Home /News /explained /

International Women’s Day 2022: ‘મહિલા દિવસ’ની શરુઆત કઈ રીતે થઈ? આ વર્ષની થીમ છે અત્યંત ખાસ

International Women’s Day 2022: ‘મહિલા દિવસ’ની શરુઆત કઈ રીતે થઈ? આ વર્ષની થીમ છે અત્યંત ખાસ

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે.

International Women’s Day 2022: દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ દિવસની શરૂઆત કઈ રીતે થઈ? વાંચો તેનાથી જોડાયેલી રોચક વાતો.

    International Women’s Day 2022: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) દર વર્ષે 8 માર્ચે મનાવવામાં આવે છે. આ દિવસ મહિલા શક્તિને સમર્પિત છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ કાઠું કાઢ્યું છે. આજની નારી પોતાના સપના સાકાર કરવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ‘મહિલા દિવસ’ શા માટે મનાવવામાં આવે છે? તેની પાછળનો ઇતિહાસ શું છે? જાણો તેનાથી જોડાયેલી રસપ્રદ વાતો.

    એક સદી જૂનો છે મહિલા દિવસનો ઇતિહાસ (Women’s Day History)

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ એક સદી જૂનો છે. આ દિવસને પહેલી વખત વર્ષ 1911માં મનાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૂળ શ્રમિક આંદોલનથી જોડાયેલા છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધુ સેલરી અને વોટ આપવાના અધિકારની માંગણી કરી હતી. કહેવાય છે કે પ્રસિદ્ધ જર્મન એક્ટિવિસ્ટ ક્લારા જેટકિનના પ્રયાસોને કારણે ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોંગ્રેસમાં 1910માં મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપને સત્તાવાર પરવાનગી આપવામાં આવી. આ સાથે જ પબ્લિક હોલિડેની પણ પરમિશન આપવામાં આવી.

    આ પણ વાંચો: સરોજિની નાયડુને શા માટે સમર્પિત છે ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’? જાણો

    ત્યારબાદ 1911માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો. તેનું આયોજન ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉદ્દેશ (Women’s Day Significance)

    આમ તો સમાજ આજે ઘણો આગળ નીકળી ગયો છે, પરંતુ મહિલાઓના હકની લડાઈ આજે પણ ચાલુ છે. કેટલીય મહિલાઓ આજે વિવિધ સ્તરે પોતાના હક માટે ઝઝૂમી રહી છે. આજે પણ તેમને કેટલીક જગ્યાએ સન્માન અને અધિકાર નથી મળી રહ્યા. એવામાં મહિલાઓને તેમનો હક અપાવવા માટે સમાજને જાગૃત કરવો જરૂરી છે અને એટલે જ આ દિવસ મનાવવામાં આવે છે.

    આ પણ વાંચો: જાણો રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

    દુનિયાભરમાં આ દિવસને માનવ અધિકારને ધ્યાનમાં રાખતાં મહિલાઓના રાજનીતિક અને સામાજિક ઉત્થાન માટે ઉજવવામાં આવે છે.

    આ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમ (Women’s Day 2022 Theme)

    દર વર્ષે મહિલા દિવસ એક ખાસ થીમ પર આધારિત હોય છે. દર વર્ષે આ ફેસ્ટિવલને કોઈને કોઈ થીમ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. એવામાં આ વર્ષની થીમ છે ‘જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો’ (Gender Equality Today for a Sustainable Tomorrow) એટલે કે સ્થાયી આવતીકાલ માટે જાતીય સમાનતા જરૂરી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, History, International womens day, Today history, Womens day

    આગામી સમાચાર