મુંબઈ: તમારો પોર્ટફોલિયો હાલ ઊંચી સપાટી પર હોઇ શકે છે, કારણ કે નિફ્ટી સ્કેલ 16,000ની સપાટીએ પહોંચી (Nifty at 16,000 level) ગયો છે. જે 24 માર્ચ, 2020ના રોજ નોંધાયેલા 7511ની નીચલી સપાટીથી 113 ટકાનો ઉછાળો દર્શાવે છે. લાંબા સમયગાળાના ઈક્વિટી રોકાણકારો (Equity investors) માટે આ સમય સૌથી લાભદાયક સમય પૈકી એક હોઇ શકે છે. ભૂતકાળમાં મળેલા નફાના સંદર્ભને ધ્યાનમાં રાખીને ઇક્વિટી મ્યુચૂઅલ ફંડ (Equity mutual funds)માં રોકાણ કરવાનું યોગ્ય લાગે છે, પરંતુ સમયાંતરે બદલાતા મેક્રોઇકોનોમિક્સ સિનારિયોના કારણે રોકાણનો નિર્ણય લેવો મુશ્કેલ બને છે. તેથી જે લોકો હાલ ઇક્વિટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. તેમના માટે નાણાકીય સલાહકારોનું શું કહેવું છે તે જાણીએ.
યોગ્ય અપેક્ષાઓ નક્કી કરો
ઇક્વિટી ફંડ્સ અને ઇન્ડાઇસીસે ઘણા રોકાણકારોને નફો અપાવ્યો હોવા છતાં હવેથી નાણા કમાવવા એક અઘરું કામ બની શકે છે. સેન્ટ્રલ બેંકર્સ દ્વારા ઈન્જેક્ટ કરાયેલી લિક્વિડીટીના કારણે વિશ્વના ઘણા ભાગોમાં તમામ સ્ટોક્સ ઉઠાવી લીધા છે અને ભારત પણ તેમાંથી બહાર નથી. ઊંચું વળતર મેળવવા માટે રોકાણકારો શેર જેવી જોખમી સંપત્તિ તરફ વળતા મૂલ્યમાં વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2020ના રોજ 3.76 ગણાની સરખામણીએ નિફ્ટી 50ની પ્રાઇસ-ટૂ-બૂક વેલ્યૂ 4.15 ગણી રહી હતી. જો તમે લાંબા સમયથી નિફ્ટી પર નજર રાખી રહ્યા છો તો તમે નોંધ્યું હશે કે, 2019ના નાના બજારોએ કિંમતી મૂલ્ય સાથે નિફ્ટીને આગળ વધારી છે.
ઘણા સ્ટોક્સની કિંમતો એકદમ યોગ્ય હોય છે અને તેવા જોખમો પણ હોય છે, જેને અવગણવા રોકાણકારો હિતાવહ નહીં સમજે. યુએસ જેવા વિકસિત દેશો પણ કોરોના મહામારીની ત્રીજી લહેર આવશે તેવી સંભાવનાઓ સેવી રહ્યા છે. ભારતમાં કોવિડ-19ના કેસો વધતા અવરજવર અને આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો લાગી શકે છે, તેથી અર્થતંત્ર અને કમાણીની વૃદ્ધિમાં પણ ઘટાડો થઇ શકે છે.
ભારતમાં હજુ મોટાભાગના લોકોને કોરોનાની રસી આપવામાં આવી નથી. તેથી વધી રહેલ ફુગાવો અને વ્યાજદરમાં થઇ રહેલા સંભવિત વધારો શેર માર્કેટ માટે યોગ્ય નથી. બીજી તરફ થોડું ચોમાસું અને અનિયમિત વરસાદ અન્ય મુશ્કેલીઓ લાવી શકે છે. તેથી રોકાણકારોએ ઇક્વિટીમાં તેમના રોકાણને યોગ્ય રીતે માપવું જરૂરી બને છે.
પ્લાન અહેડ વેલ્થ એડવાઇઝર્સના સંસ્થાપક અને ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર વિશાલ ધવનના જણાવ્યા અનુસાર, ઘણા રોકાણકારો માટે બજારના સ્તરના આધારે બજારને સમય આપવો શક્ય નથી. તેથી સંપત્તિની ફાળવણી પર ધ્યાન આપવું વધું યોગ્ય રહે છે.
શું તમારે રોકાણ કરવું જોઇએ કે વેચવું જોઇએ?
ટૂંકાગાળામાં બજારો અસ્થિર રહી શકે છે, પરંતુ લાંબાગાળે ભારત જેવા વિકસતા દેશના અર્થતંત્રમાં આગળ વધી શકે છે. તેથી તમારે યોગ્ય દિશામાં રહેવા માર્ગદર્શનની જરૂરીયાત છે. લેડર 7 ફાઇનાન્શિયલ એડવાઇઝર્સના સંસ્થાપક સુરેશ સદાગોપનના જણાવ્યા અનુસાર, તમારા નાણાકીય ઉદેશ્યના આધારે સંપત્તિની ફાળવણી શેરમાર્કેટના લેવલની જગ્યાએ ઇક્વિટીમાં તમારા એક્સપોઝરને માર્ગદર્શિત કરે તે જરૂરી છે. તે તમને શેરબજારમાં બદલાતી પરિસ્થિતિઓથી બચાવશે. જો તમે સ્ટોક્સમાં 60 ટકા ફાળવણી સાથે તમારા રોકાણની શરૂઆત કરી છે અને હવે તે ફાળવણી 95 ટકા થઇ ચૂકી છે તો તમે ઇક્વિટીમાં વધુ રોકાણ કર્યુ છે.
સદાગોપનને વધુમાં જણાવ્યું કે, જો ઇક્વિટીમાં તમારી વર્તમાન ફાળવણી તમે શરૂ કરેલી મૂળ એસેટ ફાળવણીની સરખામણીએ વધું છે તો તમારે ટેબલમાંથી થોડા પૈસા કાઢી લેવા જોઇએ અને તમારી મુખ્ય એસેટ ફાળવણીને અનુરૂપ અન્ય એસેટ ક્લાસમાં રોકાણ કરવું જોઇએ. તમારી સંપત્તિનું યોગ્ય આયોજન અને ફાળવણી તમને નફો કમાવવામાં અને તમારા નાણાંકીય લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.
જો તમે તમારા નાણાકીય ઉદ્દેશ્યથી (5 વર્ષથી વધુ) દૂર છો, તો તમારે ઇક્વિટી ફંડમાં તમારા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) સાથે જળવાઇ રહેવું જોઇએ. ધવનના જણાવ્યા અનુસાર, જો તમે ઇક્વિટીમાં ઓછું રોકાણ કર્યુ છે તો, ઇન્ડેક્સ ફંડ્સ અને ફ્લક્સિકેપ ફંડ્સનો ઉપયોગ એસઆઇપી શરૂ કરવા માટે કરી શકો છો. જો તમારી પાસે કોઇ સલાહ ન હોય તો તમે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં રોકાણ પર વિચાર કરી શકો છો. વેલ્યૂ રિસર્ચ અનુસાર, ફ્લેક્સિકેપે 30 જુલાઇ, 2021 રોજ પૂરા થયેલા પાંચ વર્ષમાં 13.74 ટકા વળતર આપ્યું છે. ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ, જેને સંતુલિત લાભ ભંડોળ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સંબંધિત આકર્ષણના આધારે શેરો અને બોન્ડ્સને નાણાંની ફાળવણી કરે છે. છેલ્લા 5 વર્ષમાં આ ફંડ્સે 8.65 ટકા આપ્યા છે.
જો તમે તમારા નાણાકીય ઉદ્દેશ્યની નજીક હોય તો તમે યોગ્ય ટ્રાન્સ્ફર પ્લાન દ્વારા ઇક્વિટી ફંડ્સમાંથી બોન્ડ ફંડમાં ક્રમશઃ શિફ્ટ થવાનું વિચારી શકો છો. શેરમાર્કેટની કામગીરીથી પ્રભાવિત થશો નહીં. જો તમે આગામી એક કે બે વર્ષ માટે નાણાંકીય ઉદ્દેશ્ય માટે નાણાં અલગ રાખ્યા છે, તો તે નાણાં ઇક્વિટીમાં પરત ખેંચશો નહીં. ઇક્વિટી ટૂંકા ગાળામાં અસ્થિર થઇ શકે છે.
શું તમારે અત્યારથી રોકાણ શરૂ કરવું જોઇએ?
ઇક્વિટીમાં રોકાણ કરવા માટે કોઇ ખરાબ સમય ન હોય. જોકે તમારે તમારી શરૂઆતમાં થોડું આયોજન રાખવું જરૂરી છે. કારણ કે અન્ય લોકો પૈસા કમાઇ રહ્યા છે તો તમે પણ તમારા બધા પૈસા રોકવાની ઉતાવળ ન કરો. સૌપ્રથમ એક ફાઇનાન્શિયલ પ્લાન તૈયાર કરો અને જરૂરિયાત વર્તાય તો વિશેષકોની પણ સલાહ લો.
જો તમારી પાસે ઓછામાં ઓછા 5 વર્ષની સમયમર્યાદા હોય તો વૈવિધ્યસભર ફ્લેક્સિકેપ ફંડમાં SIP સારો શરૂઆતી પોઇન્ટ હોઇ શકે છે. જો તમારી પાસે વધુ રકમ છે અને તમે ઇક્વિટી ફંડ્સમાં તેને રોકવા ઇચ્છો છો, તો સિસ્ટેમેટિક ટ્રાન્સ્ફર પ્લાન (STP)નું અનુસરણ કરો. નાણાં ઓવરનાઇટ અથવા લિક્વિડ ફંડમાં રોકાણ કરો અને સમયાંતરે (દૈનિક અથવા સાપ્તાહિક) એસટીપીનો ઉપયોગ કરીને તેને ઇક્વિટી ફંડમાં ટ્રાન્સ્ફર કરો.
સદાગોપનના જણાવ્યા અનુસાર, જો તમે ઇક્વિટીમાં પ્રથમ વખત રોકાણ કરી રહ્યા છો અને તમારી પાસે સલાહકાર નથી તો તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે એસેટ એલોકેશન પ્રોડક્ટ્સ અને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ દ્વારા શરૂઆત કરી શકો છો.
ફંડ હાઉસ દ્વારા ઘણી નવી ઓફરો શરૂ કરવામાં આવી છે. તેમની પાછળ ભાગશો નહીં. થિમેટીક અને સેક્ટર ફંડથી દૂર રહો. છેલ્લા એક વર્ષમાં સ્મોલ કેપ ફંડ્સે કેટેગરી તરીકે 105 ટકા વળતર આપ્યું છે. જોકે તે જોખમરૂપ છે. પ્લાન રૂપી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસના સંસ્થાપક અમોલ જોષીના જણાવ્યા અનુસાર, “ફ્લેક્સિ કેપ અને લાર્જ કેપ ફંડની સરખામણીએ સ્મોલ કેપ ફંડ લાંબા ગાળે વધુ વળતર આપે તેવી શક્યતાઓ છે. તે વધુ પડતા ઉતાર-ચઢાવમાં પસાર થાય છે અને લાંબા સમય સુધી અન્ય ગતિવિધિઓનો ભોગ બને છે.” તે શરૂઆત કરનાર રોકાણકારોને સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવામાં સલાહ આપે છે. વધુમાં તેણે ઉમેર્યું કે,“માત્ર પરિપક્વ રોકાણકારોએ સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવું જોએઇ, જો તેઓ પાસે પૂરતો સમયગાળો હોય અને સમયાંતરે તેમના રોકાણમાં વધારો કરવાની ક્ષમતા હોય.”