Home /News /explained /

એશિયામાં Air Force મામલે આ દેશનો વાગે છે ડંકો, ભારત અને ચીન ક્યાંય પાછળ

એશિયામાં Air Force મામલે આ દેશનો વાગે છે ડંકો, ભારત અને ચીન ક્યાંય પાછળ

Air Force શક્તિશાળી હોવા બાબતે કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવો દેશ ઘણો આગળ નીકળી ગયો છે

Air Force શક્તિશાળી હોવા બાબતે કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવો દેશ ઘણો આગળ નીકળી ગયો છે

વર્તમાન સમયે વિવિધ દેશો વચ્ચે લશ્કરી તાકાત વધારવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ચીન (China) સહિતના ઘણા દેશો એકથી એક ચડિયાતા ઘાતક લડાકુ વિમાનો (Fighter Planes) તૈયાર કરવા અથવા ખરીદવાનો દાવો કરી રહ્યા છે. જેના પરથી તેઓ શક્તિશાળી હોવાનો માહોલ બનાવે છે. પરંતુ વાયુસેના (Air Force) શક્તિશાળી હોવા બાબતે કોઈએ કલ્પના પણ ન કરી હોય તે દેશ ઘણો આગળ નીકળી ગયો છે. વિશ્વમાં જાપાનની વાયુસેના (Japanese Air Force)માં અમેરિકા બાદ બીજા ક્રમની માનવામાં આવે છે. એટલે કે, એશિયામાં જાપાનની વાયુસેના (Asia’s Strongest Air Force) સૌથી મજબૂત થવા જઈ રહી છે. જાપાન પોતાના સ્ટીલ્થ ફાઇટર જેટ ઉપરાંત છઠ્ઠી જનરેશનના ફાઇટર પ્લેન પણ તૈયાર કરી રહ્યું છે.

પ્રશાંત ક્ષેત્રમાં પોતાની સેના પર સૌથી વધુ ખર્ચો કરનાર દેશોમાં જાપાન નવમા ક્રમે છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટના મત મુજબ જાપાને 49.2 બિલિયન ડોલર જેટલો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત શસ્ત્ર-સરંજામમાં જાપાન પર અમેરિકાની અસર છે. 1960માં બંને દેશો વચ્ચે થયેલી સુરક્ષા સંધિના કારણે બંને દેશો ખતરનાક શસ્ત્ર સરંજામ તૈયાર કરવામાં એકબીજાની મદદ કરે છે.

હવે જો વાયુદળની વાત કરીએ તો જાપાની એરફોર્સને JASDF નામથી ઓળખવામાં આવે છે. તે 1954માં અસ્તિત્વમાં આવી હતી. સિત્તેરના દાયકામાં જાપાને પહેલું F-1 એરક્રાફ્ટ બનાવ્યું હતું. ત્યારબાદ F - 2 શ્રેણીનું વાઈપર ઝીરો બનાવ્યું હતું. જે અમેરિકાની ટેકનોલોજી પર આધારિત હતું, પણ જાપાનમાં બન્યું હતું. સામાન્ય રેન્જ સુધી પ્રહાર કરતું આ જેટ ખૂબ શાનદાર માનવામાં આવે છે. તે પોતાના ટાર્ગેટને નષ્ટ કરીને જ રહે છે.


સંરક્ષણ ઉપકરણો બનાવતી જાપાની કંપની મિત્સુબિસી ઈલેક્ટ્રીક પાસે US F-15 ઇગલ બનાવવાનું પણ લાઇસન્સ છે. આ ઉપરાંત જાપાનમાં ફાઈટર જેટની આખી ફોજ છે, જે અત્યાધુનિક ટેક્નોલોજી પર કામ કરે છે. વર્ષ 2020ના જુલાઈમાં અમેરિકા સાથેના કરાર અંતર્ગત, જાપાને મોટો કરાર કર્યો હતો. આ કરાર 23 બિલિયન ડોલરનો હતો. જેનાથી જાપાન પાસે કેપ્ટન F-35 આખી રેન્જ હશે. આ સાથે તે 146 સ્ટીલ્થ જેટ પણ રહેશે. આ સંખ્યા અમેરિકા બાદ સૌથી વધુ છે.

આ પણ વાંચો, Happy Birthday MS Dhoni: કૅપ્ટન કૂલની 5 યાદગાર બેટિંગ પરફોર્મન્સ જેનાથી બાજી પલટાઈ ગઈ હતી

સ્ટીલ્થ ફાઇટર જેટ કોઈ પણ દેશ માટે મહત્વના માનવામાં આવે છે. જેથી સ્ટીલ્થ જેટ એટલે શું? તે જાણી લઈએ. સ્ટીલ્થ જેટને રડાર, ઇન્ફ્રારેડ, સોનાર અને અન્ય ટેકનોલોજીથી પણ પકડી શકાતા નથી. તેની ડિઝાઇન ખૂબ જ કોમ્પલેક્સ હોય છે, જેથી સેન્સરથી બચી શકાય.


જોકે, સ્ટીલ્થ જેટનું મેન્ટેનન્સ ખૂબ ઊંચું હોય છે. તેમને સતત મેન્ટેનન્સની જરૂર રહે છે. આ ઉપરાંત તેની બોડી પણ સામાન્ય લડાકુ વિમાન જેટલી મજબૂત હોતી નથી. સૌથી મોટી તકલીફ એ છે કે સ્ટીલ્થ જેટ બનાવવા પાછળ મોટો ખર્ચો થાય છે. તે ખૂબ મોંઘા હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકાનું B-2 સ્પિરિટ ફાઇટર જેટ બૉમ્બ ફેંકતા સામાન્ય વિમાનો કરતા અનેક ગણું મોંઘું છે. આ વિમાનની નાનકડી ટુકડી બનાવવામાં અમેરિકાની સેનાએ 105 બિલિયન ડોલર ખર્ચી નાખ્યા હોવાનું કહેવાય છે.

ગત વર્ષ અંતમાં જાપાને પોતાની મહત્વાકાંક્ષી યોજના અંગે જણાવ્યું હતું. તે 48 બિલિયન ડોલર લગાવીને છઠ્ઠી જનરેશનનું સ્ટીલ્થ જેટ બનાવશે. જેને હાલ F-X નામ આપવામાં આવ્યું છે. આ જેટને 2035 સુધી સેનામાં કામ કરવા તૈયાર કરી દેવાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ જાપાન પાસે અમેરિકા બાદ સૌથી મજબૂત વાયુસેના હશે.


આ પણ વાંચો, Jeff Bezos Wealth: અમેઝોનનું CEO પદ છોડ્યું છતાં જેફ બેઝોસની સંપત્તિ અધધ 1,56,98,97,00,00,000 રૂપિયા

જાપાન સતત તેના લશ્કરી બજેટમાં વધારો કરી રહ્યું છે. જાપાનના વડા પ્રધાન યોશીહિદ સુગાએ 2021-22 માટે 51.7 અબજ ડોલરના સંરક્ષણ બજેટ પર હસ્તાક્ષર કર્યા હતા. જે ગયા વર્ષ કરતા 1 ટકાનો વધારો છે. યુરેશિયન ટાઇમ્સમાં તેનો ઉલ્લેખ છે. એકંદરે બજેટની દ્રષ્ટિએ જ નહીં, સંરક્ષણ ઉપકરણોની બાબતમાં પણ જાપાન આગળ આવી રહ્યું છે.

જાપાન વિશ્વનો સૌથી શાંતિપ્રિય દેશોમાં ગણાય છે. ત્યારે જાપાનના લશ્કરી બજેટ અને સંરક્ષણ ઉપકરણોના કરારમાં વધારો આશ્ચર્યજનક છે. બીજા વિશ્વ યુદ્ધ સમયે જાપાને પરમાણુ બોમ્બનો હમલો સહન કર્યો હતો. આ દેશના સંવિધાનમાં જ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉકેલવા યુદ્ધનો સહારો લેવાની મનાઈ છે. જાપાનની સેના હાલ માત્ર આંતરિક સુરક્ષા અને શાંતિ મિશન માટે જ કામ કરે છે. અલબત, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના આક્રમક વલણને જોતા જાપાન પણ પોતાની સુરક્ષા પર ધ્યાન આપવા લાગે તે વ્યાજબી છે.
First published:

Tags: Indian Air Force, Military Operation, અમેરિકા, ચીન, જાપાન, ભારત, વાયુસેના

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन