તમે મની માર્કેટનું (Money Market) નામ તો સાંભળ્યું જ હશે. મની માર્કેટ ફાઇનાન્શિયલ માર્કેટનો (Financial Market) જ એક ભાગ છે. જે ખૂબ જ ટૂંકા ગાળાના નિશ્ચિત આવકનાં સાધનોમાં વ્યવહાર કરે છે. મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની પાકતી મુદત એક વર્ષથી ઓછી હોય છે. મની માર્કેટના સાધનોમાં ટ્રાઇ-પાર્ટી રેપોઝ, કોમર્શિયલ પેપર્સ (સીપી), સર્ટીફીકેટ ઓફ ડિપોઝિટ, ટ્રેઝરી બિલ જેવી ઓવરનાઈટ સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે. મની માર્કેટના સાધનો સરકાર (ટ્રેઝરી બિલ), કંપનીઓ (CPs) અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવે છે.
મની માર્કેટ ફંડ
મની માર્કેટ ફંડ અન્ય બધા જ ડેટ પ્લાનમાં પ્રાથમિક રૂપથી મની માર્કેટ સાધનોમાં રોકાણ કરશે તેવું લક્ષ્ય રાખે છે. ફંડ મેનેજર 1 વર્ષ સુધીની પરિપક્વતાની અવધિ ધરાવતા સાધનોના રોકાણમાં ફલેક્સિબલીટી રાખે છે. તે વર્તમાન વ્યાજદર અને ક્રેડિટ સ્પ્રેડના માહોલ પર નિર્ભર રહે છે. આ ફંડ 1 વર્ષ સુધીની પરિપક્વતા વાળા સાધનોમાં રોકાણ કરતું હોવાથી ફંડમાં રોકાણ માટે ઓછામાં ઓછા એક વર્ષનો સમયગાળો રાખવો જોઈએ.
મની માર્કેટના સાધનોમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ
બધા જ ડેટ મ્યુચ્યુઅલ ફંડ મની માર્કેટ સાધનોમાં રોકાણ કરે છે. પરંતુ નીચલી શ્રેણીના ડેટ મ્યુચ્યુઅલ ફંડ પ્રાથમિક રૂપે મની માર્કેટ સાધનોમાં રોકાણ કરે છે.
ઓવરનાઈટ ફંડ: આ ફંડ એક જ રાતમાં પરિપક્વ થતા ફંડમાં રોકાણ કરે છે.
લિક્વિડ ફંડ: 91 દિવસથી ઓછા દિવસમાં પરિપક્વ થઈ જાય તેવા સાધનોમાં લિક્વિડ ફંડ રોકાણ કરે છે.
અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ: પોર્ટફોલિયોનો સમયગાળો 3થી 6 મહિનાનો હોય તેવા સાધનોમાં આ ફંડ રોકાણ કરે છે.
મની માર્કેટ ફંડ: જેની પરિપક્વતા 1 વર્ષ સુધીની હોય તેવા સાધનોમાં આ ફંડ રોકાણ કરે છે.
શા માટે મની માર્કેટ ફંડમાં રોકાણ કરવું જોઈએ?
વધુ તરલતા- આ સાધનોની પરિપક્વતા અવધિ ખૂબ ટૂંકી છે. આ ફંડ્સ સામાન્ય રીતે એક્ઝિટ લોડ ચાર્જ કરતા નથી.
વ્યાજ બાબતે જોખમ ઓછું- લાંબા સમયના રોકાણના સાધનોની સરખામણીએ મની માર્કેટમાં વ્યાજદરનું જોખમ ઓછું હોય છે.
ઓવરનાઈટ અને લિક્વિડ ફંડની સરખામણીએ વધુ યીલ્ડ- મની માર્કેટ ફંડનું યીલ્ડ ઓવરનાઈટ અને લિક્વિડ ફંડની સરખામણીમાં વધુ હોય છે.
વર્તમાન સમયે શોર્ટ ટર્મના રોકાણ માટે યોગ્ય - કોમોડિટીના ભાવમાં અનિશ્ચિતતાને કારણે મોંઘવારીની દિશા અનિશ્ચિત રહે છે. તેથી લાંબા ગાળાનું યીલ્ડ વધુ જોખમી હોઈ શકે છે. પરંતુ 1 દિવસથી 1 વર્ષનું યીલ્ડ ઓછું જોખમી હોય છે.
મની માર્કેટ ફંડ અને ડેટ કેટેગરીના અન્ય ફંડના પ્રદર્શનની સરખામણી
છેલ્લા એક વર્ષના રોકાણના સમયમાં મની માર્કેટ ફંડ સૌથી વધુ સ્થિર પ્રદર્શનવાળા રહ્યા છે. ઓછા સમયગાળાના ફંડની સરખામણીમાં મની માર્કેટ ફંડમાં ચઢ-ઉતર ઓછી છે.
કોઈ કેટેગરીનું સરેરાશ વળતર મેળવવા સ્પેશિયલ કેટેગરીના બધા જ ફંડનું સરેરાશ રિટર્ન જોવા મળ્યું હતું. 2021નું રિટર્ન 20 જુલાઈ સુધીનું છે.
Disclaimer: સરેરાશ રિટર્ન મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીનું રિટર્ન છે અને કોઈ પણ રીતે આ કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના રિટર્નનો સંકેત આપતું નથી.
(લેખક- મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના પ્રોડક્ટ હેડ વૈભવ શાહ ( નોંધ- આ લેખકના વ્યક્તિગત વિચાર છે. ન્યુઝ18 કોઈને ક્યાંય પણ રોકાણની સલાહ આપતું નથી)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર