Home /News /explained /Quality of Death and Dying Index 2021: ‘અંતિમ શ્વાસ’ લેવા માટે આ દેશ છે સૌથી શ્રેષ્ઠ, જાણો ભારતનો ક્રમ કેટલામો છે?
Quality of Death and Dying Index 2021: ‘અંતિમ શ્વાસ’ લેવા માટે આ દેશ છે સૌથી શ્રેષ્ઠ, જાણો ભારતનો ક્રમ કેટલામો છે?
પ્રતીકાત્મક તસવીર
Quality of Death and Dying Index 2021: આ સ્ટડીને અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના સંશોધકોએ કરી છે. આ અભ્યાસમાં દુનિયાભરના 81 દેશોને જિંદગીના અંતિમ સમયમાં આપવામાં આવતી સેવાને આધારે A, B, C, D, E, F ગ્રેડ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં ફક્ત 6 દેશોએ A ગ્રેડ મેળવ્યો છે, તો 21 દેશોને F ગ્રેડ મળ્યો છે.
લંડન. વ્યક્તિની જિંદગીની ગુણવત્તા સાથે મૃત્યુની ગુણવત્તા (Quality of Death) પણ એટલી જ મહત્વની છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ક્વોલિટી ઓફ ડેથ એન્ડ ડાઈંગ ઇન્ડેક્સ 2021 (Quality of Death and Dying Index 2021) જાહેર કર્યું છે, જેના પરથી મૃત્યુ ક્યાં વધુ શાંતિદાયક છે એ અંગે ખ્યાલ આવે છે. આ ઇન્ડેક્સમાં યુનાઈટેડ કિંગડમ (United Kingdom) પહેલા સ્થાને છે. એનો અર્થ એ કે યુકે મરવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે. આ સિવાય આયર્લેન્ડ, તાઈવાન, કોસ્ટા રિકા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને પણ A ગ્રેડ મળ્યો છે. રિપોર્ટ મુજબ, આ દેશોમાં રહેતા લોકોને તેમના અંતિમ દિવસોમાં સારી શારીરિક અને માનસિક દેખભાળ મળે છે.
આ સ્ટડીને અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના સંશોધકોએ કરી છે. આ અભ્યાસમાં દુનિયાભરના 81 દેશોને જિંદગીના અંતિમ સમયમાં આપવામાં આવતી સેવાને આધારે A, B, C, D, E, F ગ્રેડ આપવામાં આવ્યા છે. રીપોર્ટમાં ફક્ત 6 દેશોએ A ગ્રેડ મેળવ્યો છે, તો 21 દેશોને F ગ્રેડ મળ્યો છે.
59મા સ્થાન પર છે ભારત
આ ઇન્ડેક્સમા ભારત D ગ્રેડ સાથે 59મા સ્થાન પર છે. ભારત ઉપરાંત ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ચિલી, જ્યોર્જિયા, વિયેતનામ અને મેક્સિકોને પણ D ગ્રેડ મળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકાને C ગ્રેડ સાથે 43મા સ્થાને મૂકવામાં આવ્યું છે. અમેરિકા સાથે કોલમ્બિયા, મ્યાનમાર, મેક્સિકો, થાઈલેન્ડ, ઇજિપ્ત, ઘાના, ઇઝરાયેલ, યુગાન્ડા, ડેન્માર્ક અને નાઇજીરીયા જેવા દેશ પણ C ગ્રેડમાં સામેલ છે.
81મા ક્રમે પેરાગ્વેને રાખવામાં આવ્યું છે એટલે કે અહીં લોકો પોતાના અંતિમ શ્વાસ શાંતિથી નથી લઈ શકતા. બાંગ્લાદેશ, લેબનોન, હૈતી, બ્રાઝિલ, સેનેગલ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા, આર્મેનિયા, આર્જેન્ટિના, નેપાળ, સુદાન, મલેશિયા, ઇથોપિયા અને ઇરાક જેવા દેશોને પણ F ગ્રેડની લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
રિસર્ચથી જોડાયેલ નિષ્ણાત સ્ટીફન કોનર કહે છે કે સારા ગ્રેડ્સમાં હાઈ ઈનકમ દેશો હોવા કોઈ સંજોગ નથી. અહીંની સરકારો બાકી દેશોની સરખામણીમાં નાગરિકોના સ્વાસ્થ્ય પર વધુ ખર્ચ કરે છે. જે દેશોના ગ્રેડ સારા નથી, ત્યાંની સરકારે નાગરિકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. અહીં હાઈ ઈનકમ દેશોની સરખામણીમાં ત્રીજા ભાગથી પણ ઓછી સુવિધાઓ ઉપલબ્ધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર