માનવની પહોંચ જ્યાં જ્યાં થઈ છે, ત્યાં ત્યાં તેણે ખતરો ઉભો કર્યો છે. આવું જ સ્પેસ ટુરિઝમના કારણે થવાની દહેશત છે. વિશ્વમાં ઘણા લોકો અંતરિક્ષ યાત્રા કરવા માંગે છે, ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે. રિચર્ડ બ્રેનસન (Richard Branson) અને જેફ બેજોસ (Jeff Bezos)એ અવકાશની યાત્રા કરી સ્પેસ ટુરિઝમ (Space Tourism) માટે દ્વાર ખોલી દીધા છે. પણ ક્લાઈમેટ ચેન્જ (Climate Change)ની અસરથી બચવા થયેલા પ્રયત્નો પર સ્પેસ ટુરિઝમ પાણી ફેરવી દેશે તેવું માનનારો વર્ગ મોટો છે. ત્યારે આવું માનવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે તે અંગે જાણકારી મેળવીએ.
ક્લાઈમેટ ઇમર્જન્સી?
ક્લાઈમેટ ચેન્જના કારણે અનેક પૃથ્વી નુકસાન સહન કરી રહી છે. ધરતી પર એક પછી એક અફતો આવી રહી છે. જો ક્લાઈમેટ ચેન્જ રોકવામાં નહીં આવે તો ભવિષ્ય ભયંકર હશે તેવું પણ નિષ્ણાંતો કહી ચુક્યા છે. પરંતુ આ બાબતનો સ્વીકાર કરી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. થોડા ઘણા પ્રયત્નો થાય છે પરંતુ તે પૂરતા નથી. તેની સામે લડવા પૈસાની તંગી મોટી ચેલેન્જ છે.
સ્પેસ ટુરિઝમ અને ક્લાઈમેટ ચેન્જ વચ્ચે શું સંબંધ?
સ્પેસ ટુરિઝમ પાછળ ખૂબ ખર્ચો થાય છે. બીજી તરફ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા પૈસાની તંગી છે. ધનવાન દેશો પણ પૃથ્વીને બચાવવા પૈસા ભેગા કરી શકતા નથી. ત્યારે ક્લાઈમેટ ચેન્જનું જોખમ ઘટાડવા માટે પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ લાવતી આર્થિક ગતિવિધિઓ રોકવી પડશે. જે ખૂબ મુશ્કેલ છે. અધૂરામાં પૂરું હવે સ્પેસ ટુરિઝમ પણ પ્રદુષણમાં વધારો કરશે.
પ્રદુષણ રોકવા માટે લોકોને પગપાળા કે સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે. લોકોને સાયકલ ચલાવવા પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય તે માટે માંસ ખાવાનું ઓછું કરવા અને ખાવાનો બગાડ ઘટાડવાની સલાહ અપાય છે. એક તરફ આખું વિશ્વ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ધનવાન લોકો આનંદ પ્રમોદ કરવા માટે કરોડોનો ધુમાડો કરી સ્પેસમાં જાય અને કાર્બન ઉત્સર્જન કરે તે યોગ્ય નથી.
સ્પેસ ટુરિઝમ નિરાશાજનક
ધનવાનોના સ્પેસ ટુરિઝમના શોખ ક્લાઈમેટ ચેન્જ સામે લડતા લોકો માટે નિરાશાજનક છે. આમ તો દરેક પ્રકારના પર્યટનથી પ્રદુષણ ફેલાય છે પણ સ્પેસ ટુરિઝમની વાત અલગ છે. જેથી તેની સામે વિરોધ થયો છે.
વર્જિન ગેલેક્ટિક સ્પેસના મલિક રિચર્ડ બ્રેનસનનો દાખલો લઈએ. 11મી જુલાઈએ તેમની 160 કિમીની એક યાત્રામાં જ એટલાન્ટિક પાર કરી શકાય તેવી સંપૂર્ણ હવાઈ યાત્રા જેટલું ઇંધણ વપરાયું હતું. આંકડા મુજબ લંડનથી ન્યુયોર્ક વચ્ચે યાત્રા કરવામાં આવે તો 1.24 મેટ્રિક ટન જેટલા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. એકંદરે એમ કહીં શકાય કે એક કાર 4800 કિમી ચાલી જેટલું પ્રદુષણ ફેલાવે તેટલું પ્રદુષણ માત્ર દોઢ કલાકની ઉડાનથી ફેલાય છે.
વર્તમાન સમયે સ્પેસ ટુરિઝમ મોંઘુદાટ છે. પર્યાવરણને પણ નુકસાન કરે તેવો ભય છે. જોકે, લોકોની સુરક્ષાનું આશ્વાસન આપે ત્યારબાદ જ આવુ ટુરિઝમ શક્ય બનવું જોઈએ અને સ્પેસ ટુરિઝમથી આપણા ગ્રહને નુકસાન થતું જઈએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર