Home /News /explained /

Budget 2022: બજેટ પહેલાં જાણો કેટલા પ્રકારના હોય છે Tax, પ્રત્યક્ષ અને પરોક્ષ કર કોને કહેવાય?

Budget 2022: બજેટ પહેલાં જાણો કેટલા પ્રકારના હોય છે Tax, પ્રત્યક્ષ અને પરોક્ષ કર કોને કહેવાય?

બજેટ પહેલા જાણો ટેક્સ માટે અલગ-અલગ ટર્મનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે

Budget and Taxes: 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) દેશનું સામાન્ય બજેટ (Budget 2022) રજૂ કરવાના છે. એવામાં સામાન્ય માણસ અને નોકરીયાત વર્ગની નજર બજેટમાં રજૂ થનારા ટેક્સ પર છે. બજેટ પહેલા જાણો ટેક્સ માટે અલગ ટર્મનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે.

વધુ જુઓ ...
    Budget and Taxes: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ (Budget 2022) રજૂ કરશે. એક તરફ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, તો બીજી તરફ કોરોનાની અસર હજુ પણ અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના ખિસ્સા પર વર્તાય છે. એવામાં સામાન્ય માણસ અને નોકરીયાત વર્ગની નજર બજેટમાં રજૂ થનારા ટેક્સ પર છે. આમ તો દર બજેટમાં સામાન્ય માણસની નજર ટેક્સ શબ્દ પર સૌથી વધુ હોય છે, પરંતુ દરેક ટેક્સનો અર્થ ઘણો અલગ હોય છે. જાણો ટેક્સ માટે અલગ ટર્મનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે.

    ઘણા પ્રકાર હોય છે કર

    ટેક્સનો સામાન્ય અર્થ છે એ કર, જે દરેક સામાન્ય માણસ માટે અનિવાર્ય છે જેથી સરકારી યોજનાઓ ચાલુ રહી શકે. વ્યાપક રીતે ટેક્સને બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રત્યક્ષ કર (Direct Tax) અને પરોક્ષ કર (Indirect Tax). ડાયરેક્ટ ટેક્સ તે છે જે સીધો લેવામાં આવે છે. ઇનકમ ટેક્સ, શેર અથવા અન્ય પ્રોપર્ટીની આવક પર વસૂલવામાં આવતો વેરો, કોર્પોરેટ ટેક્સ, વારસાગત મિલકત પરનો કર આ શ્રેણી હેઠળ આવે છે.

    પરોક્ષ કરનો અર્થ

    આ સિવાય ટેક્સની બીજી શ્રેણી છે ઇનડાયરેક્ટ ટેક્સ. તે સામાન્ય માણસ પાસેથી સીધું લેવામાં નથી આવતું, પરંતુ કોઈને કોઈ રીતે તે સામાન્ય માણસને ભરવાનું તો હોય છે. ઉદાહરણ તરીકે એક્સાઇઝ ટેક્સ, GST, કસ્ટમ ટેક્સ. આ ટેક્સ સીધો નથી લાગતો, પરંતુ કોઈ પ્રકારની સર્વિસ કે ખરીદી પર આ ટેક્સ આપવો પડે છે.

    આ પણ વાંચો: નિર્મલા સીતારમણે રજૂ કર્યો ઇકોનોમિક સર્વે, 9.2% ગ્રોથનો અંદાજ, જાણો મુખ્ય વાતો

    ઇનકમ ટેક્સ (આવકવેરો) સમજો

    ટેક્સની વાત કરીએ તો જે શબ્દ સતત સાંભળવા મળે છે તે છે આવકવેરો (Income Tax). ભારે લાગતા આ શબ્દનો અર્થ એકદમ સરળ છે. લોકોની ઇનકમ એટલે કે આવક પર જે ટેક્સ જાય છે, તેને આવકવેરો કહેવાય છે. જેમ કે પગાર, રોકાણ પર લાગતો ટેક્સ. આમાં જુદી-જુદી આવકના આધારે અલગ ટેક્સ વસૂલવામાં આવે છે.

    tax explained
    ટેક્સનો સામાન્ય અર્થ છે એ કર, જે દરેક સામાન્ય માણસ માટે અનિવાર્ય છે (Image- Pixabay)


    કોર્પોરેટ ટેક્સ એટલે શું?

    તે સામાન્ય લોકો સાથે સંબંધિત નથી, પરંતુ તે કંપનીઓ પર લાગતો ટેક્સ છે. મોટી-મોટી કોર્પોરેટ કંપનીઓ આ ટેક્સ સીધો સરકારને ચૂકવે છે. આ હંમેશા એક મોટી રકમ હોય છે. આ સિવાય કંપનીઓએ અન્ય એક ટેક્સ ચૂકવવો પડે છે, જેને મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (Minimum Alternate Tax) કહેવાય છે. આ કંપની તેના નફા પર ટકાવારીમાં આપે છે.

    આ શબ્દોનો ઉપયોગ પણ થાય છે

    સેસ અને સરચાર્જ જેવા શબ્દો પણ ટેક્સ વિશે વાત કરતી વખતે સાંભળવા મળે છે. સેસ (Cess) એટલે કે ઉપકર કોઈ ચોક્કસ હેતુ માટે પૈસા જમા કરવા માટે વસૂલવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્વચ્છ ભારત સેસ અથવા સ્વચ્છ પર્યાવરણ સેસ. તેમનો દર 0.5% છે. જ્યારે સરચાર્જ આવકવેરા પર લાગતો કર છે. તેનો દર ટેક્સ લાયેબિલિટીના આધારે નક્કી કરવામાં આવે છે.

    tax explained
    સેસ અને સરચાર્જ જેવા શબ્દો પણ ટેક્સ વિશે વાત કરતી વખતે સાંભળવા મળે છે.


    એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી પણ કરની શ્રેણીઓ છે

    એક્સાઈઝ ડ્યુટીને થોડા સમય પહેલાં જ GST હેઠળ લેવામાં આવી છે. તેને એ રીતે સમજી શકાય કે બજારમાં જઈને આપણે નાનીથી મોટી જે પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ, તેના પર આપણે સરકારને ટેક્સ ચૂકવવો પડે છે. આ આબકારી જકાત છે, જે તેના પોતાના દેશમાં બનેલી પ્રોડક્ટ પર લાદવામાં આવે છે. બીજી બાજુ, કસ્ટમ ડ્યુટી તે છે, જે દેશથી બહારથી આવતી વસ્તુઓ પર લાદવામાં આવે છે.

    આ પણ વાંચો: Explained: કેવી રીતે થાય છે IAS અધિકારીઓની કેન્દ્રીય નિમણૂક, શા માટે છે ચર્ચામાં

    શેરમાં જ્યારે પણ રોકાણ કરો

    આ તમામ શ્રેણીઓ ઉપરાંત ટેક્સની અન્ય એક શ્રેણી છે, જેને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કહેવામાં આવે છે. આ ટેક્સ ત્યારે ચૂકવવો પડે છે જ્યારે આપણે પોતાના નાણાંનું રોકાણ અમુક પ્રકારના શેરબજારમાં કરીએ છીએ, જેમ કે શેરની ખરીદી કે વેચાણ કરવું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું પણ આ શ્રેણીમાં આવે છે, જેના પર આપણે સરકારને ચોક્કસ કર ચૂકવવો પડે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Budget 2022, FM Nirmala sitharaman, Nirmala Sitharaman, Tax, આયકર વિભાગ, બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन