Home /News /explained /Black Box of MI17 Helicopter: બ્લેક બોક્સ શું હોય છે? તે જણાવે છે હેલિકોપ્ટર કે પ્લેન ક્રેશનું રહસ્ય

Black Box of MI17 Helicopter: બ્લેક બોક્સ શું હોય છે? તે જણાવે છે હેલિકોપ્ટર કે પ્લેન ક્રેશનું રહસ્ય

આવું હોય છે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ

Black Box of MI17 Helicopter: એ MI17 હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી ગયું છે જે કુન્નુર પાસે ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ બિપિન રાવત (CDS Bipin Rawat) ને લઈ જતા ક્રેશ થઈ ગયું હતું. તેની અંદર જે ડેટા રેકોર્ડ હશે તેના ખ્યાલ આવશે કે કેવી પરિસ્થિતિમાં દુર્ઘટના ઘટી.

વધુ જુઓ ...
  CDS Bipin Rawat Helicopter crash: એ એમઆઈ 17 (Mi17 V) હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી ગયું છે, જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટોફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat)ને કાલે કુન્નુરથી વેલિંગટન જતા સમયે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં જનરલ રાવત અને તેમની પત્ની સહિત ઓફિસરો અને ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું. બ્લેક બોક્સ (Black Box of MI17 Helicopter) મળી તો ગયું છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેની કન્ડિશન સારી નથી. પરંતુ આશા છે કે, તેના મળ્યા બાદ તેની અંદર જે ડેટા રેકોર્ડ હશે તેના ખ્યાલ આવશે કે કેવી પરિસ્થિતિમાં દુર્ઘટના ઘટી. જાણીએ કે ઓરેન્જ રંગનો આ બ્લેક બોક્સ શું હોય છે અને કઈ રીતે કામ (How Black Box works) કરે છે.

  શું હોય છે બ્લેક બોક્સ?

  ફ્લાઇટ સાથે ઘટેલી દુર્ઘટનાનો પત્તો મેળવવા માટે બ્લેક બોક્સ (What is a Black Box)નો ઉપયોગ કરવામાં આવે છે. તે વિમાનની ઉડાન દરમિયાન તેની તમામ ગતિવિધીને રેકોર્ડ કરે છે. આ જ કારણે તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવાય છે. તેને સુરક્ષિત રાખવા માટેતેને મજબૂત ધાતુ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે. સાથે જ અંદરની બાજુ મજબૂત દિવાલ પણ બનેલી હોય છે કે કોઈ દુર્ઘટના થતા બ્લેક બોક્સ સેફ રહે અને તેના દ્વારા સમજી શકાય કે વાસ્તવમાં શું થયું હતું.

  શા માટે શોધ થઈ?

  બ્લેક બોક્સ (Black Box History) બનાવવાના પ્રયત્ન 1950ના શરૂઆતના દાયકામાં થયા હતા. ત્યારે વિમાનની ફ્રિકવન્સી વધવાના કારણે દુર્ઘટના પણ વધવા લાગી હતી. જોકે, ત્યારે તે સમજવાનો કોઈ રસ્તો નહતો કે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેની કઈ રીતે તપાસ કરવી કે કોઈ ભૂલથી તે થયું છે તે ખબર પડે જેથી ભવિષ્યમાં તે ભૂલનું પુનરાગમન ન થાય.

  know about black box how it reveals plane chopper crash real reason
  દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર Mi17 Vનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. જોકે તેની હાલત બહુ સારી નથી. આ દુર્ઘટના 8 ડિસેમ્બરના રોજ કુન્નુર પાસે થઈ હતી.


  નામકરણ આ રીતે થયું

  આખરે 1954ની સાલમાં એરોનોટિકલ રિસર્ચર ડેવિડ વોરેને તેનો આવિષ્કાર કર્યો. ત્યારે આ બોક્સને લાલ રંગના કારણે રેડ એગ કહેવામાં આવતું હતું. પરંતુ અંદરની દિવાલ કાળા રંગની હોવાના કારણે આ ડબ્બાને બ્લેક બોક્સ કહેવામાં આવ્યું. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે બ્લેક બોક્સને બ્લેક બોક્સ કેમ કહેવામાં આવે છે કેમ કે તેનો ઉપરનો ભાગ તો લાલ કે ગુલાબી રંગનો હોય છે. લાલ કે ગુલાબી રંગ એ માટે (Why Black box is red) છે કે ઝાડીઝાંખરામાં પડ્યું હોય કે ધૂળમાટીવાળું થયું હોવા છતાંય તે રંગના કારણે દેખાઈ જાય.

  આ પણ વાંચો: બિપિન રાવત સવાર હતા એ રશિયન હેલિકોપ્ટર અંગે જાણો અજાણી વાતો

  કઈ રીતે કામ કરે છે બ્લેક બોક્સ

  તે ટાઇટેનિયમથી બન્યુ હોવાથી અને તેના ઘણા લેયર્સ હોવાથી તે સુરક્ષિત રહે છે. પ્લેનમાં જો આગ લાગે તો પણ તેના ખતમ થવાની શક્યતા લગભગ નહિંવત છે. કેમ કે, 1 કલાક સુધી તે 1000 ડિગ્રી સેન્ટીગ્રેટનું તાપમાન સહન કરી શકે છે. તેના પછી પણ 2 કલાક સુધી આ બોક્સ લગભગ 260 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. તેની એક ખાસિયત છે કે, તે લગભગ મહિના સુધી વિજળી વગર કામ કરી શકે છે એટલે કે જો દુર્ઘટનાગ્રસ્ત વિમાનને શોધવામાં સમય લાગે તો પણ બેક્સમાં ડેટા સેવ રહે છે.

  સતત નીકળ્યા કરે છે તરંગો

  જો દુર્ઘટના થાય તો બ્લેક બોક્સમાંથી સતત એક પ્રકારનો અવાજ આવ્યા કરે છે, જેને શોધી રહેલું દળ દૂરથી ઓળખી જાય છે. તેના દ્વારા શોધ કરતી ટીમને દુર્ઘટનાસ્થળ પણ ઝડપથી મળે છે. ત્યાં સુધી કે દરિયામાં 20,000 ફિટ સુધી નીચે પડ્યા બાદ આ બોક્સમાંથી અવાજ અને તરંગ નીકળ્યા કરે છે અને તે સતત 30 દિવસ સુધી રહે છે.

  know about black box how it reveals plane chopper crash real reason
  બ્લેક બોક્સની બહારના આ મજબૂત શેલને કાપીને અંદરના રેકોર્ડ ડિવાઈસને બહાર કાઢવામાં આવે છે અને પછી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે.


  બ્લેક બોક્સ શોધાયાના તરત બાદ દરેક પ્લેનમાં તે રાખવાની શરૂઆત થઈ. દરેક પ્લેનમાં સૌથી પાછળની તરફ બ્લેક બોક્સ રાખવામાં આવે છે જેથી જો ક્યારેક દુર્ઘટના થઈ જાય તો પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે. કહી દઈએ કે વિમાન દુર્ઘટનામાં મોટા ભાગે પાછળનો ભાગ સૌથી ઓછો પ્રભાવિત થાય છે.

  આ પણ વાંચો: CDS Bipin Rawat: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો નિયમ અને જોગવાઈઓ

  વોઇસ રેકોર્ડર પણ કરે છે મદદ

  માત્ર બ્લેક બોક્સ જ નહીં, વિમાનમાં એક અન્ય વસ્તુ પણ માહિતી મેળવવામાં મદદ કરે છે. તે છે કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR). તે વાસ્તવમાં બ્લેક બોક્સનો જ એક ભાગ છે. તે વિમાનમાં છેલ્લા બે કલાકનો અવાજ રેકોર્ડ કરે છે. તેમા એન્જિનનો અવાજ, ઇમરજન્સી અલાર્મનો અવાજ અને કોકપિટમાં જ થયેલો અવાજ એટલે કે પાયલોટ અને કો-પાયલોટ વચ્ચેની વાતો રેકોર્ડ થાય છે. આ પણ દુર્ઘટનાસ્થળથી મળી ચૂક્યું છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained

  विज्ञापन
  विज्ञापन