ITR Filing: Form 16ને લઇને તમે પણ છો મૂંઝવણમાં, જાણો તેની સાથે જોડાયેલ તમામ જરૂરી વાતો
ITR Filing: Form 16ને લઇને તમે પણ છો મૂંઝવણમાં, જાણો તેની સાથે જોડાયેલ તમામ જરૂરી વાતો
ઈ ફાયલિંગ
ITR Filing: નાણાંકીય વર્ષ પૂર્ણ થતા રોજગારી આપનાર કંપની કર્મચારીને ટીડીએસ સર્ટિફિકેટ આપે છે, તે જ ફોર્મ-16 છે. તેમાં કર્મચારીની તમામ કરપાત્ર આવક અને સ્ત્રોત પર વિવિધ કર કાપવા અંગેની જાણકારી હોય છે. ફોર્મ-16 આવકવેરા રિટર્ન(ITR) ફાઇલ કરવા માટે સૌથી જરૂરી દસ્તાવેજો પૈકી એક છે.
નવી દિલ્હીઃ જેમ જેમ ITR Filingની છેલ્લી તારીખ નજીક આવે છે લોકો ITR ભરવા લાગે છે. આવી સ્થિતિમાં સૌથી વધુ નવા લોકો પરેશાન થાય છે. તેઓ ફોર્મ 16ને લઇને પણ ટેન્શનમાં હોય છે. તેથી અમે તમારા માટે ફોર્મ 16 સાથે જોડાયેલ તમામ જાણકારી લઇને આવ્યા છીએ.
ફોર્મ 16(Form 16) શું છે?
ફોર્મ 16(Form 16) શું છે? તે કોણ જાહેર કરે છે અને તે શું કામમાં આવે છે. આ પ્રકારના સવાલો નવા કર્મચારીઓના મનમાં રહેલા હોય છે. વ્યક્તિ જ્યારે કોઇ કંપનીમાં જોઇનિંગ કરે છે, તો કંપની તેની વાર્ષિક આવક પર લાગનાર ટેક્સને 12થી ડિવાઇડ કરીને દર મહીને ટીડીએસ(TDS) કાપે છે. આ ટીડીએસ(TDS) કર્મચારીના સીટીસી(CTC) પર આધારિત હોય છે. તે કર્મચારીના કરપાત્ર પગાર પર આધારિત છે. તે માટે કંપની કર્માચારી પાસે તેના રોકાણ અને આવકવેરા મુક્તિ ખર્ચ અંગેની વિગતો મેળવીને તેના આધારે ટીડીએસ(TDS) કાપે છે.
ITR ફાઇલ કરવા માટે શું જરૂરી છે
નાણાંકીય વર્ષ પૂર્ણ થતા રોજગારી આપનાર કંપની કર્મચારીને ટીડીએસ સર્ટિફિકેટ આપે છે, તે જ ફોર્મ-16 છે. તેમાં કર્મચારીની તમામ કરપાત્ર આવક અને સ્ત્રોત પર વિવિધ કર કાપવા અંગેની જાણકારી હોય છે. ફોર્મ-16 આવકવેરા રિટર્ન(ITR) ફાઇલ કરવા માટે સૌથી જરૂરી દસ્તાવેજો પૈકી એક છે. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈનના જણાવ્યા અનુસાર, જો કર્મચારીએ પોતાના રોકાણ કે હોમ લોન, સ્કૂલ ફીસ જેવી જાણકારીઓ કંપનીને આપવામાં મોડું કરે છે તો તે આઇટીઆર ભરતી સમયે તેના માટે ક્લેમ કરી શકે છે.
અસુવિધાઓથી દૂર રહેવા જરૂર આપો આ જાણકારી
કર્મચારીને ફોર્મ-16(Form-16) આપતા પહેલા એચઆર વિભાગ (HR Department) કર્મચારીને પૂછે છે કે તે આવકવેરાની જૂની યોજના સાથે જવા માંગે છે કે નવી યોજના સાથે, તે માત્ર ટીડીએસ માટે હોય છે. આઇટીઆર ભરતી સમયે કર્મચારી પોતાની પસંદ અનુસાર કોઇ પણ યોજનામાં જઇ શકે છે.
જૈને જણાવ્યું કે, જો કર્મચારીએ એક વર્ષમાં બે કંપનીઓ બદલી છે, તો તેને અલગ અલગ બે કંપનીઓ પાસેથી બે ફોર્મ-16 મળશે. જૈને જણાવ્યું કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે કર્મચારીએ પોતાની નવી કંપનીને જૂની કંપની દ્વારા પ્રાપ્ત થતી સેલેરી અંગે તમામ જાણકારી આપી દેવી જોઇએ.
ફોર્મ-16ના બે ભાગ હોય છે
ભાગ-અ અને ભાગ-બ. ભાગ-અમાં કંપનીનું નામ, સરનામું, કંપનીનો પાન નંબર, કર્મચારીનો પાન નંબર, કંપનીનો ટીએએન નંબર, વર્તમાન કંપની સાથે નોકરીનો સમયગાળો અને જમા કરેલા ટેક્સની માહિતી હોય છે. જ્યારે ફોર્મ-16ના ભાગ-બમાં આવકની વિસ્તૃત જાણકારી હોય છે અને સેક્શન 10 અંતર્ગત મુક્તિ આપવામાં આવતા ભથ્થાની વિસ્તૃત જાણકારી હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર