે, ત્યારે આમાંથી દરેક રસીની વાસ્તવિક અસરકારકતા તો લાંબા સમય પછી જ નક્કી કરી શકાશે. ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યારે રસીને મર્યાદિત ઉપયોગ માટે ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની અધિકૃતતા આપવામાં આવે ત્યારે, રસી દ્વારા મળી શકતી સુરક્ષાના સંપૂર્ણ સમયગાળાનું અનુમાન કરવા માટે પરીક્ષણ ફોલોઅપ 1-2 વર્ષ સુધી ચાલે છે. રસીની અસરકારકતા એ રસીના પરીક્ષણ દરમિયાન બીમારી સામે રક્ષણ આપવાની રસીની ક્ષમતા છે. કોવિડ-19ની રસીઓનું મૂલ્યાંકન કરતી વખતે, સિમ્પ્ટોમેટિક બીમારી સામે તેની અસરકારકતા પર મોટાભાગે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, તીવ્ર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત અને મૃત્યુ સામે રક્ષણ આપવાની અસરકારકતા એ ધ્યાનમાં લેવા લાયક વધારે મહત્વપૂર્ણ પરિબળ છે.

  મોટાભાગની રસીએ વૈશ્વિક એજન્સીઓએ નક્કી કરેલા 50-60%ના આધારચિહ્નની સામે 70-90% સુધીની અસરકારકતા બતાવી છે અને તેથી, તેને ઉપયોગ માટે સલામત અને અસરકારક માનવામાં આવે છે. રસીઓ વચ્ચેની સરખામણી ખૂબ જ સાવચેતીપૂર્વક કરવી આવશ્યક છે કારણ કે, ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજીઓ અલગ હોય છે અને જે પરિસ્થિતિઓમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય તે પણ અલગ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા સૌથી પહેલા જે રસી ઉપલબ્ધ હોય તે લેવાની તેમજ એકબીજા સાથે તુલના કરવાથી દૂર રહેવાની ભલામણ કરવામાં આવી છે. મહામારીના ત્રીજા ચરણની સંભાવનાઓ વચ્ચે સમયની માંગ છે કે, મોટાભાગના લોકોનું ઝડપથી રસીકરણ કરવામાં આવે. આ બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા, તેની સામે કોઇપણ કક્ષાની સુરક્ષા મદદરૂપ પુરવાર થશે.  રસીઉત્પાદક  રસીકરણનો પ્રકાર
  સિમ્પ્ટોમેટિક કોવિડ-19ને નિવારવા માટે અસરકારકતાતીવ્ર/ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ નિવારવા માટે અસરકારકતાડોઝની સંખ્યાપ્રથમ અને બીજા ડોઝ વચ્ચે સમયગાળોભારતમાં ઉપલબ્ધતા


  ફાઇઝર

  BNT162b2
  ફાઇઝર ઇન્ક અને બાયોએનટેકmRNA95%100%221 દિવસના


  મોડેર્ના

  mRNA-1273
  મોડેર્ના ટીએક્સ ઇન્કmRNA94.1%NA228 દિવસના


  ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા

  AZD1222


  સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (કોવિશિલ્ડ)

  એસ.કે.બાયો (રિપબ્લિક ઓફ કોરિયા)
  વાઇરલ વેક્ટર76%100%212 થી 16 અઠવાડિયાહા
  સ્પુતનિક V (ગામાલેયા)RDIF અને પેનેસિઆ બાયોટેક (ભારતમાં)વાઇરલ વેક્ટર91·6%100%221 દિવસટૂંક સમયમાં થશે


  જ્હોન્સન એન્ડ જ્હોન્સન (જેન્સેન)

  JNJ-78436735
  જ્હોન્સન એન્ડ જ્હોન્સનની જેન્સેન ફાર્માસ્યુટિકલ્સ કંપનીઝવાઇરલ વેક્ટર72%86%1NAના
  કોરોનાવેક (સીનોવેક)સીનોવેક લાઇફ સાયન્સિસ, બેઇજિંગ, ચીનનિષ્ક્રિય વાઇરસ50.65% અને 83.5%221 દિવસના
  સીનોફાર્મબેઇજિંગ બાયો-ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડનિષ્ક્રિય વાઇરસ79%79%23 થી 4 અઠવાડિયા  ના
  કોવેક્સિનભારત બાયોટેકનિષ્ક્રિય વાઇરસ78%100%24 થી 6 અઠવાડિયાહા
  નોવાવેક્સ*નોવાવેક્સપ્રોટીન આધારિત96.4%100%23 અઠવાડિયાના

  *હજુ તબીબી પરીક્ષણ હેઠળ છે

  ઐશ્વર્યા ઐયર

   સંયોજક, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ,

  યુનાઇટેડ વે મુંબઇ

  સ્રોતો:

  https://www.bbc.com/news/world-asia-india-55748124

  https://www.thelancet.com/action/showPdf?pii=S0140-6736%2821%2900234-8

  https://www.bmj.com/content/373/bmj.n969

  https://www.bharatbiotech.com/images/covaxin/covaxin-factsheet1.pdf

  https://vaccine.icmr.org.in/covid-19-vaccine

  https://www.pfizer.com/news/hot-topics/the_facts_about_pfizer_and_biontech_s_covid_19_vaccine

  https://extranet.who.int/pqweb/sites/default/files/documents/Status_COVID_VAX_28May2021.pdf

  https://www.mohfw.gov.in/covid_vaccination/vaccination/faqs.html

  https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/Pfizer-BioNTech.html

  https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/Moderna.html

  https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/janssen.html

  https://www.bharatbiotech.com/covaxin.html

  https://www.who.int/news-room/feature-stories/detail/the-oxford-astrazeneca-covid-19-vaccine-what-you-need-to-know

  https://www.thelancet.com/action/showPdf?pii=S0140-6736%2821%2900234-8

  https://www.who.int/news/item/07-05-2021-who-lists-additional-covid-19-vaccine-for-emergency-use-and-issues-interim-policy-recommendations

  https://www.mohfw.gov.in/pdf/CumulativeCovidVaccinationCoverageReport28thMay2021.pdf

  https://www.astrazeneca.com/media-centre/press-releases/2021/azd1222-us-phase-iii-primary-analysis-confirms-safety-and-efficacy.html

  https://www.afro.who.int/news/what-covid-19-vaccine-efficacy

  https://www.yalemedicine.org/news/covid-19-vaccine-comparison

  https://www.who.int/news-room/feature-stories/detail/the-sinopharm-covid-19-vaccine-what-you-need-to-know
  Published by:Margi Pandya
  First published:

  Tags: Corona News, Covid 19 vaccine, Sanjeevani, કોરોના વાયરસ

  આગામી સમાચાર