Home /News /explained /Kamal Ranadive: જાણો કોણ છે કમલ રણદિવે જેમના માટે ગૂગલે બનાવ્યું છે doodle

Kamal Ranadive: જાણો કોણ છે કમલ રણદિવે જેમના માટે ગૂગલે બનાવ્યું છે doodle

ડૉ કમલ રણદિવેએ કેન્સર રિસર્ચ ઉપરાંત મહિલાઓની સમાનતા માટે પણ ખૂબ કામ કર્યું છે. (Image credit- Google)

ગૂગલે આજનું ડૂડલ ડૉ કમલ રણદિવે (Dr Kamal Ranadive) માટે બનાવ્યું છે જે બાયોમેડિકલ રિસર્ચર હતા અને જેમને કેન્સરના સ્પેશ્યલ રિસર્ચ માટે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં તેઓ ભારતીય મહિલા વૈજ્ઞાનિક સંઘ (Indian Women Scientists Association)ના પણ સ્થાપક સદસ્ય હતા.

વધુ જુઓ ...
  મેડિકલ ક્ષેત્રે ભારતીય મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે એટલે જ ગૂગલે એક વિશેષ ભારતીય મહિલાને આજનું ગૂગલ ડૂડલ (Google Doodle) સમર્પિત કર્યું છે. ગૂગલે આજનું ડૂડલ ડૉ કમલ રણદિવે (Dr Kamal Ranadive) માટે બનાવ્યું છે જે બાયોમેડિકલ રિસર્ચર હતા અને જેમને કેન્સરના સ્પેશ્યલ રિસર્ચ માટે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં તેઓ ભારતીય મહિલા વૈજ્ઞાનિક સંઘ (Indian Women Scientists Association)ના પણ સ્થાપક સદસ્ય હતા. તેઓ વિજ્ઞાન અને શિક્ષણમાં સમાનતા લાવવાના પ્રયત્નો માટે પણ ઓળખાય છે. આજે પદ્મભૂષણ સન્માનિત ડૉ. રણદિવેનો 140મો જન્મદિવસ છે.

  બાળપણથી જ ભણવામાં હોશિયાર હતા

  ડૉ રણદિવેનો જન્મ 8 નવેમ્બર 1917ના પૂણેમાં થયો હતો. તેમના પિતા દિનકર દત્તાત્રેય સમર્થ બાયોલોજિસ્ટ હતા અને પૂણેના ફર્ગ્યુસન કોલેજમાં અધ્યાપક હતા. પિતાએ કમલના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું અને કમલ પોતે પણ ભણવામાં હોશિયાર હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ પૂણેની હુજૂરપાગાની ગર્લ્સ સ્કૂલમાં મેળવ્યું હતું.

  ચિકિત્સાને બદલે જીવવિજ્ઞાન

  કમલના પિતા ઇચ્છતા હતા કે કમલ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધે અને તેમના લગ્ન એક ડોક્ટરથી થાય પણ કમલે ફર્ગ્યુસન કોલેજમાં જ જીવવિજ્ઞાન માટે બીએસસી કર્યું જેમાં તેમણે ડિસ્ટિંક્શન મેળવ્યું. ત્યારબાદ તેમણે પૂણેની કૃષિ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમણે ત્યારબાદ જેટી રણદિવે સાથે લગ્ન કર્યા જે ગણિતજ્ઞ હતા. તેમણે કમલને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસમાં બહુ મદદ કરી હતી.

  મુંબઈમાં પીએચડીનો અભ્યાસ

  અનુસ્નાતકમાં તેમનો વિષય Cyanogenitus of Enochake હતો જે સાઈટોલોજીની એક શાખા છે. સાઈટોલોજી તેમના પિતાનો વિષય પણ હતો. વિવાહ બાદ કમલ મુંબઈ આવી ગયા જ્યાં તેમણે ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કામ શરુ કર્યું અને બાંબે યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ પણ કરવા લાગ્યા.

  dr kamal ranadive google doodle
  ડૉ કમલ રણદિવે (Dr Kamal Ranadive)એ કેન્સર સંબંધિત રિસર્ચમાં સૌથી વધુ સિદ્ધિઓ મેળવી હતી. (પ્રતીકાત્મક ફોટો- Pixabay)


  ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી પર કામ

  પીએચડી પૂર્ણ કર્યા પછી ડૉ. કમલે બાલ્ટોરની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં જ્યોર્જ ગેની લેબમાં પોસ્ટ-ડોક્ટરલ સંશોધન માટે ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી પર કામ કર્યું અને ભારત આવીને અને ભારતીય કેન્સર રિસર્ચ સેન્ટરમાં જોડાઈને તેમની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. તેમણે મુંબઈમાં પ્રાયોગિક બાયોલોજી લેબોરેટરી અને ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

  આ પણ વાંચો: પહેલી વખત આપણી ગેલેક્સીની બહાર શોધવામાં આવ્યો ગ્રહ – જાણો કઈ રીતે?

  કેન્સર સંશોધન

  ડૉ. કમલ 1966થી લઈને 1970 સુધી ભારતીય કેન્સર સંશોધન કેન્દ્રના ડિરેક્ટર હતા. તેમણે અહીં ટિશ્યુ કલ્ચર મીડિયા અને તેના સંબંધિત રિએજન્ટ્સ વિકસાવ્યા. તેમણે કેન્દ્રમાં કાર્સિજેનોસિસ, સેલ બાયોલોજી અને ઇમ્યુનોલોજીની સંશોધન શાખાઓ ખોલી. તેમની સંશોધન સિદ્ધિઓમાં કેન્સરની પેથોફિઝિયોલોજી પરનું રિસર્ચ હતું, જેનાથી બ્લડ કેન્સર, સ્તન કેન્સર અને અન્નનળીના કેન્સર જેવા રોગોનું કારણ શોધવામાં મદદ મળી.

  dr kamal ranadive google doodle
  ડૉ કમલ રણદિવે (Dr Kamal Ranadive)ની શોધને આધારે જ કોઢ (Leprosy)ની રસી વિકસિત થઈ શકી હતી. (પ્રતીકાત્મક ફોટો- PradeepGaurs/Shutterstock.com)


  ભારતીય મહિલા વૈજ્ઞાનિકો માટે પ્રેરણા

  આ ઉપરાંત તેમણે કેન્સર, હોર્મોન્સ અને ટ્યુમર વાયરસ વચ્ચેના રિલેશનની શોધ કરી. તો રક્તપિત્ત જેવા અસાધ્ય ગણાતા રોગની રસી પણ તેમના સંશોધનને કારણે શક્ય બની હતી જે રક્તપિત્તના બેક્ટેરિયા સાથે સંબંધિત હતી. તેઓ કેન્સર પર કામ કરતી ભારતીય મહિલા વૈજ્ઞાનિકો માટે એક મહાન પ્રેરણા બન્યા હતા.

  આ પણ વાંચો: Explained: મગજમાં કઈ રીતે વધે છે અલ્ઝાઇમર, વૈજ્ઞાનિકો આ રીતે સમજાવે છે

  સંશોધન કાર્ય ઉપરાંત ડૉ. રણદિવેએ મહારાષ્ટ્રના અહેમદ નગરમાં આદિવાસી બાળકોની પોષણ સ્થિતિ સંબંધિત આંકડા એકત્ર કરવાનું કામ પણ હાથ ધર્યું. આ સાથે તેમણે ત્યાં રાજપુર અને અહમદનગરની ગ્રામીણ મહિલાઓને સરકારી પ્રોજેક્ટ્સના માધ્યમથી ભારતીય મહિલા સંગઠન હેઠળ તબીબી અને આરોગ્ય સહાય પૂરી પાડી હતી. તેમને 1982માં પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Cancer, Explained, Google doodle, તબીબી medical

  विज्ञापन
  विज्ञापन