Home /News /explained /

ટોક્યો ઓલિમ્પિક 2020માંથી શીખો કઇ રીતે કરી શકાય નાણાકીય આયોજન!

ટોક્યો ઓલિમ્પિક 2020માંથી શીખો કઇ રીતે કરી શકાય નાણાકીય આયોજન!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Personal finance management lessons: માત્ર ઇક્વિટી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે બજારની અસ્થિરતા અને ઉચ્ચ જોખમોથી ઘેરાયેલા રહેશો. જ્યારે બીજી બાજુ, માત્ર ઋણ (ડેટ) પર ભાર મૂકવાથી નક્કી વળતર અને વૃદ્ધિથી વંચિત રહેશો. તેથી મહત્ત્વનું છે કે તમે તમારો પોર્ટફોલિયો ધ્યાનપૂર્વક તૈયાર કરો.

વધુ જુઓ ...
મુંબઈ: જાપાનના ટોક્યોમાં શુક્રવારથી ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games)નો પ્રારંભ થઇ ચૂક્યો છે. દર ચાર વર્ષે આ અસાધારણ રમતોના આયોજનમાં વિશ્વભરના દેશોમાંથી વિવિધ રમત ક્ષેત્રે કુશળ રમતવીરો ભાગ લેવા માટે આવે છે. કોરોના મહામારી (Corona pandemic)ના કારણે આ આયોજન થોડુ મોડું થયું છે. જે એક ઐતિહાસિક બનાવ જેવું છે. કારણ કે 1896 બાદથી ઇતિહાસમાં ક્યારેય પણ ઓમ્પિક ગેમ્સને સ્થગિત કરવામાં આવી ન હતી. ઓલિમ્પિક ગેમ્સની સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલ છે. આ રમતોના વૈવિધ્ય, ભવ્યતા અને સ્પેક્ટ્રમથી ઘણું બધું જાણવા અને સમજવા જેવું છે. આંતરરાષ્ટ્રિય શાંતિ અને કલ્યાણની ભાવનાને ધ્યાનમાં રાખી આ આયોજન હકીકતમાં વ્યક્તિગત નાણાકીય આયોજન વિશે પણ ઘણું શીખવે છે. અહીં જાણીએ કઈ રીતે.

વધુ હંમેશા ખરાબ નથી હોતું

42થી વધુ સ્થળોએ રમાનાર આ ગેમ્સમાં 205 દેશના 11,500 રમતવીરો 339 આયોજનોમાં વિવિધ 33 રમતોમાં ભાગ લેશે. જે મૂળ 2020ના ટોક્યો ઓલિમ્પિકનું આયોજન છે, પરંતુ તે હાલ 2021માં થઇ રહ્યું છે. રમતગમત ક્ષેત્રે માનવામાં આવતા શ્રેષ્ઠ આયોજન એવા ટોક્યો ઓલિમ્પિક્સમાં તીરંદાજી, એક્વાટિસ, એથ્લેટિક્સ, વેઇટ લિફ્ટીંગ, ફેન્સીંગ, જિમ્નેસ્ટિક્સ, અશ્વારોહણ અને અન્ય રમતોનો સમાવેશ થાય છે. ક્રિકેટ અને ફૂટબોલ જેવી લોકપ્રિય રમતોની સાપેક્ષમાં ટોક્યો ઓલિમ્પિક તમામ રમતોનું મહત્વ ઉજાગર કરે છે અને અંતિમ ઉદ્દેશ્ય તરીકે સામૂહિક વિકાસની સાથે રમતવીરો માટે એક સમાન માન્યતા ધરાવતું મંચ પ્રદાન કરે છે.

આ પણ વાંચો: કોવિડ સ્કોલરશીપ: HDFC બેંકની સ્કોલરશીપ કેવા વિદ્યાર્થીઓને મળી શકે? અરજી કેવી રીતે કરવી? 

શીખવા જેવું

તમારો પોર્ટફોલિયો પણ રોકાણના યુદ્ધના મેદાન જેવો છે, જેનો અંતિમ લક્ષ્ય લાંબા ગાળે ઊંચું વળતર, સ્થિર વૃદ્ધિ અને પ્રશંસા મેળવવાનો છે. આ હેતુ માટે તમારી પાસે પહોંચી વળવા માટે વિવિધ સંપત્તિઓ છે- વધુ વૃદ્ધિ માટે ઇક્વિટી, રોકાણના બચાવ માટે ડેટ, ફુગાવાથી બચવા માટે સોનું વગેરે.

આ તમામ શ્રેષ્ઠ સંપત્તિઓનું સંયોજન તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્રોફાઇલને વધુ સારું બનાવશે. માત્ર ઇક્વિટી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે બજારની અસ્થિરતા અને ઉચ્ચ જોખમોથી ઘેરાયેલા રહેશો. જ્યારે બીજી બાજુ, માત્ર ઋણ (ડેટ) પર ભાર મૂકવાથી નક્કી વળતર અને વૃદ્ધિથી વંચિત રહેશો. તેથી મહત્ત્વનું છે કે તમે તમારો પોર્ટફોલિયો ધ્યાનપૂર્વક તૈયાર કરો.

આ પણ વાંચો: 12.90 રૂપિયાના આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ! 1 લાખ રૂપિયાના બની ગયા 6 લાખ રૂપિયા!


પુનઃ ઉપયોગ, પુનઃ રોકાણ અને બચત

વર્તમાન ઓલિમ્પિક અત્યારસુધીની સૌથી ગ્રીન ઓલિમ્પિક હશે. આ દરમિયાન માત્ર 2.93 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થવાની શક્યતા છે, જે લંડનમાં 2012માં ઓલિમ્પિક દરમિયાન થયેલ 3.3 મિલિયન ટન પ્રદૂષણકારી ગેસની સાપેક્ષમાં મામૂલી રીતે ઓછી છે. માત્ર એટલું જ નહીં, રિન્યૂએબલ એનર્જી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવશે અને જાપાનીઓ દ્વારા દાન કરવામાં આવેલા 78,900 ટન ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, જેમાં 6.21 મિલિયન મોબાઇલ, હજારો કેમેરા અને લેપટોપ અને ઘણા બધા અન્ય ડિવાઇસ દ્વારા 5000 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપસાઇકલ કરવામાં આવશે.

આ પણ વાંચો: SBI, HDFC સહિત બેંકોની ખાસ ઑફર, છ મહિનાની FD કરીને કરો મોટી કમાણી

શીખવા જેવું

લાંબા સમયગાળા માટે વિચારો કે તમારા રોકાણનું મૂલ્ય પણ સમય જતા વધશે. દરેક ખોટ કે બજાર નીચે ગયા બાદ બજારમાં તમારા પૈસા અંગે ન વિચારવું તે જ બુદ્ધીમાની છે. બુકિંગ બાદ એક નાનો નફો થાય છે, કારણે બજારમાં સ્તર ઊંચું હોય છે. તમારા નફાનું પુનઃ રોકાણ કરવું અને જ્યારે તમે ઘટાડા તરફ હોવ ત્યારે પણ બજારમાં જળવાઈ રહેવું તમારા પક્ષમાં હિતાવહ સાબિત થશે. કારણે સમયાંતરે તમારા પૈસા વધતા રહેશે.

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

સાથે જ પર્યાવરણ અને સામાજીક રીતે જાગૃત રોકાણકારો માટે એક સાઇડ નોટ તરીકે બજાર તેવી કંપનીઓમાં રોકાણ કરવા માટે ESG (એન્વાયરમેન્ટલ સોશ્યલ એન્ડ ગવર્નમેન્ટ) ફંડ જેવા અવસરો પ્રદાન કરે છે. જે સક્રિય રીતે સામાજીક યોગદાન આપવાની દિશામાં કામ કરે છે.

અમૂલ્ય બનાવો

તમે જે ચમકદાર સ્વર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક ઓલિમ્પિકમાં જુઓ છો, તે હકીકતમાં વાસ્તવિક ધાતુઓમાં બનેલા નથી હોતા. મટીરિયલના આધારે 2020 ઓલિમ્પિકમાં આ આધાતુઓના સરેરાશ મૂલ્ય પર એક નજર કરીએ. યાદ રાખો કે આ તે ચંદ્રકોની વાસ્તવિક કિંમત નથી, પરંતુ યોગ્યતા અને કઠોર મહેનત અને ઝૂનૂનની ભાવના આ ચંદ્રકોને અમૂલ્ય બનાવે છે. ક્યૂબાના લેઉરિસ પૂપોએ 2012 લંડમાં પુરૂષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો. એક નિલામીમાં તેને લગભગ 73,000 ડોલર મળ્યા હતા. ક્યૂબાના લોંગ જમ્પ એથલીટ ઇવાન પેડ્રોસોએ 2000માં સિડની ઓલિમ્પિકમાં જીતેલ ગોલ્ડ મેડલ 71,000 ડોલરમાં વેચ્યા હતા.

આ પણ વાંચો: આધારકાર્ડની ફ્રેન્ચાઇઝી લઈને ઘર બેઠા કરો મોટી કમાણી, જાણો આખી પ્રક્રિયા

શીખવા જેવું

તમારું રોકાણ તમને હાલ નાનું લાગી શકે છે, પરંતુ તેને સમય આપો ત્યારબાદ તમને જાણ થશે કે રોકાણો ઉત્કૃષ્ટ રીતે વધ્યા છે. ઉદાહરણ તરીકે, 10 વર્ષના સમયગાળા માટે 10,000 રૂપિયાનું યોગદાન અનુમાનિત 12 ટકા પ્રતિ વર્ષનો અર્થ છે કે તમે 12,00,000 રૂપિયાના તમારા રોકાણમાં 11,20,000 રૂપિયાનું રિટર્ન મળ્યું છે. જેનો અર્થ છે કે તમારી પાસે કુલ રૂ. 23,00,000 તમારા પાસે છે. નાના રોકાણ એક દિવસ મોટું વળતર આપશે. તેથી રોકાણમાં જળવાઇ રહો.

શું તમે વીમો કરાવ્યો છે?

કોરોનાના કારણે હાલ વિશ્વ એક ભયાનક પડાવ પર આવીને ઉભો છે, ત્યાં સુધી કે ઓલિમ્પિક પણ તેમાંથી બાકાત રહી નથી. વિશ્લેષકોના અનુમાન અનુસાર રમતોની વીમાકૃત કિંમત 2 અબજ ડોલર હોવાનો અંદાજ છે. ખાસ કરીને IOC તેના માટે લગભગ 800 મિલિયન ડોલરનો વીમો લે છે. રમતો માટે વર્તમાન બજેટ પહેલા જ 22 ટકા વધીને 15.4 બિલિયન ડોલર થઇ ગયું છે, જેમાં 960 મિલિયન ડોલર ખાસ કોવિડ સંબંધિત પ્રોટોકોલ લાગૂ કરવા માટે ખર્ચ કરવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે ગત વર્ષથી મુલતવી બિલ લગભગ 3 અબજ સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

શીખવા જેવું

ખૂબ મોટા આંકડાઓ છે ને? આપાતકાલિન સ્થિતિ અને આપત્તિઓ જેવી કે કોવિડ, અચાનક જ આવે છે. તેથી એક સારો વિચાર તે છે કે 6-12 મહીનાના ખર્ચ માટે એક ઇમરજન્સી ફંડ એકઠુ કરવામાં આવે અને જ્યારે તમે યુવાન હોય તો જીનવ અને સ્વાસ્થ્ય વીમો પણ લો, કારણ કે તેનાથી ઓછું પ્રીમિયમ લાગશે. દરેક સમય માટે આર્થિક રૂપે તૈયાર રહેવું તમારા પર નિર્ભર કરે છે.

તેથી આપણા ભારતીય એથ્લીટોની એક્શન પર ધ્યાન આપો. જ્યારે તમે સાચા રસ્તા પર હશો તમે તમારી નાણાકિય સમસ્યાઓ ઉકેલી શકશો. (IRA PURANIK, Moneycontrol)
First published:

Tags: Earn money, Olympic, Savings, Tokyo Olympics, Tokyo Olympics 2020, જાપાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन