Sadhguru Birthday Special: જાણો સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે સરળતાથી કેમ જોડાઈ જાય છે યુવા

સદગુરૂના વિચાર યુવા પેઢીને ખૂબ આકર્ષિત કરે છે. (તસવીર- Wikimedia Commons)

Jaggi Vasudev Happy Birthday: સદગુરૂ જગ્ગી વાસુદેવે કેદીઓથી લઈને હોકી ખેલાડીઓ માટે યોગ કાર્યક્રમો ચલાવ્યા છે

  • Share this:
Sadhguru Jaggi Vasudev Birthday Special: પ્રાચીન કાળથી ભારતને આધ્યાત્મિક દેશ કહેવામાં આવે છે. આપણો દેશ હંમેશા આધ્યાત્મિકતા (Spirituality)થી સંપન્ન માનવામાં આવે છે. આજે ભલે તે આધ્યાત્મિકતા પહેલાની જેમ દેશના લોકો માટે સુલભ ન રહી હોય, પરંતુ ઘણા લોકો દેશના લોકોને આધ્યાત્મિકતા અને ધર્મ સાથે જોડી રહ્યા છે. જગ્ગી વાસુદેવ ઉર્ફે સદગુરુ (Sadhguru) એવા લોકોમાંથી એક છે, જેમણે દેશમાં યોગ (Yoga) અને આધ્યાત્મિકતાની ભાવના જગાવી છે. આજે સદગુરુનો જન્મદિવસ છે. આજે તેઓ પોતાનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે આપણે સદગુરુ વિશે એવી બાબતો જાણીએ, જે તેમને લોકો સાથે સરળતાથી જોડે છે.

બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ

જગ્ગી વાસુદેવનો (Jaggi Vasudev) જન્મ 3 સપ્ટેમ્બર, 1957ના રોજ મૈસુર, કર્ણાટકમાં તેલુગુ પરિવારમાં થયો હતો. તેમના પિતા મૈસુર રેલવે હોસ્પિટલમાં ડોક્ટર હતા. તેઓ બે ભાઈઓ અને બે બહેનોમાં સૌથી નાના હતા. તેમના ઘર નજીક એક જંગલ હતું, જ્યાં તેઓ અવારનવાર જતા અને કલાકો સુધી પ્રકૃતિની નજીક રહેતા હતા, તેમને પ્રકૃતિની નજીક રહેવું ગમતું હતું.

ફરવાનો શોખ

જગ્ગી વાસુદેવે પ્રવાસ, એડવેન્ચર અને અજ્ઞાતની શોધમાં ઝડપથી રસ દાખવ્યો. જંગલોમાં વધુ પડતા રખડવાના કારણે, તેમને પ્રાણીઓ પ્રત્યે લગાવ વધ્યો, જેમાં અન્ય પાલતું પ્રાણીઓની સાથે તેમને સાપ પણ ખૂબ ગમ્યા. 11 વર્ષની ઉંમરે તેમણે ધ્યાન લગાવવાનું પણ શરૂ કર્યું હતું.

સદગુરૂની સાદગી અને સહૃદયતા જ લોકોને તેમની સાથે જોડે છે. (તસવીર- Wikimedia Commons)


વ્યવસાયમાં સફળતા

ઉલ્લેખનીય છે કે, યુવાન જગ્ગીને મોટરસાઇકલ સાથે ખૂબ જ લગાવ હતો, કારણ કે તે તેના માટે દેશભરમાં ફરવાનું એક સાધન હતું. તેમણે મૈસુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેમણે આગળ અભ્યાસ ન કર્યો અને બિઝનેસ કરવાનું પસંદ કર્યું. જેમાં તેઓ સફળ પણ રહ્યા. પરંતુ આધ્યાત્મિકતાએ તેમનો સાથ ન છોડ્યો.

યોગ શિક્ષક બનવાનું નક્કી કરો

25 વર્ષની ઉંમરે સદગુરુને થયેલા આધ્યાત્મિક અનુભવોએ તેમને પોતાના જીવનના ઉદ્દેશ્ય અંગે પુનર્વિચાર કરવાની ફરજ પાડી. 1983માં તેમણે યોગ પ્રશિક્ષક બનવાનું નક્કી કર્યું. જેના 10 વર્ષ બાદ તેમણે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સમય જતાં તેમની સંસ્થા સામાજિક અને સમુદાય વિકાસ કાર્યક્રમોમાં પણ સામેલ થઈ.

લેખક, કવિ અને માર્ગદર્શક

સદગુરુની ઈશા ફાઉન્ડેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું નામ કમાયું છે. ઘણા દેશોમાં તેમના ફાઉન્ડેશનના કાર્યક્રમો ચાલે છે. સદગુરુએ વર્ષ 2006, 07, 08 અને 09માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો. તેમણે વર્ષ 2000માં યુનાઈટેડ નેશન્સ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટને પણ સંબોધી હતી. સારા વક્તા હોવા ઉપરાંત, તેઓ કવિ અને લેખક પણ છે. તેમણે અંગ્રેજીમાં 8થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમને રસોઈ બનાવવાનો પણ શોખ છે.

આ પણ વાંચો, કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviya નામ બદલીને સામાન્ય દર્દી તરીકે પહોંચી ગયા સરકારી હોસ્પિટલ, જાણો પછી શું થયું

સાદગીથી જોડાયા લોકો

સદગુરુ એક પ્રભાવી વક્તા તેમજ સહૃદય યોગ માર્ગદર્શક દેખાય છે. તેઓ ક્યારેય કોઈ પ્રશ્ન નકારતા નથી. તેમના સરળ જીવનમાં કોઈ કઠોર શરતો નથી. તેમને તડકામાં ચશ્મા પહેરવામાં વાંધો નથી, સાથે જ તેમણે પોતાની દાઢી પણ વધારી છે. કદાચ આ જ કારણ છે કે દરેક વર્ગ, ખાસ કરીને તર્ક-પ્રેમી યુવાનો માટે તેમની સાથે જોડાવું હંમેશા સરળ રહ્યું છે.

આ પણ વાંચો, School Dropout to CEO: ઈડલી-ઢોંસાનું ખીરું વેચીને કરોડોની કમાણી કરનાર મુસ્તફાની સંઘર્ષગાથા

તેમણે તમિલનાડુમાં કેદીઓથી લઈને હોકી ખેલાડીઓ માટે યોગ કાર્યક્રમો ચલાવ્યા છે. તેઓ કૈલાશ માનસરોવરના નિયમિત યાત્રી છે. તેઓ દર વર્ષે મહાશિવરાત્રી પર વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરે છે. સાથે જ તેઓ પર્યાવરણ પ્રેમી પણ છે.
Published by:Mrunal Bhojak
First published: