Kadambini Ganguly Google Doodle: ગૂગલ ડૂડલ (Google Doodle)એ રવિવારે ભારતમાં ચિકિત્સકના રૂપમાં પ્રશિક્ષિત થનારી પહેલી મહિલા કાદમ્બિની ગાંગુલી (Kadambini Ganguly)ને યાદ કર્યા. ડૂડલને બેંગલુરુના કલાકાર ઓડ્રિજાએ ચિત્રિત કર્યું છે. 18 જુલાઈ, 1861ના રોજ ભાગલપુર બ્રિટિશ ભારત, હવે બાંગ્લાદેશમાં જન્મેલી કાદમ્બિની ગાંગુલી મહિલા મુક્તિ માટે એક પ્રમુખ કાર્યકર્તા, એક ડૉક્ટર અને એક સ્વતંત્રતા સેનાની હતી. તેમના પિતા, ભારતના પહેલા મહિલા અધિકારી સંગઠનના સહ-સંસ્થાપકે કાદમ્બિની ગાંગુલીને સ્કૂલ સુધી મોકલી જ્યારે ભારતીય મહિલાઓ માટે શિક્ષણ અસામાન્ય હતું. 1883માં કાદમ્બિની અને તેની સાથે ચંદ્રમુખી બસુઇન ભારતીય ઈતિહાસમાં સ્નાતક થનારી પહેલી મહિલા હતી.
તેઓએ વર્ષ 1886માં ગ્રેજ્યુએટની ઉપાધિ પ્રાપ્ત કરી. ફરી એક વાર ભારતીય શિક્ષિત ડૉક્ટર બનનારી પહેલી મહિલા તરીકે ઈતિહાસ રચી દીધો. યૂનાઇટેડ કિંગડમમાં કામ કરીને અને અધ્યયન કર્યા બાદ, તેમણે સ્ત્રી રોગમાં વિશેષજ્ઞતાની સાથે ત્રણ વધારાના ડૉક્ટરેટ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા અને 1890ના દશકમાં પોતાની ખાનગી પ્રેક્ટિસ શરૂ કરવા માટે ભારત આવ્યાં. કાદમ્બિની ગાંગુલીના જીવન પર આધારિત વર્ષ 2020ની પ્રોથોમા કાદમ્બિની બાયોગ્રાફી ટેલીવીઝન સીરીઝે નવી પેઢીને તેમની પ્રેરણાદાયક કહાણી દર્શાવીને તેમના વારસાને ફરીથી જીવંત કરી દીધો.
વીકીપીડિયામાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 1883માં તેમણે બ્રહ્મ સમાજ સુધારક દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા. દ્વારકાનાથ પૂર્વીય વિસ્તારની મહિલા ખાણમજૂરોની સ્થિતિમાં સુધાર લાવવાના સામાજિક આંદોલનોમાં સક્રિય હતા.
કાદમ્બિની 1889માં આયોજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાંચમા સંમેલનમાં સામેલ 6 મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતાં. 1906માં તેમણે બંગાળ વિભાજન બાદ બંગાળમાં મહિલા સંમેલનનું આયોજન પણ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના રંગભેદના આંદોલનોને સહાય કરવા માટે તેમણે કલકત્તામાં ફાળો ઉઘરાવવાની કામગીરી પણ કરી હતી. 3 ઓક્ટોબર, 1923ના રોજ તેમનું નિધન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર