આજે છે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની પુણ્યતિથિ, જાણો અંતિમ દિવસોમાં કેવી હતી તેમની તબિયત

પોતાના અંતિમ દિવસોમાં પંડિત નહેરુની તબિયત ખરાબ થઈ રહી હતી. (ફાઇલ તસવીર)

પુણ્યતિથિ વિશેષઃ પંડિત નહેરુએ સંપૂર્ણ પ્રયાસ કર્યા કે તેમની ખરાબ તબિયત તેમના કામમાં અડચણરૂપ ન બને

  • Share this:
આજે એટલે કે 27 મેના દિવસે સ્વતંત્ર ભારત (Independent India)ના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ (Pandit Jawaharlal Nehru)ની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં નેહરૂનું હૃદય હુમલાથી નિધન થયું હતું. પોતાના અંતિમ દિવસોમાં નેહરૂનું સ્વાસ્થ્ય સારૂ ન હતું. પરંતુ તેઓ એક કર્મનિષ્ઠ હતા અને તેમણે સંપૂર્ણ પ્રયાસ કર્યા કે તેમની તબિયત તેમના કામમાં બાધારૂપ ન બને. પરંતુ ધીરે ધીરે તેમની તબિયત પર અસર વર્તાવા લાગી હતી.

1964ની શરૂઆતમાં બગડી હતી તબિયત

1964નું વર્ષ નેહરૂ (Pandit Nehru) માટે ખૂબ કપરું રહ્યું હતું. જાન્યુઆરીમાં જ તેને ભુવનેશ્વરમાં હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાર પછી તેની તબિયત સતત લથડી રહી હતી. આ કારણે તેમની દિનચર્યા પણ ખૂબ પ્રભાવિત થઇ હતી. તેમનું વધુ પડતું કામ લાલ બહાદુર શાસ્ત્રી સંભાળતા હતા. આ હાર્ટ એટેક બાદ તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી.

ચીને આપેલ દગાનો આઘાત?

ચીને આપેલ દગાથી નેહરૂ સ્પષ્ટ રીતે નિરાશ હતા. પરંતુ એટલા નિરાશ કે 2 વર્ષ સુધી તેમની તબિયત એટલી ખરાબ થવા લાગી કે તેઓ પછી ક્યારેય સાજા થઇ જ ન શક્યા. નેહરૂ જેવુ વ્યક્તિત્વ ધરાવતા માણસ માટે એ માનવું કઠીન છે પણ કહેવાય છે કે, 1962 બાદ તેમનામાં તે ઉત્સાહ રહ્યો ન હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને ચીન જ નહીં, સોવિયત સંઘ અને અન્ય વૈશ્વિક નેતાઓ દ્વારા પણ નિરાશા મળી હતી. ત્યાર બાદ તેઓ વધુ શાંત રહેલા લાગ્યા હતા. એક સમયે તેમણે રાજીનામા અંગે પણ રજૂઆત કરી હતી. ચહેરા પર હંમેશા સ્મિત રાખનાર અને પોતાની તબિયત પ્રત્યે સજાગ નેહરૂ ચીન સાથે યુદ્ધ બાદ શાંત અને ગંભીર રહેવા લાગ્યા હતા.

પંડિત જવાહરલાલ નહેરૂ (ફાઇલ તસવીર)


આ પણ જુઓ, Lunar Eclipse Photos: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર

દોઢ વર્ષમાં કોઇ ખરાબ સ્થિતિ નહીં

નેહરૂની તબિયત અંગે તેવી કોઇ ગંભીર કે મોટી ઘટનાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ દરમિયાન તેમની પાસે રહેનાર લોકોના જણાવ્યા અનુસાર તેમણે ભારતીય સેનાને મજબૂતત બનાવવા ઘણા કામો કર્યા અને વૈશ્વિક સ્તરે બહાદૂરીથી તેનો સામનો પણ કર્યો. પરંતુ તેમનામાં તે ઉત્સાહ બિલકુલ જોવા નથી મળતો તે પહેલા હતો.

મે, 1964માં સ્થિતિ

મે, 1964માં પણ તેમની તબિયત એટલી ખરાબ ન હતી. પરંતુ તેમની હાલતને ધ્યાનમાં રાખતા નેહરૂને આરામની ખાસ જરૂર હતી. જેથી તેઓ ચાર દિવસ આરામ કરવા દહેરાદૂન ગયા હતા. પરંતુ અહીં પણ તેમની તબિયતમાં કોઇ ખાસ સુધારો જોવા ન મળ્યો. 26 મેએ તેઓ પરત આવ્યા પણ તેમના અંગત લોકોને તેમની તબિયત બરાબર ન લાગી.

ચીન સાથેના યુદ્ધ બાદ પંડિત નહેરુ ભારતીય સેનાનો વિકાસ કરવા માંગતા હતા. (ફાઇલ તસવીર)


26 મેની છેલ્લી સાંજ

26 મેએ નેહરૂ હેલીકોપ્ટરથી દહેરાદૂનથી સાંજે 4-5 વાગ્યા આસપાસ દિલ્લી માટે રવાના થયા હતા. તેમને વિદાય આપવા લોકોની નાની ભીડ પણ હતી. તે સાંજ છેલ્લી હતી, જ્યારે નેહરૂ કોઇ સાર્વજનિક જગ્યા પર દેખાયા હોય. તેમણે હેલિકોપ્ટના દરવાજે ઉભા રહી હાથ ઉંચો કર્યો. ત્યારે ત્યાં હાજર પત્રકાર રાજ કંવરને લાગ્યુ કે, હાથ ઉઠાવતી વખતે નેહરૂના ચહેરા પર કંઇક દુખ ઉભરી આવ્યું હતું. તેમની દિકરી ઇન્દિરા તેમને સહારો આપવા ઉભી હતી. તેમને જમણો પગ હલાવવામાં પણ તકલીફ પડી રહી હતી.

શું થયું હતું 26 મેની રાતે?

તે રાત્રે તેઓ ખૂબ થાક અનુભવી રહ્યા હતા. તેઓ સુવા માટે રોજ કરતા વહેલા ચાલ્યા ગયા અને પછી તેમને રાતે બેચેની થવા લાગી. તેઓ ઘણી વાર ઊઠ્યા, રાતભર પડખા ફરતા રહ્યા અને કમર અને ખંભામાં દુખાવો થવાની ફરીયાદ પણ કરી હતી. તેમના વિશ્વસનીય સેવક નાથૂરામ તેમને દવાઓ આપી સુવડાવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.

આ પણ વાંચો, 110 KMની સ્પીડથી પસાર થઈ પુષ્પક એક્સપ્રેસ, ચાંદની રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી

27 મેની તે સવાર

27મેએ સવારે નહેરૂને પેરાલિટિક એટેક આવ્યો અને ત્યાર બાદ હાર્ટ એટેક આવ્યો. ઇન્દિરા ગાંધીઓ તરત જ ડોક્ટરને ફોન કર્યો. 3 ડોક્ટરો પહોંચીને પોતાની તમામ કોશિશો કરી રહ્યા હતા પણ નહેરૂનું શરીર તે સમયે કોમામાં ચાલ્યું ગયું હતું. તેમનું શરીર કોઇ પ્રતિક્રિયા નહોતું આપી રહ્યું કે જેથી ખબર પડે કે સારવારની કોઇ અસર થઇ રહી છે કે નહીં. ઘણા પ્રયત્નો બાદ ડોક્ટરોએ જવાબ આપી દીધો અને બપોરે 2 કલાકે તેમના નિધનની જાહેરાત કરવામાં આવી.
First published: