Home /News /explained /ISRO Reusable Launch Vehicle: અવકાશના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવશે ઇસરોનું આ નવું પ્રક્ષેપણ યાન
ISRO Reusable Launch Vehicle: અવકાશના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવશે ઇસરોનું આ નવું પ્રક્ષેપણ યાન
ISRO હવે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ પર કામ કરી રહ્યું છે જેથી અંતરીક્ષ પ્રક્ષેપણની કિંમતમાં ઘણો ઘટાડો થશે. (Image- ISRO)
ISRO News: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇસરો (ISRO) પુર્નઉપયોગી પ્રક્ષેપણ યાન (Reusable Launch Vehicle)ના પ્રદર્શન કાર્યક્રમની તૈયારી કરી રહ્યું છે. જેનો ઉપયોગ હાઇપરસોનિક ફ્લાઇટ, ઓટોમેટિક લેન્ડિંગ, રિટર્ન ફ્લાઈટ, સ્ક્રેમજેટ પ્રોપલ્શન જેવી વિવિધ ટેકનોલોજીમાં થઈ શકે છે.
ISRO Reusable Launch Vehicle: અત્યાર સુધી અવકાશ પ્રક્ષેપણ યાનનો (Launch Vehicle) ઉપયોગ માત્ર એક જ વાર થઈ શકતો હતો. તેનાથી અવકાશ યાન લોન્ચ કરવાનું કામ ખૂબ જ ખર્ચાળ થઈ જતું હતું. સ્પેસ ટુરિઝમની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અવકાશ પ્રક્ષેપણને સસ્તું બનાવવા માટે પ્રયાસો ચાલુ છે અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. હવે વિશ્વની ઘણી સ્પેસ કંપનીઓ સહિત ઘણા દેશો પણ પુર્નઉપયોગી પ્રક્ષેપણ યાન - રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (Reusable Launch Vehicle) પર કામ કરી રહ્યા છે અને તે હવે વાસ્તવિકતા બની ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન - ઈસરો પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. હવે તે ભ્રમણકક્ષા માટે પ્રદર્શન ઉડાન (Demonstration flight) અને પ્રક્ષેપણની યોજના બનાવી રહ્યું છે.
કમર્શિયલ સ્પેસના ક્ષેત્ર માટે
ઈસરોના આ પગલાથી સ્પષ્ટ છે કે તે હવે અન્ય દેશો અને અવકાશ એજન્સીઓથી પાછળ રહેવા માંગતું નથી, જેના સાથે તેની સ્પર્ધા ચાલી રહી છે. આ ટેક્નોલોજી પ્રદર્શન કાર્યક્રમનો હેતુ કમર્શિયલ સ્પેસને હાંસલ કરવાનો છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે રિયુઝેબલ વ્હીકલ માત્ર કોમર્શિયલ સેક્ટર માટે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક ક્ષેત્ર માટે પણ વધુ મહત્વપૂર્ણ છે.
સોમનાથે કહ્યું કે આ સાથે ભારત પણ તેના પેલોડને અવકાશમાં મોકલી શક્શે અને તેને સુરક્ષિત રીતે પરત લાવી શકશે. જિયોસ્પેશિયલ વર્લ્ડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ લેન્ડિંગ માટે ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. જે ભ્રમણકક્ષા પ્રક્ષેપણના પ્રદર્શન બાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈસરો એ પણ તપાસ કરી રહ્યું છે કે ભવિષ્યમાં કયા પ્રકારના લોન્ચ વ્હીલ્સ બનાવી શકાય અને લોન્ચરની કિંમત કેવી રીતે ઘટાડી શકાય.
ISRO રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી માટેની તકો શોધી રહ્યું છે. (Image- ISRO)
આ ટેક્નીક ઉપયોગી
હાલમાં એક પ્રક્ષેપણની કિંમત 20 હજાર ડોલર પ્રતિ કિલોગ્રામ છે. તેને 5 હજાર ડોલર પર લાવવાની જરૂર છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે રોકેટમાં પુનઃઉપયોગિતા લાવી શકીએ. ISRO વિંગ્ડ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે જેનો ઉપયોગ હાઇપરસોનિક ફ્લાઇટ, ઓટોનોમસ લેન્ડિંગ, પાવર્ડ ક્રૂઝ ફ્લાઇટ, હાઇપરસોનિક ફ્લાઇટ અને એર-બ્રેથિંગ પ્રોપલ્શન જેવી ટેક્નોલોજીમાં થશે.
આ પ્રયોગોનું પ્રદર્શન
ISRO તેના ટેક્નોલોજી પ્રદર્શન કાર્યક્રમમાં પ્રાયોગિક ફ્લાઇટ્સની શ્રેણીનું સંચાલન કરશે જેમાં હાઇપરસોનિક ફ્લાઇટ પ્રયોગ (HEX), લેન્ડિંગ પ્રયોગ (LEX), રીટર્ન ફ્લાઇટ પ્રયોગ (REX) અને Scramjet Propulsion Experiment (SPEX) નો સમાવેશ થશે. રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન (RLV-TD) એ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન મિશનની શ્રેણી છે. આને બે સ્ટેજથી ઓર્બિટ (TSTO) સુધી સંપૂર્ણ રીતે ફરીથી વાપરી શકાય તેવા વાહનની દિશાની શરૂઆત તરીકે જોવામાં આવે છે.
ઇસરો અત્યાર સુધી PSLV અને GSLV દ્વારા પોતાના ગ્રાહકોના સેટેલાઇટ અવકાશમાં મોકલતું આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર: @ISRO)
તક ઝડપી લેવી પડશે
સોમનાથે કહ્યું, ‘ધારો કે આપણે રિયુઝેબલ રોકેટ બનાવીએ અને તેને વર્ષમાં માત્ર એક કે બે વાર લોન્ચ કરીએ. આવામાં તે ફાયદાકારક નહીં રહે તે વધુ ખર્ચાળ થશે. તેથી આપણે સૌપ્રથમ આ માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડશે જેમાં રિયુઝેબલ રોકેટની જરૂર પડશે. આ માટે આપણે કોમર્શિયલ તથા લોન્ચની તકો પર કામ કરવું પડશે.
ભારત લાંબા સમયથી તેના ઉપભોક્તા સેટેલાઇટને પૃથ્વીની નીચલી કક્ષામાં પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) અને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ (GSLV) પર પ્રક્ષેપિત કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ISRO એ ખાનગી અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા તેમની પાસેથી 351 કરોડ એટલે કે 35 મિલિયન ડોલરની આવક મેળવી છે.
અંતરિક્ષમાં પ્રક્ષેપણ યાનનો ઉપયોગ અત્યાર સુધી મુખ્યત્વે સેટેલાઇટ મોકલવા માટે થતો હતો પરંતુ હવે એવું થશે નહીં. સ્પેસ ટુરિઝમ એક મોટા ઉદ્યોગ તરીકે વિકસિત થઈ રહ્યું છે અને ભારત અવકાશ પ્રક્ષેપણમાં પહેલાથી જ એક મોટું નામ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઈસરોએ 45 આંતરરાષ્ટ્રીય સેટેલાઇટ મોકલ્યા છે. આવી સ્થિતિમાં તે સ્પેસ ટુરિઝમ ઉદ્યોગમાં આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર