સારી આવક માટે જોખમ રહિત રોકાણ: Post Officeની આ સ્કીમ્સમાં રોકો તમારા નાણા

પ્રતીકાત્મક તસવીર

સરકારે ચાલુ નાણાકીય વર્ષ (Financial year)ના પ્રથમ ત્રિમાસિક માટે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (Post Office Saving Scheme) પર વ્યાજ દરોમાં કોઈ બદલાવ નથી કર્યો.

  • Share this:
નવી દિલ્હી: સરકારે ચાલુ નાણાકીય વર્ષ (Financial year)ના પ્રથમ ત્રિમાસિક માટે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (Post Office Saving Scheme) પર વ્યાજ દરોમાં કોઈ બદલાવ નથી કર્યો. નવા નાણાકીય વર્ષે શરુ થયે હજી સુધી વધુ સમય નથી થયો. ત્યારે તમારા માટે પોસ્ટ ઓફિસ (Post office)ની એક ખાસ સેવિંગ સ્કીમ (Saving schemes) ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સ્કીમ દ્વારા દર મહિને સારી આવક મેળવી શકો છો. અહીં અમે તમને તે સ્કીમ્સ વિશે જણાવીશું.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)

પોસ્ટ ઓફિસમાં તમે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC)માં રોકાણ કરવા પર દર વર્ષે તમને 6.8 ટકા વ્યાજ મળે છે. સાથે જ વ્યાજની ગણતરી દર વર્ષે થાય છે. સાથે જ રોકાણની સમયમર્યાદા પૂર્ણ થતા વ્યાજ સાથે રકમ ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી રોકાણ શરુ કરી શકો છો. સાથે જ આ સ્કીમમાં રોકાણ માટે કોઈ મહત્તમ સીમા નથી. આ સ્કીમમાં રોકાણની અવધિ કુલ 5 વર્ષની છે. ઇન્ડિયા પોસ્ટના જણાવ્યા અનુસાર આ સ્કીમ અંતર્ગત તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો.

આ પણ વાંચો: રાજકોટ: ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ, પોતાની કંપનીમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (POTD)

તમે બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ FD કરાવું શકો છો. આ સ્કીમ પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટના નામે ઉપલબ્ધ છે. જેમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે પૈસા જમા કરાવી શકાય છે. જેનો ફાયદો એ છે કે બેન્કની સરખામણીમાં પોસ્ટ ઓફિસમાં વધુ વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અંતર્ગત 5 વર્ષ પૈસા જમા રાખવા પર 6.7 ટકા વ્યાજ મળે છે. સાથે જ તેમાં સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટ પણ મળે છે. આ સ્કીમનો લાભ કેશ અથવા ચેક દ્વારા લઇ શકાય છે.

આ પણ વાંચો: નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના અંતર્ગત ખાતાધારકોની સંખ્યામાં 23%નો વધારો

કિસાન વિકાસ પત્ર (KVP)

જો તમે તમારા રોકાણની રકમ ડબલ કરવા માંગો છો તો KVP તમારા માટે સારો વિકલ્પ છે. KVP માટે નાણાંકીય વર્ષ 2021ની પ્રથમ ત્રિમાસિક માટે વ્યાજદર 6.9 ટકા નક્કી કરાયો હતો. અહીં તમારું રોકાણ 124 મહિનામાં ડબલ થઇ જશે. જો તમે એકસાથે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 2 લાખ રૂપિયા મળશે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 124 મહિના છે. જોકે, આ સ્કીમ ઈન્ક્મ ટેક્સ સેક્શન 80C અંતર્ગત નથી આવતી. જેથી જે પણ રિટર્ન આવશે, તેમાં ટેક્સ લાગશે. સાથે જ આ સ્કીમમાં TDS નથી કાપવામાં આવતું.

આ પણ વાંચો: CM વિજય રૂપાણીનું સંબોધન: રાજ્યના આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો, કોરોના હારશે ગુજરાત જીતશે


ઉલ્લેખનીય છે કે સરકાર દરેક નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે દર ત્રણ મહિને સમીક્ષા કરે છે અને તેના વ્યાજ દર નક્કી કરે છે. આમ તમારા રોકાણ કરેલા પૈસા ક્યારે ડબલ થશે તે આ વ્યાજ દરો પર નિર્ભર કરે છે.
First published: