International Picnic Day 2021: કોરોના કાળમાં પિકનિકનું આયોજન કેવી રીતે કરવું? જાણો આ ખાસ દિવસનું મહત્ત્વ

International Picnic Day 2021: કોરોના કાળમાં પિકનિકનું આયોજન કેવી રીતે કરવું? જાણો આ ખાસ દિવસનું મહત્ત્વ
(પ્રતીકાત્મક તસવીરઃ ShutterStock)

શું છે ઇન્ટરનેશનલ પિકનિક ડેનો ઈતિહાસ? કોરોના કાળમાં આવી રીતે કરો ઉજવણી

  • Share this:
કોરોના કાળ (Corona Crisis)માં સંક્રમણથી બચવા ઘરમાં પુરાઈ રહેવું પડે છે. પરિણામે હરવા-ફરવાનું (Travelling) અને પિકનિક (Picnic) ભુલાઈ ગયા છે. ત્યારે આજે 18 જૂન એટલે કે ઇન્ટરનેશનલ પિકનિક ડે (International Picnic Day 2021)ને છે. આ દિવસ લોકોને બહાર ફરવા જવા અને એક બીજાની કંપનીનો આનંદ માણવાની હાકલ કરવાનો દિવસ છે. લોકો રોજિંદી વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢી પિકનિક પર જતા હતા. પરંતુ કોરોના મહામારીએ આવી પ્રવૃત્તિઓ પર બ્રેક લાગી ગઈ છે. અલબત, હજી પણ એવી ઘણી રીતો છે, જેમાં તમારા મિત્રો-પરિવારજન સાથે આ દિવસની ઉજવણી કરી શકો છો.

ઇન્ટરનેશનલ પિકનિક ડેનો ઇતિહાસઆમ તો આંતરરાષ્ટ્રીય પિકનિક ડેની ઉજવણી (International Picnic Day Celebration) ક્યારથી શરૂ થઈ તે અસ્પષ્ટ છે. આ ઉજવણી ફ્રેન્ચ ક્રાંતિ અને વિક્ટોરિયન યુગમાં શરૂ થઈ હોવાનું કહેવાય છે. 20મી સદી દરમિયાન ખુલ્લી હવામાં પિકનિક કરવાનું ચલણ ઇંગ્લેન્ડમાં લોકપ્રિય થયું હતું.
આંતરરાષ્ટ્રીય પિકનિક ડેની શરૂઆત અંગે ભલે સ્પષ્ટતા ના હોય પણ તેને અનૌપચારિક ભોજન ઉત્સવ તરીકે માન્યતા અપાયેલી છે. આ દિવસે લોકોને બહાર જઈ એકબીજા સાથે સમય વિતાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. શાળાઓ આ તકે વિદ્યાર્થીઓ માટે પિકનિકનું આયોજન કરે છે.

શું છે મહત્ત્વ?

મિત્રો- સંબંધીઓને એકબીજાની નજીક લાવવા માટે સમગ્ર વિશ્વમાં પિકનિકસ યોજવામાં આવે છે. તેઓ સફર દરમિયાન એકબીજા સાથે ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, જ્યુસ અને અન્ય વહેંચે છે. તેમજ મનોરંજન ગેમ્સ રમે કે પ્રવૃતિઓ કરે છે.
વિશ્વની સૌથી મોટી પિકનિકને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ પિકનિક પોર્ટુગલમાં થઈ હતી. ઓસ્ટ્રેલિયાના ઉત્તરી પ્રદેશોમાં ઓગસ્ટ મહિનાના પહેલા સોમવારે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ મનાવવામાં આવે છે. આ વિસ્તારમાં પિકનિક લોકપ્રિય પ્રવૃત્તિ છે. પિકનિક માટે ત્યાં લોકોને રજા આપવામાં આવે છે. આ દિવસે શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવે છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: 9000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, ચાંદીનો ભાવ 2600 રૂપિયા ગગડ્યો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

કેવી રીતે કરવી ઉજવણી?
કોરોના મહામારીના કારણે ઘણું બદલાઈ ગયું છે. બહાર નીકળવું ખતરા સમાન છે. તેથી ઘરની અંદર રહીને આંતરરાષ્ટ્રીય પિકનિક ડેની ઉજવણી કઈ રીતે કરી શકાય તેના વિકલ્પો અહીં આપવામાં આવ્યા છે.

ફેમિલી ગેમ અને મુવી નાઈટ

આ દિવસને યાદગાર બનાવવા તમે પ્રોજેક્ટર પર તમારા પરિવાર સાથે મૂવી જોઈ શકો છો. જેન્ગા અને લુડો જેવી રમતો રમી શકો છો.

આ પણ વાંચો, Sarkari Naukri 2021: એડવેન્ચરના શોખીન યુવાઓ માટે નોકરીની સુવર્ણ તક, ધોરણ-12 પાસ કરે એપ્લાય

ફેન્સી ફૂડ નાઈટ

તમે જે ઘણા સમયથી કરવા માંગતા હતા તે કરી શકો. જેમકે ફેન્સી ફૂડ બનાવવું. આ ફૂડ બનાવવુ સરળ નથી, પણ તમારા મિત્ર કે સંબંધીની મદદ લઇ તે બનાવવામાં મજા આવશે.

બેકયાર્ડમાં કેન્ડલલાઈટ પિકનિક

પિકનિક માટે ઢગલાબંધ લોકોને બોલાવવા શક્ય નથી. આ સુરક્ષિત પણ નથી. તમે જેની નજીક છો તેવા લોકો સાથે મસ્તી કરવી ચોક્કસપણે શક્ય છે. તેથી થોડી કેન્ડલલાઈટ ડિનરનો આનંદ માણો.
Published by:News18 Gujarati
First published:June 18, 2021, 11:42 IST