International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાશે? થીમ અને ઇતિહાસ અહીં જાણો

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાશે? થીમ અને ઇતિહાસ અહીં જાણો
પ્રતિકાત્મક તસવીર

દર વર્ષે યોગ દિવસ અલગ-અલગ થીમના આધારે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ 'બી વિથ યોગ, બી એટ હોમ' છે. એટલે કે 'યોગની સાથે રહો, ઘરે રહો'. ગત વર્ષે 2020 થીમ 'ઘરે રહીને યોગ કરો' હતી.

  • Share this:
Explained: કોરોના મહામારી (corona pandemic) દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક (Mental and physical) રીતે તંદુરસ્ત રહે તે જરૂરી છે. આવી તંદુરસ્તી માટે યોગ ખૂબ મહત્વનું પાસું બની શકે તેમ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવશે. સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) કહ્યું હતું કે, યોગ આયુષ્યની વૃદ્ધિ કરે છે. વર્તમાન સમયમાં યોગની ઉપયોગીતા વધી ગઈ છે.

કોરોનામાં રિકવરી મેળવ્યા બાદ પણ ઘણા લોકો યોગ કરી રહ્યા છે. જેનાથી તેમને ફાયદો થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર બનાવવામાં આવે તેવું બની શકે. કોરોનાના કારણે યોગ દિવસે કોઈપણ સમારોહ કાર્યક્રમ સુરક્ષિત રહે નહીં. દર વર્ષે યોગ દિવસ નક્કી કરેલી થીમ પર મનાવવામાં આવે છે. લોકો 21 જૂનના રોજ સવારે સાત વાગે યોગ દિવસના સમારોહમાં સામેલ થઈ શકશે. તો ચાલો, આ વર્ષની થીમ શું છે? ક્યારથી ઉજવાય છે યોગ દિવસ? અને તે 21મી જૂને જ શા માટે ઉજવાય છે? તેની જાણકારી મેળવીએ.



આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ
દર વર્ષે યોગ દિવસ અલગ-અલગ થીમના આધારે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ 'બી વિથ યોગ, બી એટ હોમ' છે. એટલે કે 'યોગની સાથે રહો, ઘરે રહો'. ગત વર્ષે 2020 થીમ 'ઘરે રહીને યોગ કરો' હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

2015માં ઉજવાયો હતો પ્રથમ યોગ દિવસ
ભારત સહિત વિશ્વભરમાં 21 જૂનના રોજ યોગ દિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. 21 જુના વર્ષના 365 દિવસમાં સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે યોગના નિરંતર અભ્યાસથી વ્યક્તિને લાંબુ જીવન મળે છે. જેથી આ દિવસને યોગ દિવસના તરીકે મનાવવાનો નિર્ણય લેવાયો હતો. 21 જૂન 2015ના દિવસે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતની પહેલ પર વિશ્વને સ્વસ્થ રહેવા માટે યોગના પ્રસારના આ અભિયાનમાં સામેલ થવા કહ્યું હતું.



યોગ દિવસની ઉજવણી 21મી જૂને જ શા માટે?
11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થવા લાગી હતી. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને સૌથી વધુ સૂર્યપ્રકાશ પડે છે, જેથી તે દિવસ સૌથી લાંબી દિવસ હોય છે.
Published by:News18 Gujarati
First published:June 10, 2021, 18:35 pm

ટૉપ ન્યૂઝ