Home /News /explained /

તત્કાલમાં ટ્રેનની ટિકિટ નથી થઇ રહી કન્ફર્મ! તો અજમાવો આ ટ્રિક, ફટાફટ મળી જશે ટિકિટ

તત્કાલમાં ટ્રેનની ટિકિટ નથી થઇ રહી કન્ફર્મ! તો અજમાવો આ ટ્રિક, ફટાફટ મળી જશે ટિકિટ

તત્કાલ ટિકિટ કન્ફર્મન કરવાં અપનાવી જુઓ આ ટ્રિક

IRCTC Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટનું બુકિંગ એસી કોચ માટે સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે. તે જ સમયે નોન એસી કોચ માટે બુકિંગ સવારે 11 વાગ્યે શરૂ થાય છે. હજારો લોકો સાથે મળીને અમુક નિશ્ચિત ટિકિટો માટે બુકિંગ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે

વધુ જુઓ ...
    ઘણા લોકોને તત્કાલમાં ટ્રેન ટિકિટ બુકિંગ (Tatkal Train Booking) કરાવવામાં સમસ્યાઓ આવતી હોય છે. એવું પણ બને છે કે તમે ટિકિટ બુક કરવા માટે ડિટેઇલ્સ ભરતા રહો છો અને તેવામાં તત્કાલની ટિકિટ (Tatkal Ticket) બુક કરવાનો સમય નીકળી જાય છે. દેશમાં મોટા ભાગના લોકો આ સમસ્યાનો સામનો કરે છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રિક (Tatkal Train Booking Tips) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરી તત્કાલમાં તમારું ટિકિટ બુકિંગ ઝડપથી અને કોઇ પણ સમસ્યા વગર થઇ જશે.

    મોટા તહેવારો પહેલા આઈઆરસીટીસી (IRCTC)ની વેબસાઈટ અને એપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. હવે હોળી નજીક છે અને પોતાના ઘરથી દૂર રહેતા લોકો હોળીની રજાઓમાં ઘરે જવા માટે ટિકિટ બુક કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ વાત પણ સાચી છે કે, દરેકની ટિકિટ કન્ફર્મ નહીં થાય. પરંતુ આ ટ્રીકનો ઉપયોગ કરનારાઓની ટિકિટ ચોક્કસ કન્ફર્મ થશે.

    આ પણ વાંચો-હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

    હજારો સંખ્યામાં થાય છે ટિકિટ બુકિંગ- આપને જણાવી દઇએ કે, તત્કાલ રિઝર્વેશન એટલે કે તત્કાલ ટિકિટનું બુકિંગ એસી કોચ માટે સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે. તે જ સમયે નોન એસી કોચ માટે બુકિંગ સવારે 11 વાગ્યે શરૂ થાય છે. હજારો લોકો સાથે મળીને અમુક નિશ્ચિત ટિકિટો માટે બુકિંગ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે.

    તત્કાલમાં બુકિંગ માટે અજમાવો આ ટ્રિક-  ઘણી વખત ટિકિટ મળે ત્યારે મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધુ હોય તો વિગતો દાખલ કરવામાં સમય લાગે છે. તે પછી કેપ્ચા કોડ દાખલ કરવામાં સમય લાગે છે. જેના કારણે ટિકિટ બુક કરવામાં સમય લાગે છે અને ટિકિટ પણ પૂરી થઈ જાય છે.

    પરંતુ શું તમે જાણો છો આ સમસ્યાથી બચવા માટે IRCTC તમને એક અન્ય વિકલ્પ આપે છે, જેમાં તમારે વારંવાર મુસાફરોની જાણકારી આપવાની જરૂર નથી. જેમાં તમને મુસાફરોની ડીટેલ્સ સેવ કરવાનો ઓપ્શન મળે છે. જેથી તમારે વારંવાર વિગતો ભરવી પડશે નહીં અને તમારો સમય પણ બચી જશે અને ટિકિટ પણ જલદી બુક થઇ જશે.

    આ પણ વાંચો- અહીં સોનાની ખરીદી પર મળે છે 2,400 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, આજે અને કાલે છે અંતિમ તક

    બુકિંગ સમયે આ બાબતની રાખો કાળજી-  તમારી ટ્રેન અને ક્લાસ સિલેક્ટ કર્યા બાદ જ્યારે એપ કે વેબસાઇટ પર પેસેન્જરની ડિટેલ્સ ભરવામાં આવે છે, ત્યારે તમારે ન્યૂ પર ક્લિક કરવાને બદલે Add Existing પર ક્લિક કરવાનું રહેશે.

    હવે તમારી પાસે તે તમામ મુસાફરોની પ્રોફાઇલ હશે જેમના માટે ટિકિટ બુક કરાવવી છે. ત્યાર બાદ સરનામું દાખલ કરી તમારે પેમેન્ટ મોડ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઇ દ્વારા ઝડપથી પેમેન્ટ કરીને ટિકિટ કન્ફર્મ કરી શકો છો.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन