Home /News /explained /Robotic Surgery: દુનિયામાં પહેલી વખત માનવીય મદદ વિના રોબોટે કરી સર્જરી, જાણો તે કેટલી અસરકારક રહી?
Robotic Surgery: દુનિયામાં પહેલી વખત માનવીય મદદ વિના રોબોટે કરી સર્જરી, જાણો તે કેટલી અસરકારક રહી?
અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં આ સર્જરી કરવામાં આવી. (Image credit- BBC)
Robotic Surgery: દુનિયામાં લાંબા સમયથી રોબોટિક સર્જરી (Robotic surgery) કરવામાં આવી રહી છે, પરંતુ એ દરમિયાન સર્જન, ટેક્નીશિયન અને એક્સપર્ટ રોબોટને ગાઈડ કરતા રહે છે. પરંતુ પહેલી વખત કોઇપણ માનવીય સપોર્ટ વિના રોબોટ આવું કરી શક્યો છે.
Robotic surgery without human help: દુનિયામાં પહેલી વખત કોઈ માનવીય મદદ વિના રોબોટે એક દર્દીની સર્જરી કરી. આ સર્જરી સફળ રહી છે. આ રોબોટિક સર્જરી અમેરિકા (America)ની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University)માં થઈ. સર્જરી દરમિયાન ડોક્ટર, ટેક્નીશિયન કે સર્જને રોબોટને કોઈ પ્રકારનો નિર્દેશ નથી આપ્યો. નિષ્ણાતોએ રોબોટિક સર્જરી પર દેખરેખ રાખી હતી. સર્જરી કરનારા રોબોટનું નામ છે સ્માર્ટ ટિશ્યુ ઓટોનોમસ રોબોટ (STAR). રિસર્ચરોનું કહેવું છે કે રોબોટિક સર્જરી સફળ રહી છે. રોબોટે ડુક્કર (Pig)ની સર્જરી કરી છે. સર્જરીનું નામ છે ઇન્ટેસ્ટાઇનલ એનસ્ટોમોસિસ (Intestinal Anastomosis). રોબોટે પેટના બે ભાગમાં થયેલા ઘાને સાજા કર્યા અને બંને ભાગના ટાંકા પણ લીધા.
દુનિયામાં લાંબા સમયથી રોબોટિક સર્જરી (Robotic surgery) કરવામાં આવી રહી છે, પરંતુ એ દરમિયાન સર્જન, ટેક્નીશિયન અને એક્સપર્ટ રોબોટને ગાઈડ કરતા રહે છે. પરંતુ પહેલી વખત કોઇપણ માનવીય સપોર્ટ વિના રોબોટ આવું કરી શક્યો છે. એટલે જ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં આ સર્જરી મહત્વપૂર્ણ બની છે.
કેટલી મહત્વપૂર્ણ હતી આ સર્જરી?
1) બીબીસી રિપોર્ટમાં રિસર્ચ ટીમના સભ્ય પ્રોફેસર એક્ઝેલ ક્રીગરે કહ્યું કે, અમેરિકામાં દર વર્ષે આવી લાખો સર્જરી કરવામાં આવે છે. આવી સર્જરી બહુ ગંભીર હોય છે. સર્જરીમાં જરા પણ બેદરકારી થાય તો દર્દી માટે જીવનું જોખમ વધી શકે છે. પરંતુ નવી રોબોટિક સર્જરીના માધ્યમથી આવું શક્ય બન્યું છે.
2) પ્રોફેસર ક્રીગર કહે છે, આ રોબોટને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જ રિસર્ચરોએ વિકસિત કર્યો છે. STARએ ડુક્કરની સર્જરી કરી છે. આ પહેલા તે ચાર અલગ-અલગ પ્રાણીઓની સર્જરી કરી ચૂક્યો છે. સર્જરીના પરિણામ ચોંકાવનારા હતા કારણકે આ સર્જરી કોઇપણ પ્રકારની માનવીય મદદ વગર કરવામાં આવી હતી. રોબોટે જે સર્જરી કરી તે કોઈ સર્જન દ્વારા સર્જરી કરવાની સરખામણીમાં ઘણી સચોટ હતી.
3) નવા પ્રયોગથી એક વાત સાફ છે કે ભવિષ્યમાં રોબોટ કોઇપણ પ્રકારની માનવીય મદદ વગર શસ્ત્રક્રિયા કરી શકે છે. ક્રીગર કહે છે, રોબોટે ઇન્ટેસ્ટાઇનલ એનસ્ટોમોસિસ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડી છે. સર્જરીમાં રોબોટે પેટના બંને ભાગોને જે રીતે જોડ્યા છે તે પ્રશંસનીય છે. આવી સિલાઈ તો સર્જન પણ નથી કરી શકતો. તેનાથી નિશાન રહેવાનું જોખમ ઘટી ગયું છે.
રિસર્ચરોના મતે, આ રોબોટમાં વિઝન ગાઇડેડ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમની મદદથી રોબોટ સોફ્ટ ટીશ્યુની સિલાઈ કરી શકે છે અને તે પણ પરફેક્શન સાથે. તેને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર ક્રીગર, જિન કોંગ અને વોશિંગ્ટન ડીસીના ચિલ્ડ્રન નેશનલ હોસ્પિટલના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
આ રોબોટ છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે, પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તેમાં ઘણાં અત્યાધુનિક ફીચર્સ ઉમેર્યા છે. તેના હાથમાં સર્જરીના નવા ટૂલ્સ લગાવીને અપગ્રેડ કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર