Home /News /explained /આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે: જાણો તેનો ઈતિહાસ અને મહત્વ સહિતની બાબતો

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે: જાણો તેનો ઈતિહાસ અને મહત્વ સહિતની બાબતો

પર્યાવરણમાંથી પ્લાસ્ટિક દૂર કરવા માટે આ દિવસે સમુદ્ર કિનારા અને મહાસાગર સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.

પર્યાવરણમાંથી પ્લાસ્ટિક દૂર કરવા માટે આ દિવસે સમુદ્ર કિનારા અને મહાસાગર સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.

    દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય 'પ્લાસ્ટિક બેગ ફ્રી ડે' ઊજવવામાં આવે છે. પ્લાસ્ટિક પ્રદૂષણના ગંભીર મુદ્દાઓ અને ભૂમિથી લઈને સમુદ્રી જીવન તથા પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલીઓનો નાશ થતા 100-500 વર્ષ જેટલો સમય લાગે છે અને ભૂમિ પ્રદૂષણમાં થાય છે. પ્લાસ્ટિકને લેન્ડફિલમાં ફેંકવામાં આવતા સમુદ્રી જીવ પર જોખમ ઊભુ થાય છે. પ્લાસ્ટિકના આ તમામ દુષ્પ્રભાવને રોકવા માટે જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે.

    આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે: ઈતિહાસ અને તેનું મહત્વ

    આ અભિયાન ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ દ્વારા સમગ્ર વિશ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જે હવે વૈશ્વિક પહેલ બની ગયું છે. પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ઊજવવામાં આવે છે.

    અમદાવાદમાં આજથી રસી માટેના 'ધરમધક્કા' થશે બંધ, તમામ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા

    વ્યક્તિગત સ્તર પર પ્લાસ્ટિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટેનો સંકલ્પ લેવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસે મીટિંગ, ડિબેટ્સ, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પર્યાવરણમાંથી પ્લાસ્ટિક દૂર કરવા માટે આ દિવસે સમુદ્ર કિનારા અને મહાસાગર સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.

    શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

    આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે: ક્વોટ્સ અને મેસેજ

    - પ્લાસ્ટિક આપણને મદદરૂપ હોઈ શકે છે પરંતુ, પ્લાસ્ટિકના કારણે ભૂમિ પર પ્રદૂષણ ફેલાય છે.

    -પ્લાસ્ટિક ખૂબ જ નુકસાનકારક છે, પૃથ્વી પર હરિયાળી લાવો

    -જો આપણે પ્લાસ્ટિકને ના કહીશું તો પર્યાવરણ આપણને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે.

    -પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો, ના છુટેક જ તેનો ઉપયોગ કરો, પુન:ઉપયોગ કરો.

    -પ્લાસ્ટિક બેગને ના કહો અને પર્યાવરણની રક્ષા કરો

    -પ્લાસ્ટિક વગર દુનિયા ડાયમન્ડની જેવી છે, જે જગમગે છે.

    -પ્લાસ્ટિક પ્રદૂષણ વગરની દુનિયા હોવી તે વિકલ્પ નથી પરંતુ ભવિષ્યની પેઢીના જીવન માટે કમિટમેન્ટ છે.

    પ્લા-સ્ટિકના કારણે ભૂમિની સાથે સાથે પાણી અને હવા પણ પ્રદૂષિત થાય છે. જે તમામ જીવના જીવન માટેની પ્રાથમિક જરૂરિયાત છે.
    First published:

    Tags: History, On this day, Plastic free

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો